આ ઉસ્તાદ બાળક ટર્કિશ આઈસક્રીમ વાળા પર પડ્યો ભારે, વિડિઓ જોઈ તમે પણ હસી હસી ને લોટ પોટ થઈ જશો… જુઓ મજેદાર વિડિઓ

તમે સોશિયલ મીડિયા પર ઘણી વખત અવાર નવાર એવા ચોકાવનારા વિડિયો જોતા હશો જેને તમે ખુબજ પસંદ કર્તા હશો. તેમજ જયારે જયારે પણ લોકો ને કાક નવું અને અનોખું કરવાનો વિચાર આવે ત્યારે તે લોકો તેનો વિડીયો પણ બનાવતા હોઈ છે અને સોશિયલ મીડિયા પર મુકતા હોઈ છે. જેમ કે મનોરંજન, ડાન્સ, કોમેડી, વગેરે તેવીજ રીતે હાલ એક ખુબજ ફની વિડિઓ સામે આવી રહ્યો છે જે જોશો તો તમને પણ પેટ પકડીને હસવા પર મજબુર બની જશો.

વાત કરીએ તો તમે ટર્કિશ આઈસક્રીમ વાળા વીડિયો સોશિયલ મીડિયા પર જોયા જ હશે. તેઓ પોતાની આઈસક્રીમ આપવાની અનોખી સ્ટાઈલને કારણે ફેમસ છે. નાનાથી લઈને વડીલો સુધીના લોકોને તેઓ મસ્તી-મજાક અને હેરાન કરીને આઈસક્રીમ આપતા હોય છે. અનેક કાર્યક્રમોમાં આ અનોખી સ્ટાઈલના ટર્કિશ આઈસક્રીમ વાળાને બોલાવામાં આવે છે. ઘણી વાર તેઓ ગ્રાહકોને હેરાન કરવાવાળી આ રીતમાં નિષ્ફળ થઈ જાય છે. તેમજ ગ્રાહક તેના કોનને ઝડપથી લઈ લેતા હોય છે. તેના પણ અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે

મિત્રો તમે વિડિઓ માઁ જોઈ શકો ચોંકે ટર્કિશ આઈસક્રીમ વાળો પોતાની છડીથી આઈસક્રીમનો કોન લગાવીને નાના બાળક તરફ લઈ જાય છે, તેને લાગે છે કે રોજની બીજા બાળકોની જેમ આ બાળક સાથે પણ તે મસ્તી કરશે. પણ તેવુ થયુ નહીં. તે બાળક તરત જ તે છડી પોતાની તરફ ખેચીં લે છે. ટર્કિશ આઈસક્રીમ વાળો પણ તે બાળક પાસે છડી સાથે ખેંચાઈ આવે છે. તકનો લાભ લઈ તે બાળક છડી પરથી આઈસક્રીમ કોન લઈ લે છે અને સ્ટાઈલમાં સ્વેગ બતાડીને ખાવા લાગે છે અને તે ટર્કિશ આઈસક્રીમ વાળો આશ્ચર્યમાં પડી જોતો જ રહી જાય છે.

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર IPS અધિકારી દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર હેન્ડથી શેર કર્યો છે. હજારો લોકો આ વાયરલ વીડિયોને જોઈ ચુક્યા છે. લોકો આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે, ખોટા બાળક સાથે રમત રમવા ગયો. બીજા એક યુઝરે લખ્યુ છે કે, આજકાલના બાળકો સ્માર્ટ થઈ ગયા છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, આ આઈસક્રીમવાળાને આ બાળક છેલ્લે સુધી યાદ રહેશે. બીજી અનેક રમુજી પ્રતિક્રિયા સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો પર આપી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *