નડિયાદના આ પટેલ વિદ્યાર્થીએ મોટા મોટા કોલેજીયન યુવકોને હંફાવી દીધા ! કર્યો એવો આવિષ્કાર કે જૂની પડેલી સાયકલ…જાણો ખાસિયત

મિત્રો વ્યક્તિ જ્યારે જ્યારે પણ કઈંક અલગ અને નવું કાર્ય કરતો હોઈ છે ત્યારે તે તેની પાછળ ખુબજ મહેનત અને સંઘર્ષ કરતો હોઈ છે. તેવીજ રીતે હા; એક નાના બલ્કે એવું કરી બતાવ્યું કે મોટા મોટા વ્યક્તિઓને પણ શરમાઈ જાય. મિત્રો આજના સમયમાં ટેક્નોલોજીનો ખુબજ વિકાસ જોવા મળી રહ્યો છે. દેશમાં પણ ખુબજ વિકાસ અને આધુનિક સેવાઓ જોવા નમાલી છે તેવામાં વાત કરવામાં આવે તો ધોરણ 7માં ભણતાં વિદ્યાર્થીએ કોલેજીયનોને હંફાવી દે તેવા આવિષ્કારની ખોજ કરી, પોતાની સુજ, બુજ, બુદ્ધીથી ઈલેકટ્રીક સાયકલ બનાવી. આવો તમને વિગતે જણાવીએ.

જો તમને જણાવીએ તો આ કિસ્સો નડિયાદના સ્વામી વિવેકાનંદ વિદ્યાવિહારમાંથી સામે આવી રહ્યો છે જ્યાં ભણતા ઉમરેઠ તાલુકાના પણસોરા ગામના સગીરે નવા આવિષ્કારની ખોજથી બધાજ લોકોના હોશ ઉડાવી દીધા છે. આ શાળાના ધોરણ 7મા ભણતાં જીલ પટેલે કોલીજીયનોને પણ પાછા પાડી દીધા છે. આ વિદ્યાર્થીએ ઈલેક્ટ્રીક બાઈસિકલ બનાવી શાળામાં ચાલતા વિજ્ઞાન મેળામાં પોતાની કૃતિ રજૂ કરી છે. જીલ પટેલે પોતાના શિક્ષક અને આચાર્યના માર્ગદર્શન હેઠળ પોતાની સુજ, બુજ, બુદ્ધીથી એક ઈલેકટ્રીક સાયકલ બનાવી છે. પટેલ વિદ્યાર્થીએ જૂની પડેલી સાયકલને આખી નવી ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે જે ખુબજ ગર્વ લેવા જેવી બાબત છે.

જો સાયકલની વાત કરવામાં આવે તો આ સાયકલમાં મોટર તથા અન્ય વસ્તુઓ જોડી ઈલેક્ટ્રીક સાયકલ બનાવી છે. જેથી સાયકલને ક્યાંય પણ પેડલ મારવાની જરૂર જ નથી. એક્સીલેટર મારફતે તેને ચલાવી શકાય છે. આ બાઈસિકલમા જીલે 24 વોલ્ટની મોટર જોડી છે. કનેક્ટર, એક્સીલેટર, હેડલાઈટ, હોર્ન અને ઈલેકટ્રીક બ્રેક પણ લાગેલી છે. જો ચાર્જીગ ઉતરી જાય તો પણ જરાય ગભરાવવાની જરૂર નથી પેડલ મારીને આ સાયકલ ચલાવી શકાય એવી બનાવી છે. હવે જો વાત કરવામ આવે તો દિવ્યભાસ્કર સાથેની વાત ચિતમાં જીલે જણાવ્યું હતું કે, શાળાના આચાર્ય તથા મારા કોલેજમાં ભણતા એક વિદ્યાર્થીની મદદથી મેં આ ઇલેક્ટ્રિક સાયકલ બનાવી છે. તેમ મેં આ સાયકલ પાછળ 7,570 ખર્ચો કર્યો છે.

આમ આ વિદ્યાર્થીની નવી ખોજથી શાળાએ તેની આ પ્રવૃત્તિને ખાસ બિરદાવી છે. આ સાથે જો વાત કરવામાં આવે તો આ શાળાના આ ગણિત-વિજ્ઞાનના મેળામાં વિદ્યાર્થીઓ ખાસ કરીને બાળકોનુ ટેલેન્ટ જોવા જેવું હતું. એક કેજીના ભૂલકાએ નારંગી પાણીમા કેમ તરે છે અને છાલ કાઢ્યા બાદ તે ડૂબી જાય છે કેમ તે વિશે વૈજ્ઞાનિક પ્રકાશ પાડ્યો હતો. જે જોઈને સૌ કોઈના હોશ ઉડી ગયા હતા. આ અગાઉ પણ આ શાળાના અનેક વિદ્યાર્થીઓએ ભુતકાળમાં વિવિધ પ્રોજેક્ટ અંતર્ગત હાલતો, ચાલતો રોબર્ટ, પાણીમાં તરતી કાર સહિતની કૃતિઓ વિજ્ઞાન પ્રદર્શનમા મુકી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *