આ વ્યક્તિ ગાયના ગોબર માંથી ઈટો, સિમેન્ટ અને પેઈન્ટ બનાવીને વર્ષનાં કમાઈ છે ૫૦ લાખ ! …જાણો તેમની સફળતા વિષે

આજના સમય માં કોણ ઈચ્છતું નથી કે પોતાનું એક સારું ઘર હોઈ મોટું ફળિયું હોઈ અને એક સારી નોકરી હોઇ. આબધુજ કરવા માટે ખુબજ મહેનત અને સંઘર્ષ કરવો પડતો હોઈ છે રહી વાત ઘરની તો આજના સમયમાં ઘર બનાવવું એ ખુબજ ખર્ચાળ અને સમય માંગે તેવી બાબત છે છતાં લોકો બેંક  માંથી લોન લઈને પણ ઘર બનાવતા હોઈ છે. સામાન્ય રીતે તમે જોયું હશે કે મકાન એ સિમેન્ટ,રેતી અને ઈટોથી બનતું હોઈ છે તેમજ ઈટ ની વાત કરીએ તો તે માટી માંથી બનાવવામાં આવે છે જે ખુબજ મજબુત બને છે. પરંતુ તમે ક્યારેય ગોબર માંથી ઈટો, સિમેન્ટ, અને પેઈન્ટ બનતા જોયા છે જેને ઇકો ફ્રેન્ડલી કહેવામાં આવે છે. આવો તમને તેના વિષે રૂબરૂ કરાવ્યે.

ગાયના ગોબરથી ઈટો, સિમેન્ટ, અને પેઈન્ટનું નિર્માણ જાણી તમે ખુબજ આશ્ચર્યચકિત થઇ ગયા હશો. પરંતુ દેશમાં આ પ્રકારની પહેલ શરુ થઇ ગઈ છે ગોબરની ઈટો અને સિમેન્ટ થી પાકા મકાનોની જેમ ઘર પણ બની રહ્યા છે. અને તેની દીવાલ પણ રંગાઈ રહી છે. તેમજ અનોખી વાત તો એ છે કે શહેરોમાં પણ હવે બધા લોકો ઇકો ફ્રેન્ડલી ઘરનું નિર્માણ કરી રહ્યા છે.

વાત કરીએ તો હરિયાણા રોહતકનાં રહેવાસી ડો.શિવ શિવ દર્શન મલિક છેલ્લા ૫ વર્ષથી ગાયના ગોબર થી ઈટો, સિમેન્ટ તેમજ પેઈન્ટ નું નિર્માણ કરે છે તેમજ ૧૦૦ થી વધુ લોકો ને તેમણે ઈટો વગરે બનાવવાની ટ્રેનીંગ પણ આપેલી છે તેઓ હાલ ઓનલાઈન અને ઓફલાઈન તેમ બંન્ને રીતે તેમના પ્રોડક્ટ નું વેચાણ કરે છે અને વર્ષનાં રૂપિયા ૫૦ થી ૬૦ લાખનું ટર્નઓવર કરે છે. શિવ દર્શનનો અભ્યાસ ગામમાં થયો હતો તેમના પિતાજી ની વાત કર્યે તો તે ખેતી કરતા એટલે કે ખેડૂત હતા. તેમનું ગ્રેજ્યુએશન રોહતકમાં તેમજ ત્યાજ તેમણે માસ્ટર્સ અને પીએચડીની ડીગ્રી લીધી. પછી તે એક કોલેજમાં ભણાવતા હતા અને તે નોકરી છોડીને તેણે રીસર્ચ કરવાનું વિચાર્યું. આથી તેમણે નક્કી કર્યું કે ગામનો વિકાસ કરવો છે અને આર્થીક રીતે સદ્ધર બનાવવું છે અને અહીજ રોજગારી પણ મળી રહે તેવું કરવું છે.

ત્યાર પછી તેઓને અમેરિકા અને ઇંગ્લેન્ડ માં ઇકો ફ્રેન્ડલી ઘર જોઈ વિચાર આવ્ય કે ગામમાં પણ આવા ઇકો ફ્રેન્ડલી ઘર હોવા જોઈ એ અને ત્યાર બાદ તેઓએ દિલ્હીના IIT એક પ્રોજેક્ટ વેસ્ટ તું હેલ્થ સાથે જોડાઈ ગયા. થોડા વર્ષ સુધી તેમણે ત્યાં કામ કર્યું અને પછી ૨૦૦૪માં તેમણે વલ્ડબેંક અને એક વર્ષ પછી એટલેકે ૨૦૦૫માં UNDP નાં એક પ્રોજેક્ટની સાથે રીન્યુએબલ એનર્જી લઈને કામ કર્યું. આ દરમિયાન શિવ દર્શન ને અમેરિકા જવાનો મોકો મળ્યો ત્યાં તે જોવે છે ખુબજ પૈસા વાળા અને ભણેલા ગણેલા લોકો ઈટો અને સિમેન્ટ થી બનેલા ઘરમાં નહિ બલકે ઇકો ફ્રેન્ડલી ઘરમાં રહેવાનું પસંદ કરે છે. કારણકે આ ઘર શિયાળામાં અંદર થી ગરમ રહે છે ભાંગના પાંદડાઓને ચૂનાની સાથે મિક્સ કરીને ઘર બનાવે છે.

આપણે નાનપણથી જોયું છે કે, ગામડામાં ઘરની લીપાઈ માટે ગોબર નો ઉપયોગ કરે છે તેના લીધે ઉનાળામાં ઘરનું વાતાવરણ અનુકુળ રહે છે. ન તો ગરમી વધુ લાગે કે નો તો ઠંડી. આમ ઘણી રીસર્ચ કર્યા બાદ શી દર્શને ૨૦૧૫થી ૧૬ માં પ્રોફેશનલ લેવલ પર કામ શરુ કર્યું સોંથી પહેલા તેમણે ગોબર માંથી સિમેન્ટ તૈયાર કરી પછી પોતે ઉપયોગ કાર્યોં અને ગામના લોકો ને ઉપયોગ કરવા માટે આપી બધાજ નો સારો પ્રતિસાદ આવ્યો ત્યાર પછી નક્કી કર્યું કે આ કામને આગળ વધારવામાં આવે. ત્યાર પછી અમે vedicplaster.com નામથી એક વેબસાઇત તૈયાર કરી તેના દ્વારા અમે પ્રોડક્ટનું વેચાણ કરવા લાગ્યા આમ ધીરે ધીરે ઘણી જગ્યાએ અમારા ટ્રેનીંગ સેન્ટર પણ ખુલવા લાગ્યા એ પછી તેઓનો બીઝનેસ ખુબજ મોટો થય ગયો દુર દુર નાં રાજ્યો માંથી મોટા મોટા ઓર્ડર આવવા લાગ્યા.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *