આ પટેલ યુવનાને બનાવી અનોખી કીટ ! જે બાઈક પર લગાવવા થી બાઈક માત્ર 15 પૈસા મા ચાલશે 1 કીમી… જો તમારી બાઈક મા પણ લગાવી હોય…

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ વ્યાજતી વિશે વાત કરીશું. જેણે શોધ કરી એક ડ્યુઅલ કીટ કોઈ પણ ટુ વ્હીલર બાઇક, એક્ટિવા, બુલેટ સહિતના વાહનોમાં સરળતાથી લગાવી શકાય છે. કીટનું કુલ વજન 10 કિલો જેટલું છે. આ કીટ એક વખત ચાર્જ કરીને વાહન ચલાવવામાં આવે તો 15 પૈસા/1 કિમિ બાઇક ચાલશે. આવો તમને વિસ્તારમાં જણાવીએ.

વાત કરીએ તો આજના મોંઘવારીના આ સમયમાં પેટ્રોલના ભાવ આસમાને પહોંચ્યા છે. તેવામાં અમદાવાદ ના એક વ્યક્તિએ કમાલનું ઇનોવેશન કર્યું છે. તેણે એક એવી કીટ તૈયાર કરી છે જે પેટ્રોલના ટુ વ્હીલરમાં લગાવવામાં આવે તો પેટ્રોલનો ખર્ચ 90 ટકા ઘટી જશે. કિટની મુખ્ય વિશેષતા એ છે કે કીટ એક વખત ચાર્જ કરીને વાહન ચલાવવામાં આવે તો 15 પૈસા/1 કિમિ બાઇક ચાલે છે. તેમની આ મહેનત જોઈને કોઈ પણ કહી ઉઠશે અદભુત ઇનોવેશન છે.

વાત કરીએ તો વિપુલ પટેલ નામના યુવાને GUSEC માં અરજી કરી હતી. જ્યાં ગુજરાત યુનિવર્સીટીના GUSEC સ્ટાર્ટઅપ અને ઇનોવેશન કરવા માંગતા યુવાઓને પ્રોત્સાહના આપે છે. જેને એપ્રુવલ મળતા જ સરકાર તરફથી ફંડ પણ પણ મળ્યું. યુનિવર્સીટી તરફથી મેનેજમેન્ટ, રાઇટ્સ, મેન્યુફેક્ચરિંગ સહિતમાં મદદ મળી. શરૂઆતમાં 4 લાખની ગ્રાન્ટ પણ મળી ગઈ. વિપુલ ભાઈ પોતે વાહનોની મોટર તથા જનરેટર બનાવવાનું કામ કરે છે.

આમ વધતા પેટ્રોલના ભાવને કારણે તેમને ઇલેક્ટ્રિક વાહન બનાવવાનો વિચાર આવ્યો હતો. તેમણે વિચાર્યુ કે પેટ્રોલથી ચાલતા વાહનને જ ઇલેક્ટ્રિક વાહનમાં કેવી રીતે ફેરવી શકાય તે વિચારીને એક કીટ તૈયાર કરી. અને તેનો આ વિચાર ખુબજ સફળ સાબિત થયો. આમ આ કીટ બનાવવામાં તેમને 1 મહિના જેટલો સમય લાગ્યો. પછી 1 વર્ષ સુધી તેમના જ વાહનમાં કીટ લગાવીને ટ્રાયલ કર્યો. આ પ્રયોગ સફળ થયો.

તેમજ વિપુલભાઈનું કહેવું છે કે આ ડ્યુઅલ કીટ કોઈ પણ ટુ વ્હીલર બાઇક, એક્ટિવા, બુલેટ સહિતના વાહનોમાં સરળતાથી લગાવી શકાય છે. કીટનું કુલ વજન 10 કિલો જેટલું છે. આ કીટ એક વખત ચાર્જ કરીને વાહન ચલાવવામાં આવે તો 15 પૈસા/1 કિમિ બાઇક ચાલશે. એક વખત બેટેરી ચાર્જ થતા 2 કલાકનો સમય લાગશે અને 80 કિમિ વાહન ચાલશે. આ કીટની બેટરી પુરી થાય તો વાહન પેટ્રોલ પર ચાલી શકે છે. આમ મહત્વનુ છે કે આ કીટ વાહનના ટાયરમાં લગાવવામાં આવે છે જ્યારે બેટરી અન્ય જગ્યાએ લાગે છે. બજારમાં વેચાણ માટે કોઈ પણ વાહન માટે કીટની કિંમત 42,000 નક્કી કરાઈ છે. કીટ માટે 3 વર્ષની વોરંટી પણ આપવામાં આવે છે. કિટની વિગત પણ તેઓએ પોતાની વેબસાઈટ www.wheelectric.in પર મૂકી છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.