આ જગ્યા પર આવેલું છે અનોખું મંદિર જે કરે છે ચોંમાસા ની ભવિષ્યવાણી.. જાણો વિગતે..
ભારત એક એવો દેશ છે જ્યાં ધર્મ , આદ્યાત્મિક અને આસ્થાનું મહત્વ બહુ જોવા મળે છે આનું એક કારણ એ પણ છે કે ભારતમાં એવા ઘણા મંદિરો અને ધર્મ સ્થળો જોવા મળે છે જે રહસ્યમય છે અને ત્યાં એવા ચમત્કાર થાય છે જે લોકોની આસ્થા ને વધારે પ્રબળ કરે છે .કાનપુરના ભીતરગામ બ્લોકના બેહતા બુજર ગામમાં એક ચમત્કારિક સ્થળ માનવામાં આવતા ભગવાન જગન્નાથ મંદિરે આખરે અહીના લોકોને પોતાનો સંકેત આપી દીધો છે .
મંદિરના ધુમ્મટ માં પત્થરો માં પડેલા ટીપાએ ટુક સમયમાં ચોમાસું શરુ થવાની આશા જગાવી છે .એટલું જ નહિ, પથ્થર સંપૂર્ણપણે ભીના થઇ જવાને કારણે આ વખતે સારા વરસાદની અપેક્ષા છે .હવામાનશાસ્ત્રીઓ એ પણ આ વખતે સારા ચોમાસાના વરસાદની આગાહી કરી છે .બેહતા બુજર માં ભગવાન જગન્નાથ નું મદિર પોતાના માં જ બહુ રહસ્ય જોવા મળ્યું છે .
મંદિરના ઘુમ્મટ પર જડાયેલો પથ્થર ચોમાસાની શરુઆત પહેલા જ ટીપા જોવા મળે છે .આ ટીપા જોઇને અહીના પુજારીઓ અંદાજ લગાવે છે કે આવનારું ચોમાસું કેવું હશે , મંદિરના પુજારી કુહ્ડા પ્રસાદ સુક્લાએ જણાવ્યું કે આ વર્ષે પથ્થર સંપૂર્ણ ભીનો થઇ ગયો છે . ટીપા પડવાની ગતિ પણ જડપી છે સારો વરસાદ પડવાની આશા છે .૧૦ થી ૧૫ દિવસમાં ચોમાંસું આવી જશે .
તેમણે જણાવ્યું કે લગભગ મહિના પહેલા પણ આ પથ્થર ભીનો થઇ ગયો હતો ,ત્યારે નાના નાના ટીપા આવેલા હતા .જે નાના ઝાપટા નો સંકેત હતો .વરસાદ ની પહેલા અહી જયારે ટીપા નાના આકારના હોય છે અને પથ્થર ને એક અથવા બે જ બાજુ થી ભીનો કરે તો વરસાદ સારો નથી થવાનો એવો સંકેત ધરાવે છે . બેહતા બુજરના ભગવાન જગન્નાથ મંદિર ઓડીસા શૈલી થી અલગ છે .
ઓડીસા ના મંદિર ના ભગવાન જગન્નાથ ની સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા ની પણ પ્રતિમા જોવા મળે છે ,જયારે અહી તો સાથે માત્ર બલરામની જ પ્રતિમા છે મંદિરની પાછળ કોતરેલા દશાવ્તારોમાં મહાવીર બુદ્ધ ની જગ્યાએ બલરામ નું ચિત્ર છે .પુરાત્વ વિભાગ દ્વારા આ સુરક્ષિત મંદિર નું નિર્માણ કયા કાળમાં થયું હશે એ જાણવું બહુ મુસ્કેલ છે .
મંદિરની દીવાલો ૧૪ ફૂટ મોટી છે . અળુંવૃત આકારનું આ મંદિર ની અંદર નો ભાગ ૭૦૦ વર્ગ ફૂટ છે .મંદિર ની સામે એક પ્રાચીન કુવો અને તળાવ પણ આવેલું છે . મંદિરની બહાર આવેલ મોર અને ચક્રના નિશાનને જોઇને લોકો આને ચક્રવર્તી સમ્રાટ હર્ષવર્ધન ના સમયનું જણાવે છે . મંદિરના દરવાજા પર સ્થપાયેલ અયાગ પ્લેટ ને જોઇને લોકો તે ૨૦૦૦ વર્ષ પૂર્વની સંસ્કૃતિ સાથે જોડવામાં આવે છે .