જેલ મા રહી ને ભણ્યા આ પટેલ ભાઈ ! મેળવી 31 ડીગ્રી અને બહાર આવતા જ મળી સરકારી નોકરી…
જેલમાં ગયા પછી બહુ ઓછું જોવા મળે છે કે કોઈ કેદી દુનિયાની સામે કઈક કરી બતાવે. ઘણા કેદી જેલમાં એવા પણ હોય છે કે જે માત્ર ત્યાં જલસા કરે અને આરામ કરે જ્યારે અનેકો કેદી એવા પણ હોય છે કે જેલમાં રહીને પોતાનું સપનું પૂરું કરવા પાછળ મહેનત કરતા હોય છે. સપના પુરા કરવાની કોઈ ઉંમર નથી હોતી.અમદાવાદમાં આવો જ એક કેદીનો કીસ્સો સામે આવ્યો છે.
જે અમદાવાદના ભાનુભાઇ પટેલ એ જેલમાં રહીને અભ્યાસ પૂરો કર્યા અને સાથે સજાના ૮ વર્ષ દરમિયાન તેઓએ ૩૧ ડિગ્રી ઓ મેળવી.અને ત્યાર પછી તેમને સરકારી નોકરી માટેની ઓફરો પણ મળી હતી. અને નોકરીના ૫ વર્ષ સાથે સાથે તેમને ૨૩ ડીગ્રીઓ હાંસિલ કરી હતી.આજે તેઓનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડ, યુનિક વલ્ડ રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, યુનિવર્સલ રિકર્ડ ફોર્મ અને વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા માં નામ નોંધાવી ચૂક્યા છે.
ભાનુભાઇ પટેલ મૂળ ભાવનગર ના મહુવાના છે. અમદાવાદના બી.જે. મેડિકલ કોલેજ માં MBBS ની ડીગ્રી મેળવયા પછી ૧૯૯૨ માં મેડિકલ ની ડીગ્રી મેળવવા અમેરિકા ગયા હતા. ત્યા તેમનો એક મિત્ર સ્ટુડન્ટ વિઝા માટેની જોબ કરતો હતો અને તેના પગારની રકમ ભાનુભાઇ ના બેંક એકાઉ્ટમાં ટ્રાન્સફર કરતો હતો.જેનાં લીધે ભાનુભાઇ પર ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એકટ (FERA ) કાનૂની ઉલંઘન કરવાનો આરોપ લાગ્યો.અને આ રીતે તેમને ૫૦ વર્ષની ઉમરે ૧૦ વર્ષની સજા થઈ હતી.અને અમદાવાદની જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
ભાનુભાઇ એ જણાવ્યા અનુસાર જેલથી રજા મળયા પછી તેમને આંબેડકર યુનિવર્સિટી માં નોકરી માટે ની ઓફર મળી હતી. અહી ધ્યાન દેવાની વાત એ હતી કે જેલ ગયેલા વ્યક્તિને સરકારી નોકરી મળતી નથી.પરંતુ તેમની ડીગ્રીઓ ના કારણે સરકારી નોકરી માટેના ઓફરો આવતા હતા.નોકરી કર્યા સાથે ૫ વર્ષ સુધી માં તેમને ૨૩ ડીગ્રીઓ મેળવી. આમ આજ સુધીમાં તેઓએ કુલ ૫૩ ડીગ્રીઓ હાંસિલ કરી હતી.અને આ વિષય પર તેઓએ હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં પુસ્તક પણ લખી છે.
ભાનુભાઇ એ કોરોના કાળ દરમિયાનના લોકડાઉનમાં તેમને જેલના અનુભવો અને વિશ્વ સ્તરીય રેકોર્ડ મેળવવા સુધીના સફર અંગે ૩ પુસ્તકો લખ્યા હતા.જે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા માં લખ્યા હતા.જેમાં ગુજરાતી પુસ્તકનું નામ” જેલના સળિયા પાછળ ની સિદ્ધિ”, અંગ્રેજી ભાષામાં પુસ્તકનું નામ “behind bars and beyond “છે. આટલું જ નહિ ભાનુભાઇ ૧૩ મી વિધાનસભા ચૂંટણી માં પ્રિસાઇટિંગ ઓફિસર તરીકે કાર્ય કરી ચૂક્યા છે.હાલમાં તેમની ઉંમર ૬૫ વર્ષ છે અને તે અવિવાહિત છે.
નેશનલ ક્રાઇમ રીપોર્ટ બ્યુરો ની એક રિપોર્ટ અનુસાર ગુજરાતની જેલમાં અભણ કેદીઓ કરતા શિક્ષિત કેદીઓ ની સંખ્યા વધુ છે. ગ્રેજયુએટ, એન્જિનિયર, પોસ્ટ ગ્રજયુએટ આવા અનેક કેદીઓ જોવા મળે છે.ગુજરાતની જેલોમાં ૪૪૨ ગ્રેજયુએટ, ૧૫૦ ટેકનિકલ ડિગ્રી ડિપ્લોમા, ૨૧૩ પોસ્ટ ગ્રેજ્યુએટ અને ૫૧૭૯ કેદીઓ ૧૦ થી ઓછું ભણેલા જોવા મળે છે.સૌથી વધુ આરોપીઓ હત્યાના અને અપહરણ ના કેશમાં જેલ માં સજા પામી રહ્યા છે.
ગુજરાતની જેલમાં કેદીઓના અભ્યાસ માટે ઓપન યુનિવર્સિટી સાથે અનેક અભ્યાસ ક્રમ શરૂ કરવામાં આવ્યા છે.જેના લીધે કેદીઓ પોતાની છૂટી ગયેલો અભ્યાસ પૂરો કરી શકે છે.અને સાથે જ દર વર્ષે નિયમિત રીતે પરીક્ષા પણ લેવામાં આવતી હોય છે.જેમાં અનેકો કેદીઓ આ પરીક્ષામાં સામીલ થતાં હોય છે.અને પોતાના આગળ વધવાના જુસ્સાને કાયમ રાખી જીવનમાં સફળતા મેળવવા પ્રયત્ન કરે છે.