રાજકોટના આ ઉદ્યોગપતિએ કર્યું સમૂહ લગ્નનું આયોજન ! દરેક દીકરીને આપશે…છેલ્લા 4 વર્ષ થી…
જેમ તમે જાણોજ છો કી આ દુનિયામાં ઘણાં લોકો એવા હોઈ છે જે ધનવાનથી સાથે ખુબજ દરિયા દિલ અને દાનવીર હોઈ છે હાલ એક તેવાજ ઉદ્યોગપતિ વિશે વાત કરીશું જેણે હાલમાંજ સમૂહ લગ્ન નું આયોજન. ઘણી બધી દીકરીઓનાં લગ્ન કરાવશે. આપણા ગુજરાતીઓમાં કોઈ પણ લગ્ન હોઈ પણ લગ્ન તો જોરદાર અને ધુમધામ થીજ કરતાં હોઈ છે. આમ એવા જ એક લગ્ન રાજકોટ માં થવા જય રહ્યા છે જે ઘણા વર્ષો થી થાય છે ને પેલાથી જ વ્હાલુડીનાં વિવાહ ના નામે પ્રચલિત છે.
આમ તમને જણાવીએ તો છેલ્લા 4 વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ દ્વારા કરવામાં આવે છે. તેમજ આ સમૂહ લગ્ન માં દરેક દીકરી ને ખુબ જ સારી સારી ભેટ સાથે વિદાઈ આપવામાં આવે છે. આ મહોત્સવ માં રાજકોટ તથા આજુ બાજુ ની મોટી મોટી હસ્તી સહીત ના લોકો શામેલ હોઈ છે ને તે બધા ભેગા મળી આ આયોજન ને ખુબ જ રળિયામણું બનાવી નાખે છે.
દર વર્ષે આ દીકરીઓ ને આણાં રૂપે નાની થી લઈને મોટી એવી તમામ પ્રકારની ગિફ્ટ આપવામાં આવે છે.આ સાથે તમને જણાવીએ આ વર્ષે આદરોજ પરિવાર ના મોભી શિવાલાલભાઈ આદરોજા અને તેમના પત્ની રિવાબેન આદરોજા તરફથી સોના ચાંદી ના સિક્કા સમેત ની ભેટ સુધી ની જાહેરાત કરવામાં આવી છે તથા દરેક દીકરી ને એક તોલા સોના ની પણ ભેટ કરવામાં આવશે.
આ સમૂહ લગ્ન નું આયોજન 18 ડિસેમ્બર ના રોજ રાખેલ છે જે દિવસે દરેક દીકરી ને બધા ના આશીર્વાદ સાથે વિદાઈ એક સાથે આપવામાં આવશે.આ પ્રસંગ ના આયોજનકર્તા એવા શિવલાલભાઈ ઘણા સેવાકીય કર્યો માં તથા એમના સમાજ ની સેવાકીય પ્રવુતિઓ માં આગળ છે. અને તેઓ એમના આજ કર્યો થી ઘણા નામચીન થયા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.