જ્યાં પર્યાવરણનો વિનાશ થઈ રહ્યો છે એવામાં ગુજરાતના આ વ્યક્તિએ પોતાના લગ્નમાં પર્યાવરણ માટે આવું કામ કરી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું

ગ્લોબલ વોર્મિંગ આજે વિશ્વની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આના કારણે માત્ર માણસ જ નહીં, પણ પૃથ્વી પરના દરેક જીવો દુઃખી છે. ગ્લોબલ વોર્મિંગને પહોંચી વળવા માટે સમગ્ર વિશ્વમાં પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આ સમસ્યામાં ઘટાડો થવાને બદલે વર્ષ-દર વર્ષે તેમાં વધારો થઈ રહ્યો છે. આ માત્ર એક શરૂઆત હોવાથી, જો આપણે અત્યારે કાર્ય નહીં કરીએ, તો ભવિષ્ય વધુ ભયાનક બની શકે છે .

એવામાં ગુજરાતના આ વ્યક્તિએ એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગુજરાતના માંગરોળના મક્તુપુર ગામે હાલમાં જ એક યુવાને તેના લગ્નમાં જમણવાર પ્રસંગે 451 કુંડા અને 51 જેટલા તુલસીનું વિતરણ કરીને ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે એક સારું ઉદાહરણ સ્થાપ્યું. મક્તુપુર ગામમાં પોતાનો જનરલ સ્ટોર ધરાવતા ફક્ત  21 વર્ષના જયરાજ રૂડાભાઈ કરગઠીયા પોતે ખુબ મોટા પક્ષીપ્રેમ માટે આખા ગામમાં જાણીતા છે. તેઓ બનતી કોશિશ કરે  છે કે પક્ષીઓ પીવાના પાણી અને ખોરાક માટે ટળવળે નહીં અને આ જ પક્ષી પ્રેમી યુવકે પોતાના લગ્નના જમણવાર પ્રસંગે 451 કુંડા અને 51 જેટલા તુલસીના રોપા મહેમાનોને આપ્યા. આટલું જ નહી આ યુવકે પોતાના લગ્નની કંકોત્રીમાં પણ પક્ષીની તસ્વીરો છપાવી હતી અને સારો એવો સંદેશ પણ આપ્યો હતો. આ 21 વર્ષીય યુવક પહેલેથી જ ગામમાં પક્ષીઓ વિશે જાગૃતતા ફેલાવે છે અને સાથે એમને બધી ઋતુમાં પુરતું પાણીને ખોરાક મળી રહે એની માટે ઘણા કર્યો કરે છે.

જો ગ્લોબલ વોર્મિંગની વાત કરીએ તો એના કારણે પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં સતત વધારો છે. આપણી પૃથ્વી કુદરતી રીતે સૂર્યના કિરણોમાંથી ગરમી મેળવે છે. આ કિરણો, વાતાવરણ માંથી પસાર થતા, પૃથ્વીની સપાટીને અથડાવે છે અને પછી ત્યાંથી પાછા પ્રતિબિંબિત થાય છે. પૃથ્વીનું વાતાવરણ કેટલાક ગ્રીનહાઉસ વાયુઓ સહિત ઘણા વાયુઓથી બનેલું છે. આમાંના મોટા ભાગના પૃથ્વીની ટોચ પર એક પ્રકારનું કુદરતી આવરણ બનાવે છે. આ આવરણ પરત આવતા કિરણોના એક ભાગને અવરોધે છે અને આમ પૃથ્વીના વાતાવરણને ગરમ રાખે છે. નોંધપાત્ર રીતે કે મનુષ્યો, પ્રાણીઓ અને છોડના અસ્તિત્વ માટે ઓછામાં ઓછું 16 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી છે. વૈજ્ઞાનિકો માને છે કે ગ્રીનહાઉસ વાયુઓના વધારા સાથે, આ આવરણ વધુ ગાઢ અથવા જાડું બને છે. આવી સ્થિતિમાં, આ આવરણ સૂર્યના વધુ કિરણોને અવરોધવાનું શરૂ કરે છે અને પછી અહીંથી ગ્લોબલ વોર્મિંગની આડઅસરો શરૂ થાય છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *