આ વ્યક્તિ પાન વેચી કમાઈ છે કરોડો રૂપિયા,અંબાણી થી લઇને ફિલ્મી સિતારાઓ પણ ઉત્સાહથી ખાય છે…જાણો તેમનું સફળતાનું કારણ
જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું. જેની પાસે અંબાણીથી લઈ અમિતાભ બચ્ચન જેવા લોકો તેનું પાન ખાવા માટે આવે છે. તેનું પાન ખુબજ અલગ અને સ્વાદિષ્ટ તેમજ સેલિબ્રિટીઓ માટે ખાસ હોઈ છે. આવી તમને તેની સફળતાની કાહાની વિશે વાત કરીશું.
વાત કરીએ તો પાનવાળાની જેની સફર તો ધીમી શરૂ થઇ પરંતુ આજે તે 100 કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. આમ દિલ્હીમાં રહેતા યશ ટેકવાની પાનની દુકાન ચલાવે છે અને આ પાનના ધંધામાં તેમનું વાર્ષિક ટર્ન ઓવર 100 કરોડ જેટલું છે, માન્યામાં ના આવે એવી વાત છે ને? મનમાં ચોક્કસ પ્રશ્ન થાય કે કોઇ સામાન્ય પાન વેચીને કેવી રીતે કરોડોનું ટર્નઓવર કરી શકે છે? પરંતુ આ હકીકત છે. યશ ટેકવાની આજે પાનના વ્યવસાયમાં જ કરોડોનો કારોબાર કરે છે. તો ચાલો તમને વિગતે જણાવીએ.
યશ ટેકવાનીની પાનની દુકાન એટલી પ્રખ્યાત છે કે તેમની દુકાનનું પાન મોટા ઉધોગપતિઓથી લઇને ફ઼િલ્મી સિતારાઓ પણ ઉત્સાહથી ખાય છે, અને ખાઇને તેના વખાણ પણ કરે છે. અમિતાભ બચ્ચન હોય કે બોલીવુડના ત્રણય ખાન તેમના પાનના ચાહક છે, મુકેશ અંબાણીએ પણ આ દુકાનના પાનનો સ્વાદ માણ્યો છે. તેમજ વાત કરીએ તો 1965માં યશના પિતા ભગવાન દાસે દિલ્હીમાં એક પાનની દુકાન શરૂ કરી હતી, યશ ટેકવાનીએ પોતાની મહેનત અને આવડતથી પોતાના ધંધાને એક નવું રૂપ આપ્યું જેના કારણે આજે તેમનું પાન દેશમાં જ નહિ વિદેશોમાં પણ એટલું જ પ્રખ્યાત છે. આજે યશ પાસે 7 દુકાન છે જેમાં બે દુકાન તો થાઈલેન્ડમાં જ આવેલી છે સાથે હવે તે લંડનમાં પણ પાનની દુકાન શરૂ કરવાનું વિચારી રહ્યા છે.
યશનો આખો પરિવાર આ પાનના ધંધામાં જોડાયેલો છે તેમના મત પ્રમાણે પાન વેચવું કોઇ સામાન્ય કામ નથી હોતું. યશ પોતાની જાતને પાન બનાવવામાં માસ્ટર માને છે, તેમની દુકાન ઉપર 12 પ્રકારના પાન વેચવામાં આવે છે. જની કિંમત 30 રૂપિયાથી લઇને 5000 સુધીની છે. યશની દુકાનમાં મહિલાઓ માટે ખાસ બનાવવામાં આવતું ચોકલેટ પાન, કેટરીના પાન અને કરીના પાન સૌથી પ્રખ્યાત છે. યશે પોતાની દુકાનની અંદર દેશના પ્રખ્યાત લોકોને પાન ખવડાવતા કોટા પણ ટીંગાવી રાખ્યા છે.
આમ બસ તમારી મહેનત અને લગન તમારા કામને સફળતાનાં રસ્તા ઉપર ચોક્કસ લઇ જાય છે, યશ ટેકવાની જો સામાન્ય પાનની દુકાનના ધંધાને જો કરોડમાં ફેરવી શકતો હોય તો બીજા ઘણા એવા વ્યવસાયો છે જેને તમે તમારી આવડત દ્વારા સફળતાનાં શિખર ઉપર લઇ જઇ શકો છો.