રાજકોટમાં આ પટેલ યુવા સમાજે શરૂ કરી અનોખી બેંક ! જ્યાં તમારી ચિંતા ડિપોઝીટ કરો અને વિના મુલ્યે…
મિત્રો તમે તમારા જીવનમાં એકના એક વાર બેંકની મુલાકાત તો જરુરુ લીધીજ હશે. બૅંકમાં આપડે આપડા લાખો રૂપિયા મુકેલા હોઈ છે. જેનું કારણ છે કે ચોરી, લૂંટફાંટથી આપડા પૈસાને બચાવવા માટે બેંકથી વધુ ઉત્તમ કોઈ નથી. લોકો પોતાના દાગીના થી લઈને અન્ય મહત્વની અને ખાસ વસ્તુઓની દેખભાળ માટે બેંકમાં મુક્ત હોઈ છે. તો વળી હાલમાંજ એક અનોખી અને અલગ પ્રકારની બેંક ખુલ્લી છે જેને ચિંતા બેંક નામ આપવામાં આવ્યું છે. આવો તમને અનોખી અને અલગ બેંક વિષે વિગતે માહિતી આપીએ.
વાત કરવામાં આવે તો આ અનોખી નામની ચિતા બેંક રાજકોટમાં ખોલવામાં આવી છે. આમ અહયા જે પણ લોકો આવે છે તે પોતાની ચિંતા જમા કરાવે છે અને સાથે ચિંતા મુક્તિનું વ્યાજ લઈને જાય છે. તો વળી જ્યારે આ બેંક 8 જાન્યુઆરીના રોજ ખુલ્લી મુકવામાં આવી છે. જે પછી અત્યાર સુધીમાં આ ચિંતા બેંકમાં અનેક લોકોની ચિંતા આ બેંક દ્વારા દૂર કરવામાં આવી છે. આ ચિંતા બેંકનું સંચાલન સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સંગઠન દ્વારા કરવામાં આવે છે. તેમજ જે લોકો આ બેંકમાં પોતાની ચિંતા જમા કરાવવા આવતા હોઈ છે તે લોકો પાસેથી એક પણ પૈસો પણ લેવામાં આવતો નથી અને તેમની ચિંતા અહીં કોઈ પણ દુવિધા વગર દૂર કરવામાં આવે છે.
તેમજ આ સાથ વધુમાં જણાવ્યે તો આ અનોખી અને અલગ પ્રકારની ચિંતા નામની બેંકની સ્થાપના કરનાર વિનોદ દેસાઈએ ETV BHARAT સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ‘અગાઉ અમે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ યુવા સંગઠન ચલાવતા હતા. જેમાં અનેક પ્રશ્નો આવતા હતા પરંતુ લોકોને આ અંગેની જાગૃતિ નહોતી કે આ સંગઠનમાં સમાજના વિવિધ પ્રશ્નોની સાંભળવામાં આવે છે. જેના કારણે અમને ચિંતા બેન્ક શરૂ કરી છે. જ્યારે આ ચિંતા બેંક 8 જાન્યુઆરીના રોજ શરૂ કરવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં અનેક લોકોના પ્રશ્નોને અમે હલ કર્યો છે. આ સાથે જ ચિંતા બેંકનો મુખ્ય હેતુ એ છે કે લોકોને આપઘાત કરતા માટે અટકાવવા અને તેમના દુઃખ દર્દોને દૂર કરવા. હાલ રાજકોટમાં જ આ ચિંતા બેંકની સ્થાપના કરવામાં આવી છે. જ્યારે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ અને તાલુકા લેવલે પણ આ ચિંતા બેંકની સ્થાપના કરવામાં આવશે.’
તેમજ તમને જણાવીએ તો જ્યારે આ ચિંતા બેંકમાં હાલ 100 યુવાનો ગ્રુપ પણ કાર્ય કરી રહ્યું છે. જેની અલગ અલગ સમિતિઓ બનાવામાં આવી છે. આમ જે લોકો પોતાની ચિંતા બોલી નથી શકતા તે લોકો ઓટાની ચિંતાને એક ચિઠ્ઠીમાં લખીને આ બેંકમાં જમા કરાવતા હોય છે. તેમજ આ પેટીને અઠવાડિયામાં બે દિવસ એટલે કે સોમવારે અને ગુરુવારે ખોલવામાં આવે છે. ત્યારબાદ તેમાં જે પ્રમાણેની ચિઠ્ઠી આવી હોય તે ચિઠ્ઠીઓને વાંચવામાં અને સાંભળવામાં આવે છે અને ત્યારબાદ જે તે વ્યક્તિની ચિંતા દૂર થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે. જ્યારે જે તે વિભાગના પ્રશ્નો જેમ કે પોલીસ, સરકારી કચેરી, બેન્ક, સમાજના પ્રશ્નો આમ અલગ અલગ સમિતિ દ્વારા કામ કરવામાં આવે છે અને તે ચિંતાનો યોગ્ય ઉકેલ લાવવામાં આવે છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.