‘કાના યારી’ ફૅમ ના આ પાકિસ્તાની સિંગર બેઘર, પરિવાર સાથે રસ્તા પર સૂવા મજબૂર… ફેન્સે કહ્યું કે…

મિત્રો વાત કરીએ તો જેમ ટકે જાણોજ છો કે આ દુનિયામાં બધાજ લોકો પર મુશ્કેલીઓ ક્યારે અને કેવી રીતે આવી પડતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી અને ઘણી વખત તો ખુબજ ગંભીર મુશ્કેલીઓ આવી પડતી હોઈ છે જેનો સામનો કરવો પણ આકરો પડી જતો હોઈ છે. હાલ એક તેવીજ મુશ્કેલી એક સિંગર પર આવી પડી છે જેમાં પાકિસ્તાનના લોકપ્રિય સિંગર વહાબ અલી બુગતીનો હાલ પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ છે અને તેને કારણે સિંગર બેઘર થઈ ગયો છે. આવો તમને વિગતે જણાવીએ.

આમ હાલ પાકિસ્તાનમાં પૂરની પરિસ્થિતિ છે અને તેને કારણે સિંગર બેઘર થઈ ગયો છે. સો.મીડિયામાં વહાબની તસવીરો વાઇરલ થઈ છે. આ તસવીરોમાં જોઈ શકાય છે કે તે પરિવાર સાથે કેવી દયનીય સ્થિતિમાં જીવે છે. તસવીરો વાઇરલ થયા બાદ સો.મીડિયા યુઝર્સે વહાબને મદદ કરવાની અપીલ કરી હતી. વહાબે ‘કોક સ્ટૂડિયો’ પર લોકપ્રિય ગીત ‘કાના યારી’ ગાયું હતું.

આમ પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં ભારે પૂરની સ્થિતિ છે. આ પૂરમાં વહાબનું ઘર તણાઈ ગયું હતું. આ જ કારણે તે બાળકની સાથે ખુલ્લામાં જોવા મળે છે. ઘર ના હોવાને કારણે વહાબ પરિવાર સાથે રસ્તા પર આવી ગયો છે. આ સાથે વાત કરીએ તો વહાબને અસલી ઓળખ 2022માં આવેલી પાકિસ્તાની ટીવી સિરઝ ‘કોક સ્ટૂડિયો’થી મળી હતી. આ સિરીઝમાં વહાબે ‘કાના યારી’ સોંગ ગાયું હતું. આ શોમાં પર્ફોર્મ કર્યા બાદ વહાબ ચર્ચામાં આવ્યો હતો. વહાબ પોતાની યુ ટ્યૂબ ચેનલ પણ ચલાવે છે.

તેમજ વહાબની વાત કરીએ તો તે નસીરાબાદ, બલૂચિસ્તાનમાં રહે છે. તે એક બલોચી પાકિસ્તાની સિંગર છે. તેના નિકાહ થઈ ચૂક્યા છે અને દીકરો છે. દીકરાનું નામ સમીર ખાન છે. વહાબ માટે સંગીતની સફર સરળ નહોતી. તે પ્રોફેશનલ રેકોર્ડિંગ સ્ટૂડિયો જઈ નહોતો શકતો ત્યારે તેણે ટ્રેડિશનલ ઇન્સ્ટ્રૂમેન્ટ્સ વગાડવાનું શરૂ કર્યું હતું. મ્યૂઝિકની દુનિયામાં ઓળખ બનાવવા માટે વહાબે ઘણી જ મહેનત કરી છે. આમ આ વર્ષે પાકિસ્તાનમાં વરસાદે ભારે નુકસાન કર્યું છે. બલૂચિસ્તાનની સ્થિતિ સૌથી વધારે ખરાબ છે. વરસાદ ને પૂરને કારણે બલૂચિસ્તાનમાં 255 લોકોના મોત થયા અને 26 હજારથી વધુ ઘરને નુકસાન થયું છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *