સામાન્ય માણાસ ની જેમ સાઈકલ લઈને ફરતા આ વ્યક્તિ કોઈ જેવા તેવા માણસ નથી ! 10 હજાર કરોડ ના માલિક છે અને સુરત ના…

એ વાત ખોટી નથી કે  જેની પાસે કાઈ પણ નથી હોતું તેની પાસે ઢગલો રૂપિયા અને સંપતિ હોઈ તો તેનામાં તે પૈસો અને સંપતિનો ઘમંડ આવી જતો હોઈ છે તે પોતાનો પૈસા નો અભિમાન કરી કરી ને ખુબજ ખુશ થતો હોઈ છે અને હવામાં ઉડવા લાગે છે આજના સમય માં ખુબજ ઓછા એવા લોકો જોવા મળે છે કે જેમની પાસે રૂપિયા તો હોઈ પરંતુ તે તેમના સંસ્કાર નથી ભૂલ્યા. એક તેવાજ વૃદ્ધ ની મુલાકાત આજે તમને કારાવશું.

કાઠીયાવાડી નાં ખમીરવંતા અને માયાળુ  ઉદ્યોગપતિ અને દુધાળા ગામના વતની ગોવિંદભાઈ ધોળકિયા. જે નાનામાં નાના માણસ ની ચિંતા કરે છે અને તેવા લોકોની ખુબજ સેવા કરી રહ્યા છે તેમજ  અંદાજે લગભગ ૧૦ હજાર કરોડ રૂપિયાના માલિક બની ગયા હોવા છતાં ગોવિંદભાઈ તેમની સાદગી માટે જાણીતા છે તેમની સાદગી એ સૌકોઇના દિલ જીતી લીધા છે. હાલ થોડા સમય પહેલાજ તેમની સાદગીના દર્શન થતા જોવા મળી રહ્યા છે.

હાલમાં તે પોતાના વતન અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામની મુલાકાત લીધી હતી જ્યાં બાળપણ વીત્યું હતુ એ ગામની શેરીઓ જોતાજ તે રોમાંચિત થઇ ગયા હતા. સુરત થી તે પોતે તેની લાક્ઝુરીસ કાર રોલ્સરોય માં બેસીને આવ્યા હતા પરંતુ ગામની અંદર પોતે સાઈકલ લઈને શેરીમાં ફરવા લાગ્યા અને બાળપણ ની પોતાની યાદોને તાજા કરી હતી જે જોઈ ગામના લોકો પણ આશ્ચર્યચકિત થઇ ગયા હતા કે હજારો કરોડો નાં માલિક સાઈકલ પર નીકળી પડ્યા. જે જોઈ ગામના લોકો તેની સાદગીના પણ વખાણ કરી રહ્યા હતા.

ગોવિંદભાઈ ૧૩ વર્ષની ઉમરે સુરત હીરા ઘસવા આવેલા અને આજે તેની પોતાની શ્રીરામકૃષ્ણ એક્સપોર્ટ કંપની કરોડોનું ટર્નઓવર ધરાવે છે અને અનેક દેશોમાં ડાયમંડ ની નિકાસ કરે છે આ કારકિર્દી હાંસિલ કરવા માટે ગોવિંદભાઈએ ખુબજ મહેનત અને સંઘર્ષ કર્યો છે હાલ તેમનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું અને ઓપરેશન સફળ થતા. ગોવિંદભાઈએ તે હોસ્પિટલને ૧ કરોડ નું દાન આપ્યું હતું અને ત્યાના ૧૫૦૦ કર્મચારીઓ ને બે બે હજાર રૂપિયા આપ્યા હતા. આમ તે તેમની સાદગી અને સેવા કર્યો માટે ખુબજ જાણીતા બન્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.