આ વ્યકિતએ એવો તે સુ જુગાડ અપનાવ્યો કે તે જોઈને બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ પ્રભાવિત થઈ ગયા.. જુવો દિલચસ્પ વીડિયો..

હાલમાં જ આનંદ મહિન્દ્રા એ તેમના ટવીટર એકાઉન્ટ પર એક વીડિયો સેર કર્યો છે જે હાલમાં બહુ જ ચર્ચામાં જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં આ વખતે આનંદ મહિન્દ્રા ના મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન એ એક એવી અજીબ ક્લિપ વાયરલ કરી છે કે જે જોઈ લોકો નવાઈ પામી રહ્યા છે.અને તેને જોઈને લોકો દંગ થઈ રહ્યા છે કે શું વાસ્તવમાં આવું પણ હોઈ શકે.બધા જોનાર લોકો વિચારમાં પડી રહ્યા છે કે અંતે આ ૭૬ વર્ષના આનંદ મહિન્દ્રા એ આ વ્યક્તિને ક્યાંથી શોધી લીધો હસે.સાથે જ આટલું નહિ આ જબરદસ્ત ક્લિપ જોઈને જાણીતા બિઝનેસમેન અને સારા વ્યાપારી આનંદ મહિન્દ્રા એ KBC ની સ્ટાઈલ માં સવાલ પણ પૂછ્યો છે કે જેનો જવાબ આપવા માટે લોકો વિચારમાં પડી ગયા છે.


આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઇ શકાય છે કે એક વ્યક્તિએ પોતાના ઘરના વિશાળ દરવાજા ની સાથે જૂની અલ્ટો કાર ને એવી શાનદાર રીતે જોડી દેવામાં આવી છે કે જોનાર દરેક વ્યક્તિ દંગ થઈ જાય છે.પહેલીવાર જોવામાં આવે તો કોઈ વ્યક્તિ અલ્ટો કારને દરવાજાની વચ્ચે પાર્ક કરીને જતો રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.પરંતુ તે આંખોનો ભ્રમ છે વાસ્તવમાં તે દરવાજા માં જ કાર ફીટ કરવામાં આવી છે અને દરવાજાનો જ એક ભાગ આ કાર છે.એટલે કે વ્યક્તિએ કારનો અડધો ભાગ ગેટ સાથે જોડીને કારનો દરવાજા તરીકે ઉપયોગ કર્યો છે.તે કારનો દરવાજો ખોલે છે અને પછી એક બાજુથી બીજી તરફ આવીને બતાવે છે.

વ્યક્તિ બહારથી અંદર આવવા માટે કારનો દરવાજો ખોલી ને અંદર આવી જાય છે ત્યારે લોકોને સમજમાં આવી જાય છે કે આ એક દરવાજો છે.જેમાં કારની ડીઝાઇન કરવામાં આવી છે અને કારનો દરવાજો જ એક દરવાજા તરીકે ઉપયોગમાં લેવાનો છે.આ વ્યક્તિના દિમાગને લોકો સલામ કરી રહ્યા છે કે શું મગજ વાપર્યો છે .આવું તો માત્ર કોઈ અલગ અલગ તરકીબ અજમાવતો વ્યક્તિ જ કરી સકે છે.આનંદ મહિન્દ્રા દ્વારા વીડિયોમાં કેપશ્મમાં આ પ્રશ્નો લખવામાં આવ્યા છે કે આ વ્યક્તિ.૧- એક સારો કાર પ્રેમી,૨- એક અંતર્મુખી વ્યક્તિ , કે જે નથી ઈચ્છતું કે કોઈ તેમના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરે. ૩- રમુજી તરીકેનો મહાન સમજ ધરાવનાર વ્યક્તિ કે જેનું જ્ઞાન કઈક વધારે છે. ૪- ઉપરના તમામ.

આ વિડિયોને આનંદ મહિન્દ્રા એ શુક્રવારે ૧૯ ઓગષ્ટ ના રોજ શેર કર્યો છે.અને સાથે કેપષન માં ૪ પ્રશ્નો પણ પૂછ્યા છે.જેના જવાબો પબ્લિક પોતાના આધારે અલગ અલગ પ્રકાર ના આપી રહી છે.આ અજબ ગજબ જબરદસ્ત જુગડું વીડિયોને અત્યાર સુધીમાં ૧૨ હજાર થી વધુ લોકોએ જોઈ લીધો છે અને ૮૦૦ થી વધુ લાઈકો પણ મળી છે.આ વીડિયોને જોઈ લોકો અનેકો પ્રકારની પ્રતિકિર્યા આપી રહ્યા છે.જેમાં ઘણા યુઝર્સ એ લખ્યું કે આ વ્યક્તિ તો બહુ જ મોટો જુગાડ કરનાર નીકળ્યો.અને ઘણા લોકો એ લખ્યું છે કે અમે પહેલા આવું કયારેય નથી જોયું.અનેક લોકો તો આ અંગે ચોથા વિકલ્પ ને પસંદ કરી પ્રતિકિયા આપી રહ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.