આ નીચા કદ ની મહીલા કોઈ સામાન્ય મહીલા નથી ! તેની વિષે જાણી તમે પણ કાન પકડી લેશો..

સફળતા કોઈ ની ગુલામ નથી હોતી. તેને  કોઈ પણ પોતાની મહેનત અને આત્મવિશ્વાસની સાથે હાસિલ કરી સકે છે. પછી તે કોઈ પણ હોય સકે અમીર પણ, ગરીબ પણ, અને શારીરિક અસક્ષમ પણ હોઈ સકે છે. અને ઈતિહાસ ગવાહ છે કે કઠીન સમયમાં પણ મનુષ્યએ લોકો ને  હેરાન કરનારા કામ જ કર્યા  છે, જો તમે સૌથી ધનિક અને સફળ વ્યક્તિઓનો ઈતિહાસ જોશો તો તમને પણ જાણવા મળશે કે તેઓ કેવી પરીસ્થિતિ માં આગળ વધ્યા હતા.

આજે અમે તમને ભારત ની એક  મહિલા વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જે IAS ઓફીસર બની છે જેની ઓછી  ઉચાઈ ના કારણે લોકો મજાક ઉડાવતા હતા. પરંતુ તેણે સખત  મહેનત અને સમર્પણ સાથે સિવિલ પરીક્ષા પાસ કરીને IAS ઓફીસર બની .આરતી ડોગરા ૨૦૦૬ ની બેંચ રાજસ્થાન કેડરની એક મહિલા IAS ઓફીસર છે. આરતી ડોગરા ઉતરાખંડના દેહરાદુન ની રહેવાસી છે. તેના પિતાનું નામ કર્નલ રાજેન્દ્ર ડોગરા અને માતા નું નામ કુમકુમ ડોગરા છે.

મળેલી જાણકારી અનુસાર આરતી ડોગરા ની  માતા એક સ્કુલમાં પ્રીન્સીપાલ રહી ચુકી છે. આરતી પોતાના માતા પિતાની એક્લોતી સંતાન છે.આરતીએ પોતાના સ્કુલની શિક્ષા દેહરાદુનમાં  WELHAM GIRLS SCHOOL માં લીધી. ત્યાર પછી ગ્રેજ્યુએશન માટે દિલ્લી વિશ્વવિદ્યાલય ચાલી ગઈ હતી. ત્યાર બાદ તેમણે પોતાનું સપનું પૂરું કરવા UPSC ની તૈયારી કરવા લાગી.IAS આરતી ડોગરા એવા બાળકોથી અલગ રહી છે જેમની ઉમર સામાન્ય ઉમરની સાથે વધતી હોય છે.

પરંતુ તેની ઉચાઇ વધી સકી નહિ. તેની ઉચાઇ ૩-૫ ફૂટ હોવાનું કહેવાય છે. જન્મ સમયે જ તેમના માતા પિતાને ડોકટરે જણાવ્યું હતું કે આરતીની ઉચાઇ વધુ નહિ હોય, તેની ઓછી ઉચીના કારણે લોકો તેની મજાક પણ ઉડાવતા. પરંતુ તેમના માતા પિતા એ તેમની ઉછેર અને શિક્ષણમાં કોઈ ખામી રાખી નહિ. આરતી ડોગરા પણ લોકોની વાતોને અજરઅંદાજ કરતી હતી.મીડિયા રીપોર્ટ નું માનયે  તો, આરતી જયારે દિલ્લીથી પોતાનું ગ્રેજ્યુએશન પૂરી કરી દેહરાદુન આવી ત્યારે તેની મુલાકાત IAS ઓફિસર મનીષા પાવર સાથે થઇ હતી.

આરતી તેમનાથી ખુબ જ પ્રભાવિત થઇ અને તેણે પણ IAS બનવાનું નક્કી કર્યું. તેમણે ૨૦૦૫ માં પહેલા જ પ્રત્યન માં UPSC ની પરીક્ષા પાસ કરી હતી તેની AIR ૫૬ હતી.૨૦૦૬-૨૦૦૭ ની IAS TRAINING પછી આરતી ડોગરા એ સૌથી પહેલા ઉદયપુરમાં ADM નું પદ સમ્ભાણ્યું હતું ત્યાર પછી તે અજમેર અને અલવર માં પણ SDM રહી. ત્યાર પછી તેમને ૨૦૧૦ માં બુંદી જીલ્લામાં કલેકટર તરીકે ચાર્જ સંભાળયો હતો. ત્યાર પછી તે બિકાનેર અને અજમેર ની પણ કલેકટર બની. આ સાથે જ આરતી ડોગરા જોધપુર ડિસ્કોમ ની પ્રબંધ નિર્દેશક પણ રહી ચુકી છે. તેમને મુખ્યમંત્રી ની સંયુક્ત સચિવ (૧૯ ડિસેમ્બર ૨૦૧૮ થી ૩૧ ડીસેમ્બર ૨૦૧૮ સુધી) અને વિશેષ સચિવ પણ રહી ચુકી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *