આ જગ્યા પર આવેલું છે મૃત્યુ નુ વૃક્ષ ! કેરી જેવુ ફળ ખાતા જ થઈ જાય છે મોત…

આમ તો વૃક્ષ માંથી નીકળતા ઓક્સીજન પર જ માણસો જીવિત જોવા મળે છે. વૃક્ષ ને જીવન દાયિની માનવામાં આવે છે. પરંતુ ઝારખંડ ની રાજધાની રાંચી માં એક એવું વૃક્ષ છે જે જીવન દેતું નથી પરંતુ જીવન લઇ લે છે. જોવામાં તો આ બીજા વૃક્ષો ની જેમ જ છે આ વૃક્ષ પર આવતું ફળ કેરી જેવું દેખાય છે. આમ તો કેરી ને ફાળો નો રાજા કહેવામાં આવે છે.  પરંતુ આ વૃક્ષ ના ફળ અને બીજ તો ઝેરીલા છે. જેને ખાતા જ થોડા જ સમયમાં મોત થઇ જાય છે.

વાસ્તવમાં આ સુસાઇડ ટ્રી છે. અને સામાન્ય રીતે તેને સમુદ્રીય વિસ્તારોમાં જોવા મળે છે. પરંતુ રાંચીમાં કેન્દ્ર સરકારના વન ઉત્પાદકતા સંસ્થા માં આ વૃક્ષ જોવા મળ્યું છે. આ વૃક્ષ સેરેબ્રા ઓડોલ્લ્મ ની પ્રજાતિ છે. જે કેરલ માં જોવા મળે છે. આ વૃક્ષ ની ઉચાઇ બહુ હોતી નથી આના ફળો કેરી જેવા દેખાવમાં જોવા મળે છે અને તે કેરી ની સીઝન માં જ ઉગતા જોવા મળે છે.  આના એક ફળ નો વજન લગભગ ૨૦૦ થી ૨૫૦ ગ્રામ જેટલો હોય છે. સાથે જ આનું ફૂલ સફેદ રંગ નું હોય છે અને તેના પાંદડા જોઈ ને પણ અન્ય વૃક્ષો થી અલગ કરવું મુશ્કેલ બને છે.

વન ઉત્પાદકતા સંસ્થા ના મુખ્ય તકનીકી પદાધિકારી રવીશંકર પ્રસાદ કહે છે કે, આને બહુ જ સમય પહેલા પશ્ચિમ બંગાળ ના સુંદરવન થી ઝારખંડ લાવવામાં આવ્યું હતું. ત્યાર પછી અહીની જમીનમાં રોપવામાં આવ્યું તેમણે જણાવ્યું કે બીજી માટી પર લાગેલું અને બીજા મોસ્મોને આધીન હોવા છતાં આ વૃક્ષ અહી પણ જમીનને અનુકુળ આવી ગયું અને તેમાં ફળ અને ફૂલ આવવા લાગ્યા આશ્ચર્ય ની વાત તો એ છે કે, બહુ જ સમય પછી આ વૃક્ષ માં ફળ અને ફૂલ બંને એક સાથે જોવા મળ્યા છે.

વાસ્તવમાં ફળોના રાજા કેરી જેવું લાગતું આ વૃક્ષ ના ફળના બીજ ની અંદર એલ્ક્લોઈ જોવા મળે છે જે દિલ અને શ્વાસ ને માટે બહુ જ ઝ્હરીલું  સાબિત થયું છે. આને ખાવાથી શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને દિલ ની ધડકન વધી જાય છે. અને બસ થોડી જ મીનીટો માં એવું થઇ જાય છે કે ફળ ખાનાર ને પોતાનો જીવ બચાવાનો મોકો પણ નથી મળતો. એવું માનવામાં આવે છે કે પહેલાના સમયમાં રાજા મહારાજા આ ફળ નો ઉપયોગ મૃત્યુ દંડ દેવા માટે કરતા હતા.

સંસ્થા ના ચીફ ટેકનીકલ ઓફિસર પ્રસાદ જણાવે છે કે કેમ્પર્સમાં ૧૨૫ જાતના વૃક્ષો આવેલા છે પણ સુસાઈડ ટ્રી નામનું માત્ર આ જ વૃક્ષ છે. આ વૃક્ષ ની પકૃતિ ને જોઈ ને  તેને  સંસ્થા ના અંદરના પરિસરમાં લગાડવામાં આવ્યું છે. જેથી કોઈ પણ વ્યક્તિ આ વૃક્ષ સુધી ના પહોચે. આ સંસ્થાની દીવાલો પણ બહુ જ ઉચી રાખવામાં આવી છે અને આ જીવ લેવા વૃક્ષ ની આસપાસ ગાર્ડ પણ રાખવામાં આવ્યા છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *