નવસારીના આ પટેલ યુવકે એવો વરઘોડો કાઢ્યો કે આખા ગામમાં વટ પડી ગયો….જુઓ આ ખાસ વિડીઓ અને તસવીરો

તમે જાણતાજ હશો કે હાલ લગ્ન સીઝન ચાલી રહી છે તેવામાં લોકો ખુબજ ધૂમડઘામથી લગ્ન કરતા જોવા માલ્ટા હોઈ છે તો વળી આજના વારમાં સમયની જો વાત કરવામાં આવે તો આજની યુવા પેઠી પહેલા કરતા અલગ જોવા મળે છે. આજની આ પેઠીમાં દેખા દેખી અને કારણ વગરના મોંઘા ખર્ચા ખુબજ કરતા જોવા મળે છે. તેવામ હાલ એક જાન નો એવો વિડિઓ વાયરલ થઇ રહ્યો છે જે તમે ભાગ્યેજ જોયો હશે. જેમાં વરરાજો મંડપ સુધી એવા વાહનમાં પરણવા પહોંચ્યો કે તમે જોતાજ રહી જશો.

તમને ખ્યાલ જ હશે કે JCBનો ઉપયોગ ખાડા ખોદવા, તોડફોડ કરવા, વગેરેમાં થતો જોવા મળતો હોઈ છે ત્યારે નવસારીના આ વરરાજાએ ખુબજ મોટા વાહનનો પોતાના લગ્નમાં ઉપયોગ કરવાનું વિચાર્યું. અને જ્યારે વરરાજા લગ્નમંડપે પરણવા પહોંચ્યા તો કન્યાપક્ષના લોકો પણ અનોખી જાન જોઈ આશ્ચર્યમાં મુકાઈ ગયા. વિગતે માહિતી આપીએ તો ચીખલી તાલુકાના કલિયારી ગામના ધોડિયા પટેલ સમાજના કેયૂર પટેલ નામના વરરાજાની જાન એવી તો નીકળી કે રસ્તા પર કોઈની નજર ન પડે તો જ નવાઈ રહે.

સામાન્ય રીતે તો લગ્નની જાન તો કારમાં ઘોડા કે વિકટોરિયા ગાડી જોડવામાં આવતાં હોય છે, પણ આ વરરાજાએ તો જાનમાં જેસીબી જોડ્યું અને પોતે પણ એમાં જ સવાર થયો હતો. આમ જ્યારે કલિયારી ગામના વરરાજા JCBમાં સવાર થઈને પરણવા નીકળતાં રસ્તામાં જાનૈયાઓ-રાહદારીઓ વરરાજા અને તેના વાહનને જોતા રહી ગયા હતા.

તેમજ જ્યારે વરરાજા લગ્નમંડપે પહોંચ્યા ત્યારે દુલ્હનપક્ષના લોકો પણ વરરાજા અને જેસીબીને જોઈ આશ્ચર્યમાં મુકાયા હતા.હાલ આ વિડિઓ અને જાનની ચર્ચા સોશિયલ મીડિયા ઉપર ખુબજ થઇ રહી છે. તેમજ ઘણા લોકો આ અનોખી જાનના વખાણ પણ ખુબજ કરી રહયા છે. જોકે આ પહેલા પણ એક આવોજ કિસ્સો પંજાબ માંથી પણ સામે આવ્યો હતો.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *