અમદાવાદ મા આવેલું છે આ મીની જંગલ ! પ્રકૃતિની સુંદરતા જોઈ ને જ તમારું દિલ ખુશ થઇ જશે.. જુઓ તસવીરો
ગુજરાતનું હ્દય એટલે અમદાવાદ શહેર. આ શહેરમાં અનેક પ્રકારના ફરવાલાયક સ્થળો આવેલા છે અને આમ પણ અમદાવાદ તો ઐતિહાસિક વારસાનું નગર છે. આજે અમે આપને જણાવીશું અમદાવાદમાં આવેલ મીની જંગલ વિશે. પ્રકૃતિ નો આનંદ અને મનની શાંતિ માટે પહોંચી જાવ આ ખાસ જગ્યા પર જ્યાં તમે જંગલમાં પહોંચી ગયા હોય એવો જ અનુભવ કરશો.
અમદાવાદ શહેરના બોડકદેવ વિસ્તારમાં જ એક સીમફની પાર્ક આવેલ છે જે તમને જંગલમાં ગયા હોય એવો અનુભવ કરાવે છે અને એટલા માટે ઘણા લોકો તેને મીની જંગલ પણ કહે છે. એએમસી દ્વારા આ ફોરેસ્ટ પાર્કમાં સંચાલિત કરવામાં આવે છે.
આ મીની જંગલ કહેવાતા સિમ્ફની ફોરેસ્ટ પાર્કમાં 300થી વધુ પ્રકારના વૃક્ષો આવેલ છે. સાથે જ ત્યાંના શાંત વાતાવરણમાં તમને પક્ષીઓનો કલરવ પણ સાંભળવા મળે છે.