ગુજરાતના આ રોયલ પરિવાર પાસે છે જોરદાર વિન્ટેજ કારનું કલેક્શન ! દુનિયાભરમાં છે ખુબજ જાણીતું…જુઓ અધભૂત કારની તસવીરો
મિત્રો જો વાત કરવામાં આવે તો આ દુનિયામાં દરેક લોકોના શોખ અને ટેવ અલગ અલગ જોવા માલ્ટા હોઈ છે. કોઈના શોખ ઠીક ઠાક હોઈ સીઘે તો વળી અમુક લોકોના વિચિત્ર શોખ જોઈને તમે પણ વિચારમાં પડી જતા હોવ છો. આમ જે લોકો અલગ અલગ વસ્તુઓન કલેક્શન કરવાનો ધરાવતા હોઈ છે તે કોઈ પણ કિંમતે તે વસ્તુને ખરીદતા હોઈ અને પોતાના કલેક્શનમાં એડ કરતા હોઈ છે. અને અમુક લોકો આજે એવા પણ છે જે રાજા મહારાજાના વંશજો છે અને જુના સમયની ઘણી વસ્તુઓ ધરાવતા હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ રોયલ પરિવાર ની વાત કરીશું જેનું વિન્ટેજ કાર કલેક્શન જોઈ તમે પણ જોતાજ રહી જશો.
અમે જે પરીવારની વાત કરી રહ્યા છે તે ગોંડલનું રાજવી પરિવાર છે જે એક રોયલ પરિવાર અને જૂની કારનું કલેક્શન થી દેશમાં નહિ બલ્કે દુનિયાભરમાં જાણીતું છે. તો વળી તમને જણાવીએ તો ગોંડલના યુવરાજ સાહેબ હિમાંશુસિંહજીને પણ પોતાના વડવાઓની જેમ ક્લાસિક અને વિન્ટેજ કારનો જબરો શોખ છે. હાલ તેની પાસે 1907થી માંડીને આજના લેટેસ્ટ મોડેલની આશરે 60 જેટલી કારનો કાફલો છે.
આમ આ સાથે વાત કરીએ તો રાજવી પરિવારના કાર કલેકશનમાં કાર કલેક્શનમાં વર્ષ 1907થી માંડીને આજના સમયના લેટેસ્ટ મોડેલ સામેલ છે. જેમાં મર્સિડિઝ, રોલ્સ રોય્સ, ગ્લેમ્બલર, બેલાશ, કેડીલક્સ, લીમો કેટીલક્સ, ફોર્મ્યુલા રેસીંગકાર સહિતની 60 જેટલી કારનો સમાવેશ થાય છે.
આ બધીજ જૂની કાર દુનિયાભરમાં ખુબજ ફેમસ છે અને આ બધીજ કારની કિંમતો કરોડો રૂપિયા છે. આમ આ સાથે જણાવીએ તો વર્ષ 1958ની જર્મનીની 300SL પણ ચાલુ કન્ડીશનમાં છે તેનું કારણ છે કે આ બધીજ કારનું સારી રીતે સાર સંભાળ અને યોગ્ય સર્વિસિંગ થતી હોઈ છે.
તો વળી જ્યારે દિલ્હીમાં વર્ષ 2015માં વિશ્વ કક્ષાની અને રોયલ ગણાતી વિન્ટેજ કારની પાંચમી ઇન્ટરનેશનલ વિન્ટેજ કાર રેલી અને કોન્કોરસ શો-2015નું લાલ કિલ્લા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના ગોંડલ પરિવારની જૂની કાર કે જે વર્ષ 1955નું મોડલ ગણાતી કેડોલેક લીમોજીન તે પ્રથમ ક્રમે આવી હતી.
તો વળી ગૌરવ લેવા જેવી બાબત તો એ છે કે એન્ટિક કાર કલેક્શન માટે જાણીતા અને વિશ્વની કાર રેસમાં અનેક મેડલ, ટ્રોફી મેળવનાર ગોંડલના રાજવી પરિવારના યુવરાજ હિમાંશુસિંહે સ્વીડનના બર્ફિલા મેદાન પર 170 કિમીની ઝડપે પ્રથમ ભારતીય તરીકે કાર દોડાવી વોલ ઓફ ફેમમાં એન્ટ્રી મેળવી હતી. તેમજ યુવરાજ હિમાંશુસિંહના પિતા મહારાજા જ્યોતિન્દ્રસિંહે પણ અનેક કાર રેસ સ્પર્ધામાં સિદ્ધિઓ મેળવી છે, ત્યારે યુવરાજે પણ આ સિદ્ધિ બદલ ભારતનું નામ સમગ્ર વિશ્વમાં રોશન કર્યુ છે.આ સિદ્ધિ બદલ યુવરાજને દેશ-વિદેશમાંથી પણ શુભેચ્છાઓ મળી રહી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો