નડિયાદના આ પટેલ ખેડૂતે કેન્સર જેવી મહાબીમારીને હરાવી કરી પ્રાકૃતિક ખેતી! પેહલા હતી બે લાખના પગાર વાળી નોકરી પણ હવે નફો…
મિત્રો જો વાત કરવામાં આવે તો ભારત એક ખેતી પ્રધાન દેશ છે ભારતના ઘણા લોકો પોતાનું જીવન ખેતી પર ગુજારે છે. તેમાંથી ઘણા ખેડૂતો એટલા બુદ્ધિ વાળા અને કોઠાસુજ વાળા હોઈ છે જે એવા એવા પાકોનું વાવેતર કરતા હોઈ છે જેનું વેચાણ કરી તે દર વર્ષે લાખોની કમાણી પણ કરતા થયા છે. આ કમાણી પાછળ અને સારા પાકના વાવેતર પાછળ યોગ્ય પદ્ધતિ અને પાક વિષે સારી જાણકારી પ્રાપ્ત હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક તેવાજ ગુજરાતના એક પટેલ ખેડૂત વિષે વાત કરીશું. જેમણે કેન્સર જેવી ગંભીર બીમારીને માત આપી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં છે.
તમને જણાવીએ તો કપડવંજના આંબલીયારા ગામના 43 વર્ષીય યુવા તુષારભાઈ ગોરધનભાઈ પટેલ કેન્સર પીડિતો અને ખેડૂતો માટે મિસાલ બન્યા છે. તુષારભાઈ પટેલને ચોથા સ્ટેજનું કેન્સર હતું આમ તેઓ એક વર્ષના લાંબા સમય બાદ કેન્સરની સારવાર માંથી બહાર આવ્યા છે. તેમજ તેમના આ ઓપરેશન બાદ તેના શરીરીમાં ઘણી પ્રકારના ફેરફાર પણ જોવા મળ્યા છે. તો વળી તેમને હિંમત નો હારી અને બીમારી પહેલાની બે લાખ પગાર વળી નોકરી છોડીને પ્રાકૃતિક ખેતી તરફ વળ્યાં.
તમને જણાવીએ તો તુષારભાઈ ઇન્ટરનેટની મદદથી પ્રાકૃતિક ખેતીના વિડિયો જોઈ અને રાજયપાલ આચાર્ય દેવવ્રતનાં પુસ્તક “પ્રાકૃતિક કૃષિ” માંથી પ્રાકૃતિક ખેતીની પ્રેરણા મેળવી છે. તુષારભાઈએ ખેતી માટે વિવિધ પ્રકારે નવીનતમ અને દેશી પદ્ધતિઓ વિકસાવી છે. જેમ કે, તેમના ખેતરમાં જમીનની અંદર રહેલા અળસીયા સહિતના સજીવોને ભેજ મળે અને જમીનની ફળદ્રુપતા વધે તે હેતુથી તુષારભાઈએ તડબૂચના ખેતરના તમામ ચાસ ઉપર સળંગ મલ્ચીંગ પદ્ધતિથી ખેતી કરેલ છે.
આમ કેન્સરની બિમારી બાદ શારીરીક, માનસિક અવરોધોને અવગણીને તુષારભાઈએ પુરા આત્મવિશ્વાસથી જ તેમના પિતા અને ભાઈની મદદથી તડબુચ અને શક્કર ટેટીની પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેમજ આ તડબૂચ ઉપર કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાના છંટકાવની જગ્યાએ દેશી ગાયનુ દૂધ, દેશી ગોળ અને હળદરના મિશ્રણ તેમજ દસ પર્ણી અર્કથી બનાવેલ દવાનો છંટકાવ કરવામા આવે છે. ઉપરાંત, જમીનની ફળદ્રુપતા વધારવા ખાસ પ્રકારના બેક્ટરીયાનો ઉપયોગ કરવામા આવે છે. દેશી ગાયનું છાણ, ગૌમૂત્ર, દિવેલીનો ખોળ અને લીંબોળીના ખોળના મિશ્રણથી તૈયાર કરવામાં આવેલા જીવામૃતનાં ઉપયોગથી બેક્ટેરીયા જમીનની ફળદ્રુપતા વધારે છે અને ઉત્પાદિત થતા ફળની મીઠાશ વધારે છે.
તેમજ આ બેક્ટેરિયા માટે 4000 લીટરની કેપીસીટી ધરાવતી હવાબંધ ટાંકી બનાવેલી છે. જેમાં બેક્ટેરિયા કલ્ચર, છાશ અને દેશી ગોળની મદદથી સાત દિવસ સુધી પ્રવાહીને હલાવીને બેક્ટેરિયા તૈયાર કરવામાં આવે છે. આમ આ સાથે તુષારભાઈએ ખેતરમાં જિવામૃત માટેનો એક એરોબિક જિવામૃત પ્લાન્ટ ઊભો કર્યો છે. જેમાંથી ખેતી માટે તેઓ દરરોજ 400 લિટર જીવામૃતનો ઉપયોગ કરે છે. આ ઉપરાંત ખેતરમાં આવેલા કુવાના પાણીને સેન્ડ ફિલ્ટર-માઈક્રો ફિલ્ટર મશીન વડે શુદ્ધ કરીને ખેતી માટે વાપરવામાં આવે છે.
આમ તડબુચ અને ટેટીના નવજાત છોડને જિવાતોથી બચાવવા આખા ખેતરમાં થોડા થોડા અંતરે પીળા કાગળના સ્ટીકી ટ્રેપ પણ લગાવવામા આવ્યા છે. તેમજ આ સાથે તુષારભાઈનું માનવુ છે કે અત્યારે નાની ઉંમરે શરીરમાં થતી ઘણી બિમારીઓનું કારણ આપણા ખોરાકમાં આવતા કેમિકલ ત્તત્વો છે. પોતાના કેન્સરના અનુભવની વાત કરતા તુષારભાઈ જણાવે છે કે તેમની વોકલ કોર્ડ કેન્સરની બીમારીનું કારણ રાસાયણીક ખાતરોથી તૈયાર કરેલી આહારમા લેવાતી ખેત પેદાશો છે. પરીણામે તેમણે આ નવા જીવનને પ્રાકૃતિક ખેતી માટે સમર્પણ કર્યુ છે અને સંકલ્પ કર્યો છે કે હવેથી લોકોને ઝેરી કેમિકલ વગરના અને પોષણથી ભરપૂર ખોરાક આપવા માટે તેઓ પોતે પહેલ કરશે
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો