એકસમયે માળીનું કામ કરતા આ વ્યક્તિ એ તેના જીવનમાં એવો સંઘર્ષ કર્યો કે આજે પ્રિન્સીપાલ બની ગયા છે. જાણો તેમની કહાની….
કહેવાય છે ને કે ભગવાને કોન નસીબમાં શું લખ્યું છે તે કોઈ જાણતું નથી.આથી દરેક વ્યક્તિએ હંમેશા કર્મ ના માર્ગ પર ચાલવું જોઈએ. ફળની અપેક્ષા ન રાખો જેવું કર્મ કરશો એવું ફળ પામશો.અને આમ પણ કહેવત છે ને કે ઉપરવાળો પણ તેની જ મદદ કરે છે જે પોતાની સ્વયમ મદદ કરે છે.આમ જોવામાં આવે તો વ્યક્તિએ માત્ર નેકી ના માર્ગ પર ચાલવું જોઈએ રસ્તો સ્વયમ્ આગળ લઈ જશે.જો મહેનત અને સારા કર્મ થી જીવનમાં આગળ વધવામાં આવે તો એક વખત સફળતા અવશ્ય મળે છે.
આજે આપણે એક એવા વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જે તેના સારા કર્મના આધારે આજે જીવનમાં અલગ મુકામ પર પોંચી ગયા છે.આ વ્યક્તિ છત્તીસગઢ ના ભિલાઈ ના રહેવાસી છે જેનું નામ ઈશ્વરસિંહ બાદગાહ છે. તેઓએ પોતાની કિસ્મત જાતે લખી છે એમ કહીએ તો ખોટું નથી. આ વ્યક્તિએ કિસ્મત બદલવાની રાહ જોયા વિના જ સતત મહેનત અને પરિશ્રમ ના લીધે પોતાનો રસ્તો જાતે શોધ્યો હતો અને તેના દ્વારા તેમને જીવનમાં એવું કામ કરી બતાવ્યું કે આજે તેઓને એક પ્રેરણાદાયી રૂપમાં જોવામાં આવે છે.
કહેવાય છે ને કે ઈશ્વર જ્યારે આપેને તો ભરપુર પ્રમાણમાં આપે છે.આવું જ કંઈક ઈશ્વરસિંહ બાદગાહ ની સાથે થયું છે.ઈશ્વરસિંહ નસીબની રાહ જોતા નથી તેઓતો માત્ર જાત મહેનત પર વિશ્ર્વાસ રાખે છે.તેઓએ પોતાનું નસીબ મહેનતના આધારે બદલી નાખ્યું હતું.એક સમય એવો પણ હતો કે જ્યારે ઈશ્વરસિંહ કલ્યાણ કોલેજની અંદર માળી નું કામ કરતા હતા.પરંતુ આજે તેઓ મહેનત અને પરિશ્રમ ના આધારે તે જ કોલેજના પ્રિન્સિપાલ બની ગયા છે.
ઈશ્વરસિંહ બાદગાહ નો જન્મ બૈથલપુર ના ઘૂટીયા નામના ગામમાં થયો હતો.તેઓએ ૧૨ સુધીનો અભ્યાસ તેમના ગામમાં જ કર્યો હતો.ઘરની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોવાના કારણે તેમને પોતાનો અભ્યાસ અધૂરો મૂક્યો હતો.અને વર્ષ ૧૯૮૫ માં ૧૯ વર્ષની ઉંમરે ઘરના ખર્ચને પહોંચી વળવા માટે તેઓએ નોકરી શોધવાનું શરૂ કરી દીધું હતું.અને નોકરી ની શોધમાં તેઓ ભિલોઈ આવી પહોંચ્યા.જ્યાં તેમને એક કાપડના શો રૂમમાં સેલ્સમેન નું કામ મળ્યું.આ કામમાં તેમને મહિને પગાર તરીકે ૧૫૦ રૂપીયા મળતા હતા.આમ છતા હજુ તેઓના મનમાં અભ્યાસ કરવા માટે ની ઈચ્છા હતી.
અને આથી તેઓએ પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે કલ્યાણ કોલેજની અંદર BA ની ડીગ્રી મેળવવા માટેનું ફોર્મ ભર્યું.અને કાપડની દુકાન માં નોકરી કરવા સાથે અભ્યાસ પૂરો કરવા પાછળ પણ સમય આપવા લાગ્યા. કાપડના દુકાન ની નોકરી ૨ મહિના કરીં ત્યાર પછી તે મૂકીને કલ્યાણ કોલેજની અંદર માળી તરીકેનું કામ કરવા લાગ્યા.જ્યાં તેઓ અભ્યાસની સાથે સાથે ઘણીવાર સિક્યુરિટી તો ઘણીવાર સુપરવાઈઝરની નોકરી કરવા લાગ્યા.તેમની મહેનત અને સમર્પણ જોઈને કોલેજના ઉચ્ચ અધિકારીઓ તેમના પર એટલા ખુશ થયા કે ઉચ્ચ અધિકારીઓએ તેને કોલેજના તમામ કાર્યોના સુપરવાઈઝર બનાવ્યા.
તેની સાથે તેમને પોતાની કોલેજ નો અભ્યાસ પણ શરૂ રાખ્યો અને ૧૯૮૯ ના વર્ષમાં તેમણે ડિગ્રી મેળવી.જેના બાદ તેમને આ કોલેજમાં ક્રાફ્ટ ટીચર તરીકે નોકરી મળી.અને ત્યાર બાદ તેમની ક્ષમતા અને મહેનતના આધારે તેમને કૉલેજમાં સહાયક અધ્યાપકની નોકરી મળી અને આ સમય દરમિયાન તેમણે M.Ed, B.P.Ed અને એમફિલનો અભ્યાસ પૂરો કરીને તેની ડિગ્રી મેળવી લીધી.અને અંતે વર્ષ 2005 માં તેમની લાયકાત ના આધારે તેમને કલ્યાણ કોલેજના પ્રિન્સીપાલ તરીકે નિમણૂક આપવામાં આવી.દાખલ થયા હતા. તેમની માળીથી પ્રિન્સિપાલ સુધીનો સફર સરળ નહોતો પરંતુ તે ખૂબ જ સંઘર્ષપૂર્ણ રસ્તો રહ્યો હતો.
ત્યાં જ જો ઈશ્વરસિંહ ની માનવામાં આવે તો તેઓ હંમેશાથી એક સિક્યુરિટી ફોર્સ માં કામ કરવા માંગતા હતા.આથી તેઓએ ઘણીવાર પરિક્ષા પણ આપી પરંતુ તેઓ સફળ થયા નહિ.કદાચ એટલા માટે જ કે તેઓનું નસીબમાં કોલેજના પ્રિન્સીપાલ તરીકે નિમણૂક પામવાનું હતું.અનેકો મુસીબતોનો અને કર્યા બાદ તેઓ આજે જે ખુરશી પર બેઠા છે તે જોઈ લોકો તેમના વખાણ કરી રહ્યા છે.ઈશ્વરસિંહ જણાવે છે કે એક માળી થી પ્રિન્સીપાલ બનવાનું સરળ નહોતું.આ લક્ષ્ય સુધી પહોંચવા માટે તેઓનો અનેક લોકોએ બહુ જ સાથ આપ્યો હતો.
કલ્યાણ કોલેજના તત્કાલિન આચાર્ય પ્રોફેસર ટી.એસ.ઠાકુરે તેમની મહેનત અને સમર્પણને જોતા તેમને ઘણી મદદ કરી હતી અને તેઓ તેમના માર્ગદર્શક પણ બન્યા હતા.અને તેના સિવાય ઘણા શિક્ષકોએ પણ તેમને ઘણો સાથ આપ્યો.આ કોલેજના વિદ્યાર્થીઓ નું કહેવું છે કે પોતાના પ્રિન્સીપાલ ને જોઇને તેઓને ગર્વ અનુભવ થાય છે.કેમકે એક માળી થી પ્રિન્સીપાલ બનવાનું સુધીનું સરળ નહોતું.આથી ઘણા વિદ્યાર્થી માટે તેઓ પ્રેરણસ્રોત બની ગયા છે.આમ જોવામાં આવે તો ઈશ્વરસિંહ બડગાહે પોતાની મહેનત અને સમર્પણના આધારે એક નવું સ્થાન હાંસલ કર્યું છે. આવી અપેક્ષા દરેક લોકો પાસે રાખી શકાતી નથી.