અમદાવાદના આ પટેલ યુવકનું ગાયે પ્રાણ પંખેરું ઉડાવી દીધું! માતાનું હૈયાફાટ રુદન જયારે સંતાનો તો…

મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે હત્યાને લઇ વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ ઘટના સામે આવી રહી છે જેમાં યુવકનો રખડતા ઢોરે જીવ લીધો. જે બાદ તેની બે નાની છોકરીઓ એ પિતાની છત્રછાયા ગુમાવી છે. ઘરના પરિવાર પર દુઃખ નું આભ ફાટી પડ્યું. આવો તમને ઘટના વિગતે જણાવીએ.

આ અકસ્માતની ઘટના અમદાવાદ માંથી સામી આવી હતી જે થોડા દિવસો પહેલાની છે. આમ પરિવાર સાથેની વાતચીતમાં તેઓને જણાવ્યું કે ‘ભાભીને તો અમે સમજાવી દઈએ, પણ નાની દીકરીઓને અમે શું જવાબ આપીએ? જ્યારે ભાવિનભાઈનું ઓપરેશન હતું એ દિવસે બંને દીકરીને તેમના પપ્પાનું મોં જોવા બોલાવી તો તેમણે મને એવું પૂછ્યું કે કાકા, તમે મારા પપ્પાને પાછા લાવી શકશો? એ સમયે મેં કહ્યું હતું કે હા બેટા, હું પપ્પાને પાછા લાવીશ. હવે ભાવિનભાઈ નથી રહ્યા. દીકરીઓ મને કહે છે કે પહેલા તમે મારા પપ્પાને બોલાવો, પછી મારી સાથે વાત કરજો. હું શું જવાબ આપું મારી દીકરીને?’, રવિભાઈ પટેલ આટલું બોલતા જ અટકી જાય છે.

આમ અમદાવાદના નરોડામાં રહેતા પટેલ પરિવાર માટે પહેલી ઓક્ટોબરનો દિવસ કાળ બનીને ત્રાટક્યો હતો. ઘરેથી ઝેરોક્સ લઈને નીકળેલા 38 વર્ષીય યુવાન ભાવિનભાઈ પટેલ જીવતા ફરી ઘરે પાછા નહોતા ફર્યા. નરોડાના મનોહરવિલા ચાર રસ્તાથી ઘરે આવતા હતા એ વખતે એક ગાય પાછળ કેટલાક કૂતરા દોડયા હતા, જેથી ગાય સામેના રસ્તા પરથી કૂદીને તેમના તરફ આવી હતી અને ભાવિનભાઈની બાઇક સાથે અથડાઈ હતી. એને પગલે તેઓ પડી ગયા હતા અને તેમને હોસ્પિટલમાં લઈ જવાયા હતા. તેમની ખોપડીના પણ ટુકડા થઈ ગયા હતા. વાત કરીએ તો ઘટના બાદ તેમની ખોપડીના પણ ટુકડા થઈ ગયા હતા. સરળ સ્વભાવના અને સૌના લાડલા ભાવિનભાઈ પટેલનું પળવારમાં પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. ભાવિનભાઈને પત્ની નિરાલીબેન અને બે નાની દીકરી નિત્યા(13) અને રિયા(7) છે. ભાવિનભાઈ ટોરેન્ટ પાવરમાં નોકરી કરતા હતા. દિવ્ય ભાસ્કરે નરોડામાં રહેતા પટેલ પરિવારની મુલાકાત લઈ ઘરના સભ્યો સાથે વાતચીત કરી હતી.

આમ મૃતક ભાવિનભાઈના માતા અને પત્નીની આંખો સુકાતી નથી. તે બંને સતત રડ્યાં જ કરે છે. તેમના પત્ની નિરાલીબેન કઈ બોલવાની હાલતમાં જ નથી. તેમજ માતા સવિતાબેને રડતાં રડતાં કહ્યું હતું કે અમારું કુટુંબ તો ઠીક, પણ આજુબાજુ ગમે તે હોય, સ્વભાવના કારણે તે બધામાં ભળી જતો. તેને કોઈ અજાણ્યું લાગતું જ નહોતું. તેણે એ વખતે રજા લીધી હતી. 15 દિવસ પહેલાં જ મને માથામાં વાગ્યું તો 9 ટાંકા આવ્યા હતાં. મારી સ્થિતિ બરોબર નહોતી. ચક્કર આવતા હતા. તો મને સવારે ફોન કરીને કહ્યું કે મમ્મી હું તને લેવા આવું છું, પણ મેં ના પાડી. મારી તબિયત સારી નહોતી. આપણે ના કહેવું જોઈએ, પણ તે ભગવાનથી પણ વધારે હતો એમ કહું તો ચાલે. તેની બહુ જ યાદ આવશે. કહેતાં એ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડે છે.

આમ જ્યારે ભાવિનભાઈનાં ભાભી અને રવિભાઈનાં પત્ની કહે છે કે હવે જેટલા પ્રસંગ થશે એમાં તેમની યાદ અમને આવવાની જ છે, કારણ કે તેમના સિવાય અમારા ઘરમાં કોઈ પ્રસંગ જ ન થાય એમ કહીએ તો ચાલે. નાનાથી લઈ મોટા સુધી બધા જ છોકરાઓને તેમની એટલી માયા છે કે તે લોકો ભાવિનભાઈ વગર રહેતા નથી. મારી દીકરીને કોઈ પ્રોબ્લેમ હોય તો તે અમને નહીં, પણ ભાવિનભાઈને કહેતી હતી. તેમની જોડે જ રહેતી હતી. તેમની એટલી ખોટ વર્તાય છે કે એ કહેવા માટે કોઈ શબ્દો જ મારી પાસે નથી. જે દિવસે આ ઘટના બની એ દિવસે અમારા ઘરે ફંક્શન હતું. અમે બધા ભેગા હતા. ત્યારે અમે એટલી બધી મસ્તી કરી હતી કે વાત જ ના પૂછશો. અમે જમવા બેઠા હતા. તેમને ગળ્યું બહુ ભાવતું હતું તો એ વિશે મજાક કરી હતી. અમને બંનેને ફોટોગ્રાફીનો બહુ જ શોખ હતો. અમે ક્યાંય પણ જઈએ, તેઓ મારા ફોટા પાડે, હું તેમના ફોટા પાડું. તેઓ ક્યાંય પણ હોય, એમ જ કહે કે ચાલ, આપણે ફોટો પાડીએ. ચાલ, આપણે વીડિયો બનાવીએ.

આમ આ ઘટના બાદ જી ડિવિઝન ટ્રાફિક-પોલીસ સ્ટેશનના પીઆઇ કેકે બુવલ સાથે વાત કરી હતી. કેકે બુવલ આ ઘટનામાં પ્રથમ તપાસ અધિકારી હતા. તેમણે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન આ અકસ્માતનો ગુનો નથી બનતો એવું સામે આવ્યું છે. ગાય આવીને આ ભાઈને અથડાય છે એટલે આ ઘટનામાં ઢોરમાલિકની બેદરકારી સામે આવી છે. કેસને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એજે ચૌહાણે જણાવ્યું હતું કે હાલમાં અજાણ્યા શખસો સામે 304ની કલમ હેઠળ સાપરાધ માનવવધનો ગુનો નોંધવામાં આવ્યો છે, પરંતુ ઢોરમાલિક અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઢોર પાર્ટી સામે તપાસ કરીને કેસ કરવામાં આવશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *