ડાયમઁડ સીટી સુરતમાં બનશે આ આલીશાન કલેકટર કચેરી! કચેરીની 3D તસવીરો જોશો તો તમે પણ હક્કા બક્કા રહી જશો…..

મિત્રો વાત કરીએ તો આજના આધુનિક યુગમાં હવે ઘણાં કામો સરળ અને ઝડપી બની ગયા છે તેવાંમાં દરેક વસ્તુનું 3D અને ક્લિયર લૂક જોવું ખુબજ સરળ બન્યું છે. હાલ માજ બનનારી 14 માળની નવી કલેક્ટર કચેરીની 3D તસવીરો પહેલીવાર આવી સામે જેને જોઈ તમને પણ નવાઈ લાગશે અને જોતાજ રહી જશો આમ હાલમાંજ આજે રાજ્યના મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી દ્વારા પીપલોદ ખાતે એસવીએનઆઈટી કોલેજની નજીક નક્કી કરાયેલા પ્લોટ પર કલેક્ટર કચેરીની ઈમારતના બાંધકામ માટે ભૂમિપૂજન કરાયું હતું.

આમ આ બિલ્ડીંગ સુરત શહેરની નવી કલેક્ટર કચેરી છે જેના નિર્માણનું કાર્ય હાથ ધરાયું છે. 14 માળના 2 ટાવરની આ ઈમારત ગ્રીન કોન્સ્પેટના આધારે એક વર્ષના ટૂંકા ગાળામાં ઉભી કરી દેવાની ગણતરી છે. આ ઈમારતની ડિઝાઈન અદ્દભૂત છે. એરિયર વ્યૂ જોતા ઈમારતના ટોચ પર બે ડાયમંડ મુક્યા હોય તેવું લાગે છે. જુઓ નવી કલેક્ટર કચેરીની તસવીરો. તેમજ આ બહુમાળી સરકારી ઈમારતનું આર્કિટેક અનોખું રહેશે. તેને ગ્રીન કન્સેપ્ટના આધારે તૈયાર કરવામાં આવશે. આ પહેલી એવી ઈમારત બનશે જે ચોમાસા દરમિયાના આકાશમાંથી પડેલાં 2 લાખ લિટર જેટલાં પાણીનું સ્ટોરેજ કરી શકશે.

તેમજ આ સાથે આ ઈમારતમાં અંડર ગ્રાઉન્ડ પાર્કિંગ અને સોલાર સિસ્ટમની વ્યવસ્થા પણ કરવામાં આવનાર છે. આ ઈમારત 30 ટકા વીજળી સોલારમાંથી મેળવશે. આમ એસવીએનઆઈટી ગેસ્ટ હાઉસની નજીકના પ્લોટમાં નવી કલેક્ટર કચેરીનું નિર્માણ કરવામાં આવનાર છે. આ 14 માળની સરકારી ઈમારતમાં બે બેઝમેન્ટ પાર્કિંગ બનાવાશે. આ ઈમારતમાં એક જ છત નીચે મહેસૂલની તમામ કચેરીઓને આવરી લેવામાં આવશે.

તેમજ આ પહેલી એવી કલેક્ટર ઓફિસ બનશે જ્યાં આધુનિક કોન્ફરન્સ રૂમ સહિતની સુવિધાઓ રહેશે. તે ઉપરાંત કેન્ટીન, કાફે એરિયા પણ બનાવવામાં આવશે. આ જ કેમ્પસમાં બીજા 4 ટાવર બની શકે તેવી વ્યવસ્થા છે. તેથી ભવિષ્યમાં બીજા ચાર ટાવર ઉભા થાય તો દરેક ટાવર એકબીજા સાથે કનેક્ટ રહે તે રીતે ડિઝાઈન કરાશે. આમ તમને વધુમાં જણાવીએ તો આજે શુક્રવારે રમા એકાદશીના શુભ દિને રાજ્યના મહેસૂલ મંત્રી હર્ષ સંઘવી દ્વારા સુરતમાં નવી કલેક્ટર કચેરીના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરાયું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *