બોવજ કામઢું છે આ કુતરાનું બચ્ચું ! પોતાના માલિકની મદદ કરાવા માટે ખેતરમાં દાતે દાતે કાપવા લાગ્યો પાક…જુઓ આ અનોખો વિડીયો
મિત્રો તને સોશિયલ મીડિયા પર આવર નવાર એવા દંગ રહી જાવ તેવાં વિડિઓ જોતાજ હશો તેવાંમાં વાઇરલ થઈ રહેલો એક વિડિઓ હાલ સોશિયલ મીડિયા પર ખુબજ ધૂમ મચાવી રહ્યો છે. જે જોઈ તમે પણ ચોકી જશો અને માથું પકડી લેશો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક કૂતરો પોતાના દાંતથી ઉભો પાક કાપતો જોવા મળ્યો, લોકોએ કહ્યું- આ તો બહુ કામનો કૂતરો છે સાહેબ! વિડિઓ જોઈ તમે પણ કહેશે કે સાચેમાં આ કૂતરો ખુબજ કામનો છે.
હાલ આ વિડિઓ ઇન્ટરનેટ પર એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કૂતરો લણણીનું કામ કરે છે ! જેને જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો બધા કહી રહ્યા છે કે અમને પણ આવો કૂતરો જોઈએ છે. આમ ખાસ કરીને આ વીડિયો ડોગીનો છે એટલે મામલો અલગ છે, લોકો તેને જુએ છે એટલું જ નહીં પણ તેને એકબીજા સાથે શેર પણ કરે છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે ખેતરમાં પાકની વચ્ચે એક કૂતરો બેઠો છે જે બાદ તે મકાઈના છોડને વારાફરતી દાંત વડે કાપી રહ્યો છે. તેની ગતિ એટલી ઝડપી છે કે તે અન્ય કોઈપણ મશીનને સરળતાથી માત આપી શકે છે. આ દરમિયાન તે ખેતરના મોટા છોડને હટાવવા માટે દાંતનો ઉપયોગ કરતા જોવા મળે છે. લોકો આ ક્લિપને માત્ર જોઈ જ નથી રહ્યાં પરંતુ તેને તેમના મિત્રો અને સંબંધીઓ સાથે પણ શેર કરી રહ્યાં છે
તમને જણાવીએ તો આ ક્લિપ @manojpehul નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે.આ સાથે તેણે લખ્યું કે, આ વખતે તેને આખા ખેતરનો ‘કોન્ટ્રાક્ટ’ આપવામાં આવ્યો છે..!! સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 1.5 લાખથી વધુ લોકોએ જોયો છે આમ આ સાથે આ વિડિઓને પાંચ હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. તેમજ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘ મને કહો કે ડાંગર કાપવા માટે કેટલા પૈસા લાગશે? અન્ય એક યુઝરે લખ્યું કે જરા મને કહો કે આ કૂતરો કઈ ટૂથપેસ્ટનો ઉપયોગ કરે છે. આ સિવાય બીજા ઘણા યુઝર્સે આ વીડિયોની અલગ અલગ રીતે પ્રશંસા કરી.
पूरे खेत का *ठेका*
*इस* बार इसको, दे दिया गया है ..!! pic.twitter.com/wBcn63SMR1— MANOJ SHARMA/ मनोज शर्मा (@manojpehul) October 18, 2022
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.