અમદાવાદ માં પોતાના કાળ ને વ્હાલું કર્યું આ માતા દીકરીએ! ઘરેથી શાક લેવાનું કહી ને નીકળ્યા… કારણ ફક્ત એટલું
હાલ છેલ્લા ઘણાં સમયથી રાજ્યમાં અને દેશમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી રહી છે. તેમજ આ આપઘાતમાં મૃત્યુ પામેલ વ્યક્તિનું આપઘાત પાછળનું કારણ ઘણી વખત ખબર પડતી હોઈ છે તો વળી ઘણી વખત આપઘાત કરનાર વ્યક્તિ સાથેજ તે દબાઈ જતી હોઈ છે. હાલ એક તેવોજ આપઘાતનો મામલો સામે આવી રહ્યો છે. જેમાં એક ઘરેથી શાક લેવાનું કહીને બાળકી સાથે નીકળેલી મહિલાએ કાંકરિયા લેકમાં ઝંપલાવ્યું બંનેનું મોત નીપજ્યું.
વાત કરીએ તો આ આપઘાતની ઘટના અમદાવાદ માંથી સામે આવી રહી છે. જ્યાં શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી પરિણીતા ઘરેથી શાક લેવાનું કહીને સવારે બાળકીને સાથે લઈને ગઈ હતી. ત્યારબાદ તેણે નરોડાના કાંકરિયા તળાવમાં કૂદીને બાળકી સાથે આપઘાત કર્યો છે. પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે. જોકે હજુ સુધી આત્મહત્યાનું કારણ અકબંધ છે, પરંતુ કૌટુંબિક કંકાસની શંકા છે.
ઘટનાની વાત કરીએ તો શહેરના કૃષ્ણનગરમાં રહેતા 27 વર્ષીય ભારતીબેન મોદી તેમની 6 દીકરી જિયા સાથે શાકભાજી લેવા જવાનું કહીને નીકળ્યા હતા. નરોડામાં આવેલા કાંકરિયા તળાવ પાસે જઈને જ 11 વાગ્યાના અરસામાં ભારતીબેને તેમની દીકરી સાથે મોતની છલાંગ લગાવી હતી. જેમાં બંને માં-દીકરીના મોત થયાં છે. બનાવની જાણ થતાં નરોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. બંનેના મૃતદેહ પીએમ માટે મોકલીને પરિવારને જાણ કરવામાં આવી છે.
આમ નરોડા પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે, બનાવની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે. હાલ પ્રાથમિક તપાસમાં પારિવારિક કંકાસ હોવાની શક્યતા છે, જેને પગલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આમ હાલ છેલ્લા થોડા સમય થી અમદાવાદમાં આપઘાતની ઘટનાઓ ખુબજ વધી ગઈ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.