એક સમયે કોન્સ્ટેબલ ની નોકરી કરનાર આ વ્યક્તિ આજે છે IPS ઓફિસર ! જીવન મા એવો સંઘર્ષ કર્યો કે..

દરેક અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓના મગજમાં કોલેજ કર્યા પછી નોકરી મેળવવાનું જ સપનું જોવા લાગતા હોય છે.અને સારી નોકરી મેળવવા માટે જ દરેક લોકો અભ્યાસ કરતા હોય છે કે જેથી તેઓ સારા પદ પર રહીને સારો પગાર મેળવી પોતાના સપના પુરા કરી સકે અને એક સારું ભવિષ્ય બનાવી સકે.આજ કારણે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે કે કોઈ કોર્ષ કરતા જોવા મળે છે.

દરેક બાળકના માતા પિતા પણ તેમના બાળકના સારા ભવિષ્ય માટે જ તેમને અભ્યાસ કરવા મોકલતા હોય છે.અને બાળકના મત અનુસાર જ તેમને અભ્યાસ કરાવતા હોય છે કે જેથી બાળકો તેની ઈચ્છા મુજબનો અભ્યાસ કરી સારા મુકામ સુધી પહોંચી સકે.આવી જ કઈક સંઘર્ષની કહાની આજે આપને જોવા જઈ રહ્યા છીએ કે જેમણે જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કરીને આજે IPS ઓફિસર બની ગયા છે.

આપણે વાત કરી રહ્યા છીએ રાજ્સ્થાન ના રહેવાસી વિજયસિંહ ગુજ્જર ની. કે જેમના પિતા એક સામાન્ય ખેડૂત છે અને માતા ગૃહિણી છે.તેઓ પાંચ ભાઈ બહેનમાં ત્રીજા નંબરે આવે છે.તેઓએ તેમના જ ગામમાં સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો.અભ્યાસની સાથે તેઓ પિતાને કામમાં પણ મદદ કરવા માટે જતા હતા.અને ખેતીવાડી અને પશુપાલન કરી પિતાની સહાય કરતા હતા.

આમ ખેતીકામ કરવાથી પણ તેમના ઘરની સ્થિતિ સારી બની શકી નહોતી.આવી પરીસ્થિતિમાં તે ઊંટોને ખેડાણની તાલીમ આપતા હતા અને તે ઊંટને પુષ્કરના મેળામાં વેચવામાં આવતા હતા.જેનાથી ઘરનો ખર્ચો નીકળી જતો હતો. પરંતુ, હજુ પણ મોટા અભ્યાસ માટે આટલું પર્યાપ્ત નહોતું. એવામાં વિજયસિંહ ના પિતાએ તેમને સંસ્કૃતના શાસ્ત્રી બનવા માટેની સલાહ આપી. વિજયસિંહ એ અભ્યાસ પૂરો કરી નોકરીની શોધખોળ કરવા લાગ્યા અને નોકરી ગોતવા તેઓ દિલ્લી સુધી પહોંચી ગયા.

પરંતુ ત્યાં તેમને કોઈ પ્રકારે નોકરી મળી નહિ.તે દરમિયાન એક મિત્ર એ તેને કોન્સ્ટેબલ માં ભરતી બહાર પડવાની છે તે અંગે જાણકારી આપી .આથી તેઓ દિલ્લીમાં જ કોન્સ્ટેબલ ની તૈયારી કરવા લાગ્યા.પરીક્ષા પાસ કરી અને તેમને ૧૦૦ માંથી ૮૯ માર્ક મળ્યા.અને જૂન ૨૦૧૦ માં તેમણે કોન્સ્ટેબલના પદની નોકરી શરૂ કરી દીધી.પરંતુ તેમના મનમાં હજુ વધારે કઈક નવું કરવાની હતી.ત્યાર પછી તે કહે છે કે હું UPSC ની તૈયારી કરવા લાગ્યો. આ તૈયારી હું ઇન્ટરનેટ પર ટોપ થઈ ગયેલા લોકો કઈ રીતે તૈયારી કરતા તે વચતો અને તેમજ તૈયારી કરવા લાગ્યો હતો.

વિજયસિંહ ના જણાવ્યા પ્રમાણે , તે સમયમાં જ SSC સીજીએલ ની પરીક્ષા ના ફોર્મ ભરાયાં અને તે પરીક્ષા પણ આપી.જેમાં હું સફળ થયો અને કસ્ટમ ઓફિસર તરીકે ફરજ પર હાજર થયો.ત્યાર પછી ૨૦૧૪ માં ઈન્કમટેકસ ઓફીસર તરીકે નોકરી મળી.પરંતુ આ દરેક નોકરી મળી હોવા છતાં UPSC પરીક્ષા માટે મનમાં હજુ આંસ હતી.વર્ષ ૨૦૧૩ માં UPSC ની પરીક્ષા આપી તો તેમાં પ્રિલિયમ સુધી પણ પહોંચી શક્યો નહીં.અને ૨૦૧૪ માં પણ સફળતા મળી નહિ.આ પરીક્ષાની તૈયારી હું ઓફિસના કામની સાથે હું ફરી ટાઈમ માં અભ્યાસ કરતો હતો.

અને એક ટાઈમટેબલ બનાવી તે મુજબ અભ્યાસ કરતો હતો.ત્યાર બાદ તેઓ સતત સમયનો સદુપયોગ કરી ઓનલાઇન અભ્યાસ કરતા રહ્યા અને મોક ટેસ્ટ આપી તૈયારી કરવા લાગ્યા. જી એસ ની સાથે તેમણે રીઝનિંગ અને સંસ્કૃત વિષયને પણ મહત્વ આપ્યું. પરિણામે વર્ષ ૨૦૧૮ માં ૧૦ માર્ક માટે રહી ગયા.આમ છતાં હિંમતના હારી અને સતત તૈયારી કરવા લાગ્યો.અને આજે તેઓ સફળ થયા છે.આજે તેઓ IPS ઓફિસર બની ગયા છે અને જે બનવા માંગતા હતા તે બની ગયા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *