ગુજરાત મા મળી આવતી આ ગરોળી ની કીંમત લાખો રૂપીયા મા ! જો તમને…

આમ તો બધાના ઘરમાં ગરોળી મોટા ભાગે જોવા મળતી જ હોય છે. આપણા જ ઘરમાં અનેક લોકો આ ગરોળીને જોઈને ડરી પણ જતા હોય છે. પરંતુ સુ તમને ખબર છે કે આ ગરોળી તમને કરોડપતિ પણ બનાવી સકે છે જીહા આ સંભાળવામાં બહુ અજીબ લાગશે પરંતુ એવી એક ગરોળી છે જેની કીમત BMW અને ફરારી કાર જેટલી  કીમતી છે. હા પરંતુ આ ગરોળી ઘરમાં જોવા મળતી ગરોળી કરતા અલગ છે. જે ગરોળી ની વાત કરી રહ્યા છીએ તે ગરોળી ગીકો ગરોળી છે.

આ ગીકો ગરોળીને બહુ જ ખાસ કારણ છે જેના કારણે તે કીમતી ગનાય છે. વાસ્તવમાં આ ગરોળી માત્ર ભારતના બિહારમાં અને બિહારને અડીને આવેલા નેપાળમાં જ જોવા મળે છે. ગીકો ગરોળી બહુ જ ઓછી જોવા મળે છે .આ કારણે તેને  WILDLIFE PROTECTION ACT,૧૯૭૨ ના ધારા મુજબ નોંધવામાં આવી છે. આની ઓછી સંખ્યાના કારણે ભારત માં તેનો શિકાર, વેચાણ અને ખરીદી પર પ્રતિબંધ છે. આ પૂર્ણરીતે ગેરકાનૂની ગણાય છે.

આ પ્રતિબંધના કારણે સ્મગ્લરો તેને ચોરીથી વેચાણ કરે છે તેના બદલે તેઓને મુમાંનગી કીમત મળતી હોય છે. રીપોર્ટના અનુસાર, એક ગીકો ગરોળી ની કીમત તેની સાઈઝ ના આધારે નક્કી કરવામાં આવતી હોય છે. આ ગરોળીની કીમત સરેરાશ ૭૦-૮૦ લાખ રૂપિયા સુધીની છે. જો ગરોળી નું કદ  મોટું હોય તો તેની કીમત તેના કરતા પણ વધુ જોવા મળે છે.ગીકો ગરોળી નો ઉપયોગ ઘણા પ્રકારની બીમારીઓના ઈલાજ માટેની દવા બનાવવા માટે થાય છે.

એવું જણાવવામાં આવે છે કે આ ગરોળી નું માંસ નપુંસકતા ,ડાયાબીટીસ, એડ્સ અને કેન્સર જેવી અન્ય જાનલેવા બીમારીઓમાં બહુ ઉપયોગી સાબિત થાય છે. ચીનમાં ઘણી પારંપરિક દવા બનાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. આજ બધા કારણો  ના લીધે તેની કીમત આટલી લાખો રૂપિયામાં જોવા મળે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *