આ છોડ છે ખાસ ઔષધીનો ! જે તમારી ડાયાબીટીસ ને ખતમ કરી નાખશે , આવી રીતે કરો ઉપયોગ

આપણા જીવનમાં અનેક રંગબેરંગી ફૂલો જોવા મળે છે જે આપણને અનેક રીતે ઉપયોગી થાય છે લોકો મંદિરે પૂજા કરવા જાય ત્યારે પણ ફૂલો લઇ ભગવાનના ચરણોમાં સમર્પિત કરતા હોય છે. આની સાથે જ શુભ પ્રસંગો માં પણ ફૂલોનો ઉપયોગ થતો જોવા મળે છે. અનેક પ્રકારના ફૂલો હાલમાં જોવા મળે છે જે અનેક કામ માં પણ ઉપયોગી થાય છે આવા ફૂલો ઔષધીય તરીકે પણ ઉપયોગ માં લેવામાં આવતા હોય છે. જે શરીર ની અનેક સમસ્યાનું સમાધાન પણ કરતા હોય છે તો ચાલો આજે આપડે એક એવા જ ઉપયોગી ફૂલ વિષે માહિતી મેળવ્યે.

તમે આજ સુધી જાસુદના ફૂલો તોડી ને ભગવાનના ચરણોમાં ચડાવતા જ હશો. આ સુંદર ફૂલો નું ઝાડ લગભગ દરેક જગ્યા એ જોવા મળે છે. તેથી આજે આપડે આ ફૂલો વિષે જાણકારી મેળવશું કે કેવી રીતે આ આપણા શરીર ને ફાયદાકારક સાબિત થાય છે. આ ઝાડ સુંદર હોવાની સાથે મનુષ્યની સુંદરતા અને સ્વાસ્થ્ય માટે પણ  જ ફાયદાકારક છે.જાસુદ ના ઝાડ માણસ ના સ્વાસ્થ્ય માટે બહું જ ફાયદાકારક વૃક્ષ છે. આ ઝાડ ના મૂળ, ફૂલ, પાનની શાખાઓ દરેક વસ્તુ માણસો ને ઉપયોગી છે. જો જાસુદના ફૂલ અને પાનને તમે વાળમાં લગાવો તો તેનાથી વાળ ચમકદાર અને કાળા રહે છે.

આ ઝાડના પાંદડામાં પાકૃતિક મુત્રવર્ધક ગુણ હોય છે, જેના કારણે પળેજી પાળનારા લોકો તેને  બરફ સાથે ખાય છે. આટલું જ નહિ જાસુદના પાન ચાવવાથી મોઢાના ચાન્દામાં પણ રાહત મળે છે. જાસુદના પાનને પાણીમાં ઉકાળી તે પાણીથી  માથું ધોવા માં આવે તો તેનાથી માથાના વાળ ચમકદાર, મજબુત, સુંદર, અને કાળા થઇ જશે. આની સાથે જો જાસુદ ના તાજા ફૂલો ને વાટીને વાળમાં લગાડવામાં આવે તો તે એક આયુર્વેદિક ઔષધિક તરીકે કામ કરે છે. જો કોઈ ને સુજન કે જલન ની સમસ્યા થઇ રહી હોય તો જાસુદના પાનને સારી રીતે મસળી શરીરમાં જ્યાં સુજન થઇ હોય ત્યાં લગાવતા જ થોડી જ મીનીટો માં તમને પીડાથી છુટકારો મળશે.

જાસુદ નો ઉપયોગ હર્બલ ચા, કોકટેલ અથવા ઉકાળા તરીકે પણ ઉપયોગ માં લેવામાં આવે છે. આ ઝાડના ફૂલો ને સુકવીને પાણીમાં ઉકાળી લેવામાં આવે તો તે હર્બલ ટીની જેમ કામ કરે છે. અને જો તમે તેનો ઉપયોગ કોકટેલ તરીકે કરવા માંગતા હોય તો તેમાં ઠંડુ પાણી અથવા બરફના ટુકડા ઉમેરો. આ હર્બલ શરીરની ચરબી ઘટાડે, એકાગ્રતા અને રોગપ્રતિકારક શક્તિ વધારીને હદય ને સ્વાસ્થ રાખે છે.જો તમે જાસુદ ના  ૨૦-૩૦ પાનને નિયમિત સેવન કરવામાં આવે તો તેનાથી ડાયાબીટીસ ની સમસ્યા થી પણ છુટકારો મળશે. તે શુગરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *