અમદાવાદના આ વ્યક્તિ કે જેનો પગાર પોણા બે લાખ રૂપિયા હોવા છતાં સાઈકલ લઈને ફરે છે…તેમની કહાની જાણી તમે પણ ચોકી જશો…
જેમ તમે જાણોજ છો કે ઘણા લોકો તેમના જીવનમાં ખુબુજ આગળ વધી જતા હોઈ છે અને તેનું ભૂતકાળ તે હમેશા માટે ભૂલી જતા હોઈ છે. પણ અમુક લોકો એવા પણ હોઈ છે જ ખુબજ અગાળ વધી ગયા હોવા છતાં પણ તેની શાલીનતા અને સેવા ભાવ નથી છોડતા. તેવુજ એક ઉત્તમ ઉદાહરણ અમૃતભાઈ પટેલ વિષે તમને જણાવીશું.
તમેં આ વાત જાણીને ચોકી જશો જે વ્યક્તિનો પગાર દર મહિને પોણા બે લાખ રૂપિયા છે છતાં તે હજી સાઈકલ લઈને ફરે છે અને એક સાદું અને સામાન્ય જીવન જીવી રહ્યા છે. અને તેના પગારનો મોટા ભાગનો હિસ્સો સ્ટુડન્ટ ને મદદ થવા ખર્ચી નાખે છે. અને સાથે તેમના પત્ની પણ ઘરે સીવણ કામ કરીને ઘરે પૈસા ભેગા કરે છે જેથી વધુને વધુ રૂપિયા સેવા કાર્યમાં વાપરી શકાય. તેમની નોકરી અને રહેઠાણ વિષે વાત કરીએતો માંડલ તાલુકાના નાના ઉભરા ગામના વતની અને હાલ અમદાવાદના નિકોલમાં રહેતા અમૃતભાઈ રેલવેમાં પાઈલોટની નોકરી કરે છે. તેમનો મહીનાનો અંદાજે પગાર ૧,૭૫,૦૦૦/- છે.
આમ આટલો ઉંચો પગાર છતાં તેમનું સાદગીભર્યું જીવન માન્યામાં ન આવે એવું છે. તેઓ છેલ્લા ૩૩વર્ષથી પોતાના પગારની મોટાભાગની આવક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓના અભ્યાસ માટે આપી દે છે. વધુ વિદ્યાર્થીઓને મદદ કરી શકાય એટલે પોતાના અંગત ખર્ચાઓ પર કાપ મૂકીને તેમજ સાદગીપૂર્ણ જીવન જીવીને બીજા માટે બચત કરે છે. પોણા બે લાખનો માસિક પગાર હોવા છતાં ઘરથી 8 કિમી દૂર ઓફિસ જવા-આવવા માટે કાયમ સાયકલનો ઉપયોગ કરે છે. પોસાય એમ હોવા છતાં પણ ફોર વ્હીલર લીધી નથી જેથી બચેલી રકમનો ઉપયોગ વધુ વિદ્યાર્થીઓના અભ્યાસ માટે કરી શકાય.
તેમજ અમૃતભાઈ અત્યાર સુધી ઘણા બાળકોની નાત જાત જોયા વગર અનેક જરૂરિયાતમંદ તેજસ્વી વિદ્યાર્થીઓને લાખો રૂપિયાની મદદ કરી છે. એમની મદદથી કોઈ ડોક્ટર થયા છે તો કોઈ એન્જિનિયર થયા છે. કોઈને લેપટોપ લઈ આપ્યા છે તો કોઈની ભણવાની ફી ભરી આપી છે. પોતાના માટે ઓછું અને બીજાના માટે વધુ જીવતા આ મુઠ્ઠી ઉંચેરા માણસને વંદન. તો વળી કોઈને ભણવા માટે દેશની બહાર પણ મોકલ્યા છે તો વળી કોઈને પોતાના ઘરે રાખીને પણ ભણાવ્યા છે.
તેમજ વાત કરીએ તો અમૃતભાઈ પટેલના ધર્મપત્ની તરુલતાબેન પણ પતિના આ સેવાકીય કાર્યમાં પૂરતો સહયોગ આપે છે. ઘરખર્ચ માટે પતિના પગારનો ઓછો ઉપયોગ કરવો પડે એટલે તરુલતાબેન સિલાઈ કામ કરીને થોડી કમાણી કરે જેથી પગારની આવક બચાવી શકાય. અમૃતભાઈ અને તરૂલતાબેનના બંને સંતાનો પણ ડાહ્યા અને હોંશિયાર છે. દીકરી એમએસસી એગ્રીનો અભ્યાસ કરીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થઈ છે.
અમૃતભાઈએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પિતા હીરાભાઈ નાના ઉભરાથી માઈગ્રેટથી હીરાપુરા ગયા ત્યાંથી માઈગ્રેટ થઈને ઝાલાસર ગયા હતા. તે સમયે ૧૯૮૩માં મારા પિતાનો માસિક પગાર રૂ. ૧૭૫ હતો. મારો વિદ્યાનગરનો ખર્ચ માસિક ૬૦૦ હતો. મારા પિતાની સ્થિતિ નબળી હતી, ત્યારે મારા આજુબાજુના ભણતા હતા અને સર્વિસ કરતા હતા તેમણે ફંડફાળો એકઠો કરી મને ભણવામાં મદદરૂપ બન્યા હતા. એમના કારણે આ સ્થાને પહોંચી શક્યો છું. સમાજ ગરીબ વ્યક્તિને મદદ કરે તો મારી જેમ ઘણાબધા લોકો આગળ આવી શકે અને સમાજને મદદરૂપ બની શકે છે.સમાજ પાસે ઋણ લીધું હોય તો સમાજને અદા કરવું જોઈએ.