આ વ્યક્તિ એટલો ઉપર ગયો કે તેના મહેનત નું ફળ હાંસિલ કરી ને જ રહ્યો અને અંતમાં આ ફળ… જુવો વિડીયો

દરેક લોકોના જીવનમાં ઉતાર ચડાવ આવતા હોય છે. લોકોનું જીવન સિક્કાની બે બાજુ જેવું છે ક્યારેક સુખ હોય છે તો ક્યારેક દુઃખ આવે છે. આમ જ જીવન ચાલતું રહે છે.ઘણીવાર તો સમજમાં નથી આવતું કે જીવન આપણી પાસે શું માંગે છે. કે જીવન આપણને કંઈ દિશામાં મોકલવા માંગે છે. જીવન માં અનેક ઉતાર ચડાવ આવતા હોય છે જેમાં ઘણા લોકો હંમેશા ઊંચાઈ પર પહોંચી જવા માટે બહુ જ મહેનત કરતા હોય છે અને તેઓ પોતાના ફળ સુધી પહોંચવા સખત પ્રયત્ન કરતા જોવા મળે છે.કહેવાય છે કે તું આગળ વધતો જા ફલની ચિંતા ના કર. તારી મહેનત ના કારણે તને ફળ અવશ્ય મળશે.આવું જ કઈક આજના વીડિયોમાં જોવા મળશે જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોની ક્લિપ ટ્વીટર પર IAS ઓફિસર દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં વ્યક્તિને તેના પરિણામ પાસે પહોંચવાની ઝનુન નું એક સરસ ઉદાહરણ પૂરું પાડયું છે. ઓફિસરે કેપશન માં લખ્યું છે કે જિંદગી પણ કઈક આવી જ છે. બસ આગળ વધતા રહો,ફળ અવશ્ય મળશે. જી હા જો તમે પણ જીવનમા આવતા ઉતાર ચઢાવ થી નિરાશ થઈ બેસી જશો તો જીવન માં કોઈ મુકામ હાંસિલ નહિ કરી શકો.આમ પરિસ્થિતિ થી ગભરાઈ ને વચ્ચે ઊભા રહેવાના બદલે હંમેશા આગળ વધતા રહો તમને તમારી મંજિલ અવશ્ય મળશે.એક દિવસ એવો જરૂર આવશે જ્યારે તમે તમારા મુકામ સુધી પહોંચી જશો.

 

વાયરલ થઈ રહેલો આ વીડિયો ૪૦ સેકન્ડ નો છે.જેમાં એક વ્યક્તિ કોઈ ઉપકરણ નો ઉપયોગ કરયા વગર નાળિયેર ના ઝાડ પર ચડી રહેલો જોવા મળે છે. આ ઝાડ એટલું ઊંચાઈ પર છે કે તેના ફળ અને જમીનની વચ્ચે બહુ જ જગ્યા જોવા મળે છે. આમ છતા વ્યક્તિ ફળ ને મેળવવા માટે ફળની તરફ જોઈ ઉપર ચડી રહેલો છે.અને થોડી જ ક્ષણોમાં તે ફળ સુધી પહોંચી જાય છે.ત્યાર પછી તે એક એક નાળિયેર તોડી નીચે નાખે છે. બસ આજ બાબતને લોકોએ પોતાના જીવન સાથે જોડવાની જરૂર છે.મતલબ કે ફળ સુધી પહોંચવા માટે મહેનત કરતા રહેવું ખૂબ જરૂરી છે.

 

આ વીડિયો IAS ઓફિસર @iaspremprkash એ રવિવાર ના રોજ શેર કર્યો છે. તેમણે કેપશન માં લખ્યું છે કે,જિંદગી પણ કઈક આવી જ છે. બસ આગળ વધતા રહો,ફળ અવશ્ય મળશે. અત્યાર સુધીમાં આ વીડિયોને ૮૬ હજાર લોકોએ જોયો છે.અને ટ્વીટર મા સાડા ચાર હજાર લોકોએ લાઈક પણ કર્યો છે. સાથે જ અનેક લોકો એ પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.જેમાં એક વ્યક્તિએ લખ્યું છે કે સાહસી અને આત્મવિશ્વાસ થી ભરેલો. જ્યારે અન્ય એ લખ્યું છે કે જિંદગી બહુ વધુ ઊંચાઈ પર નથી સર . ત્યા જ અનય લોકો એ લખ્યું કે અમે આને અમારી જિંદગી સાથે જોડીને જોઈ સકયે છીએ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *