ગુજરાતના સિદ્ધપુરના આ વ્યક્તિ પાસે છે અનોખી આવડત! ભાગલા સમયે લસ્સીની લારીથી શરૂઆત કરી હતી હવે છે મોટી…અમિતાભ બચ્ચન પણ
આ દુનિયામાં કોઈપણ કામ નાનું હોતું નથી જો તેની પાછળ પુરતી મહેનત અને સંઘર્ષથી કામ કરવાનું આવે તો એક દીવસ તે કામમાં જરુરુ સફળતા પ્રાપ્ત થતી હોઈ છે. આજે અમે તમને એક તેવીજ સફળતાની કહાની વિષે જણાવીશું. વાત કરીએ તો ઘણી વખત બાપ દાદાના વખતનો ધંધો આજે ખુબજ પ્રસિદ્ધ થઇ જતો હોઈ છે. જેની પાછળ ખુબજ સંઘર્ષ અને અને મહેનત જોવા મળતી હોઈ છે. તેવીજ આજે તામને સિદ્ધપુરની ફેમસ લાલુમલ લસ્સી વિષે જણાવીશું. જેનો સ્વાદ અમિતાભ બચ્ચનથી લઈને મોટા મોટા મહાનુભાવો માણી ચુક્યા છે.
વાત કરીએ તો જ્યારે ભારત આને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા ત્યારે ઘણા લોકોને પોતાના વતનથી બીજી જગ્યાએ હિજરત કરવાની ફરજ પડી હતી. આ હિજરતના કારણે તેમની રોજગારી, જમીન, માલ મિલકત બધું જ છીનવાઈ પણ ગયું હતું જે ખુબજ કપરો સમય બાની ગયો હતો. તેવામાં ઘણા લોકોએ પોતાની સુરક્ષા માટે પાકિસ્તાનમાંથી વર્ષો જૂની પોતાની માલ મિલકત છોડી ભારત આવીને રેફ્યુજી કેમ્પમાં શરણ લીધું હતું અને તે કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો. આમ ત્યારે લાલુમલભાઈ પણ આવા જ લોકોમાંના એક હતા. પાકિસ્તાનના સિંધ પ્રાંતના શહિદે આઝમ ગામમાંથી હિજરત કરી તેઓ સૌપ્રથમ અજમેર રેફ્યુજી કેમ્પમાં સહપરિવાર આવ્યા ત્યારબાદ ત્યાંથી તેઓ ગુજરાતના સિદ્ધપુરમાં આવીને વસ્યા.
આમ તેઓ પુરા પરિવારને લઈને આવીને તો તેઓ વસી ગયા પણ રોજગારી માટે શું કરવું ? તે તેના માટે એક મોટો સવાલ બની ગયો હતો કારણ કે રોજગાર વગર પરિવારનું ભરણ પોષણ નો થઇ શકે. આને ત્યારેજ તેમને પોતાના બાપ દાદાની એક આવડત જેઓ સિંધમાંથી તેમની સાથે લઈને આવ્યા હતા તે દ્વારા શરૂઆતમાં પેડા તથા માવાની લારી તેમણે શરુ કરી. સિદ્ધપુરમાં ન ફાવતા તેઓ વડનગર ગયા ત્યાંથી અમદાવાદ પણ ગયા અને ફરી પાછા સિદ્ધપુર પરત ફર્યા પણ આ વખતે તેઓ ફક્ત પેડા કે માવાની આઈટમ સાથે પરત નહોતા ફર્યા પરંતુ લસ્સીની એક એવી રેસિપી પોતે જાતે શીખીને આવ્યા હતા કે જેને તેમના સમગ્ર પરિવારની જિંદગી બદલી નાખી.
સિદ્ધપૂરમાં આવ્યા બાદ તેઓએ સૌપ્રથમ લસ્સીની લારી શરુ કરી અને જોત જોતામાં તો તેમની લસ્સી ખુબ જ પ્રસિદ્ધ થઇ ગઈ અને તે કારણે જ તેમણે એક દુકાન પણ ખરીદી લીધી અને પોતાના આ વ્યવસાયને આગળ ધપાવ્યો. આજે સિદ્ધપુરના સિવિલ હોસ્પિટલ રોડ, રામજીપુર આંબાવાડી વિસ્તારમાં આવેલ આ દુકાનમાં લાલુમલભાઈની ત્રીજી પેઢી લસ્સીનો વ્યવસાય સંભાળી રહી છે. અને તેની શરૂઆત લાલુમલભાઈ દ્વારા જ થઇ હોવાથી તે દુકાનને લાલુમલની લસ્સીના નામે જ ઓળખવામાં આવે છે. તેમજ તમને જણાવીએ તો આ લસ્સીનો સ્વાદ અમિતાભ બચ્ચનથી લઈને ઘણા મહાનુભાવો પણ માણી ચુક્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો