જામનગરના આ મહેતા પરિવારે માનવતા મહેકાવી! અકસ્માતમાં થયા હતા બ્રેન્ડેડ નો શિકાર તો પરિવારીએ સાર્થક કર્યું સૂત્ર…
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે તબીબી સારવારમાં કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે. જેમાં મૃત પામનાર જે યુવતી છે તેનું અંગ દાન પણ કરવામાં આવ્યું છે.
તમને જણાવીએ તો જામનગરના વિક્ટોરિયા પુલ નજીક ત્રણ દિવસ પહેલા ડો.તૃષાબેન શૈલેષભાઈ મહેતા નામની મહિલાનું અકસ્માત થયું હતું. આ અકસ્માતમાં ઘાયલ તૃષાબેનને ડોક્ટરો દ્વારા બ્રાન્ડેડ જાહેર કરાયા હતા જેને પગલે તૃષાબેનના પરિવાર દ્વારા અંગદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આમ આ અકસ્માત બાદ બ્રેઇન ડેડ થયેલ તૃષાબેન શૈલેષભાઈ મહેતા કે જેઓ પોતે પી.એચ.ડી કરી શિક્ષણ ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ મેળવી હતી અને 20 વર્ષના લગ્ન જીવનનમાં 15 વર્ષ બાદ સંતાનનું સુખ પ્રાપ્ત થયું હતું.
પરંતુ કુદરતને કાંઈક અલગ જ મંજૂર હોય તેવું માની પરિવાર દિવસો પસાર કરી લેશ,પણ માત્ર પાંચ (5)વર્ષના નાના બાળક ને કોણ સમજાવશે?. કે માતા હવે દુનિયામાં નથી રહ્યા. તેમજ કદાચ વાત સાંભળીને પણ આંખોમાં આંસુ આવી જાય આવી જ એક કરુણ ઘટના જામનગરના વિક્ટોરિયા પુલ નજીક ત્રણ દિવસ પૂર્વે ઘટી હતી, જેમાં નશામાં ધુત મારુતી સીયાજ કાર ચાલક દ્વારા ડો.તૃષાબેન શૈલેષભાઇ મહેતાની સ્ફુટીને પાછળ થી ઠોકર મારી નાસી ગયા ની ઘટનામાં ડોક્ટર દ્વારા તૃષાબેન ને બ્રેઇન ડેડ જાહેર કરાયા હતા. જ્યારે દુઃખના સમયમાં પણ સમગ્ર મહેતા પરિવારે સમાજને ઉપયોગી થવાની ઈચ્છા શક્તિ દર્શાવી અને પોતાના સ્વજનને ગુમાવવાની સાથે કેટલાક લોકોને નવજીવન આપવાનનો ઉમદા નિર્ણય કર્યો, અંગદાન જેવા મહાકાર્ય માટે સહમતિ દર્શાવી.
આમ આ નિર્ણયને પગલે આજરોજ અમદાવાદ ખાતેથી ડોક્ટર ની ટીમો રવાના થઈ ચૂકી છે અને લગભગ રાત્રીના 9:00 વાગ્યા આસપાસ આ ટીમો જામનગર પહોંચી અંગોને લઈ જવા માટેની કામગીરી હાથ ધરશે. જેમાં જામનગરના સાત રસ્તા નજીક આવેલ યુનિક હોસ્પિટલ અને આઈ.સી.યુ ના ડોક્ટર એ.ડી રૂપારેલીયાની દેખરેખ હેઠળ સમગ્ર અંગદાનનું મહા ઓપરેશન હાથ ધરાશે મહિલાની કિડની,લીવર,આંખ અને જો શક્ય હશે તો મહિલાની ચામડીનું પણ દાન કરવા માટે પરીવાર સંમત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.