ડીસા ગામમાં આવેલ છે આ ચમત્કારીક મંદિર, જ્યા એક કાર્ય કરો તો મટી જાય છે અછબડા અને આંખના રોગો…
મિત્રો જયર એ જયારે પણ વ્યક્તિ પર મુશ્કેલીઓ આવી પડતી હોઈ છે ત્યારે તે તેમાંથી નીકળવાના ઘણા પ્રયત્નો કરતો હોઈ છે અને જયારે અંતે હિંમત હારી બેથતો હોઈ છે ત્યારે તે મંદિર જતો હોઈ છે અને ભગવાન પાસે મદદ માંગી પોતાના દુઃખ, દર્દ દૂર કરવા માટે પ્રાર્થના કરતો હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક એવા અનોખા અને ચમત્કારી મંદિરની મુલાકાત કરાવીશું જ્યાં તમને વિવિધ પ્રકારના રોગોની માનતા રાખવાથી તે રોગ માટી જતા હોઈ છે. લોકો દૂર દૂરથી આ અનોખા મંદિરની મુલાકાતે આવતા હોઈ છે. આવો તમને મંદિર વિષે વિગતે જણાવીએ.
તમને જણાવીએ તો આ મંદિર બનાસકાંઠાના ડીસામાં આવેલ કુપટ ગામે ઐતિહાસિક અને ચમત્કારી શીતળા માતાનું મંદિર છે. તેમજ આ મંદિરે દર વર્ષે શીતળા સાતમ નિમિત્તે અનોખો ભાતીગળ લોકમેળો ભરાય છે. જ્યાં બાળકોમાં થતા ઓરી, અછબડા અને આંખના રોગ માટેની બાધા આખડી રાખવામાં આવે છે. આજુબાજુના ગામોના તેમજ ગુજરાત ભરમાંથી હજારોની સંખ્યામાં લોકો શીતળા માતાના દર્શન કરવા આવે છે. તેમજ તમને જાણતા જ હશો કે ભારતીય સંસ્કૃતિમાં તહેવારોની ઉજવણીનું આગવું મહત્વ રહેલું છે.
આમ હોળીના તહેવાર પછી આવતી સાતમ તે મારવાડી સમાજના લોકો માટે વિશેષ માનવામાં આવે છે. તો વળી સાતમના દિવસે આ મંદિરે ભક્તોની ખબજ ભીડ જોવા મળતી હોઈ છે. તેમજ છઠના દિવસે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવી સાતમના દિવસે મારવાડી સમાજના લોકો શીતળા મતાને પ્રસાદ ધરી અને પૂજા અર્ચના કરતા જોવા માલ્ટા હોઈ છે. તેમજ આ દિવસે ઉજવણાઈ પ્રસંગે વિવિધ સ્થળે લોકમેળા પણ યોજાતા હોઈ છે. તો વળી વર્ષોથી યોજાતા આ મેળામાં ગ્રામ્ય સંસ્કૃતિના પણ દર્શન થયા હતા. તેમજ આ ભાતીગળ લોકમેળો કુપટ ગામમાં છેલ્લા 70 વર્ષથી યોજાય છે.
આમ આ શીતળા માતાજીના મંદિરે લોકો અનોખી બાધા આખડી પુરી કરવા આવે છે. માન્યતા પુરી થતા બાળકોને મીઠાથી કે સાકરથી તોલીને માન્યતા પુરી કરે છે. સાથે સાથે આંખોમાં થતા રોગને અટકાવવા માતાજીને આંખો પણ અર્પણ કરવામાં આવે છે. ઉલ્લેખ નીય છે કે દર વર્ષે યોજાતા આ મેળામાં આસપાસના 50થી વધુ ગામના લોકો માતાજીના દર્શન કરવા આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો