રશિયાનું આલીશાન જીવન છોડી આ રશિયન યુવતી પડી ભારતીય યુવકના પ્રેમમાં ! હવે જીવે છે આવું જીવન… જુઓ આ ખાસ તસ્વીરો

કોઈપણ વ્યક્તિને આ દુનિયામાં કોઈ બીજા વ્યક્તિ સાથે ક્યારે અને કેવી રીતે પ્રેમ થઈ જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી તેમજ પ્રેમમાઁ પડેલ વ્યક્તિને તેના પ્રેમ અને લાગણી સિવાઈ બીજા કોઈપણ બાબતની તે ધ્યાન પણ રાખતી નથી. તેવીજ રીતે હાલમાં એક તેવો કિસ્સો સામે આવી રહ્યો છે. જેમાં રશિયાની ઇવગિનિયા પેટ્રોવા નામની એક છોકરી પોતાના પ્રેમીને પામવા માટે ભારત આવી ગઈ હતી. આ કિસ્સો સાંભળી તમને ૧૦૦% ગમશે. આવો તમને વિગતે જણાવીએ. આ કિસ્સો હરિયાણાથી સામે આવી ર્જ્હ્યો છે. જ્યાં કુરુક્ષેત્રના બેરથલી ગામમાં રહેતાં વિક્રમ સાથે પેટ્રોવાની ફેસબુક દ્વારા ફ્રેન્ડશીપ થઈ હતી.
આં આ મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ હતી. આને જે બાદ બંનેએ લગ્ન સબંધમાં બંધાયા. આમ પેટ્રોવાને દેહાત ગામના તમામ રીતી-રીવાજ પણ પસંદ પડયા હતા અને તેણે હિંદુ વિધિથી લગ્ન કર્યા. બેરથલીમાં રહેતા ૨૬ વર્ષીય વિક્રમ અમૃતસરમાં એક બાળરોગ નિષ્ણાતને ત્યાં સહયોગ તરીકે કામ કરે છે. વિક્રમે જણાવ્યું કે, ‘‘ વર્ષ 2009માં તેમણે ફેસબુક એકાઉન્ટ બનાવ્યું હતું અને તે દરમિયાન તેમણે પેટ્રોવાને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જે પેટ્રોવાએ સ્વીકાર કરી હતી. આ પછી ક્યારેક-ક્યારેક લગભગ દરરોજ બંને વચ્ચે ચેટિંગ થતું હતું. આ પછી બંનેએ જીવનસાથી બનવાનો નિર્ણય કર્યો હતો. જોકે, આ લગ્ન માટે બંનેએ પરિવારની સહમતી માંગી હતી.’’

જ્યારે પેટ્રોવા ભારત આવી ત્યારે વિક્રમના પરિજનો વિદેશી યુવતીને વહુ તરીકે સ્વીકારવા માટે ખૂબ જ ઉત્સુક હતાં. છોકરાની માએ જણાવ્યું હતું કે, ‘‘તેમના લગ્ન હિન્દુ રીતિ-રિવાજથી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત લગ્નમાં રશિયન રીતિ-રિવાજોનું પણ ધ્યાન રાખવામાં આવ્યું હતું. જોકે, પેટ્રોવા જ્યારથી અહીં આવી છે ત્યારથી તે કોઈ બીજી ભાષા સમજતી નથી પણ તેમની દીકરીને અંગ્રેજી આવડે છે. પેટ્રોવા કેટલીક વાતો ઇશારામાં કહે છે અને સમજી જાય છે. આ લગ્ન માટે પેટ્રોવાનો પરિવાર પણ તૈયાર હતો.’’

જ્યારે પેટ્રોવા અહીં આવી ત્યારે તેણે જોયું કે, આખા ગામમાં કુતુહલ સર્જાયું હતું અને મજાની વાત છે કે, અહીં રશિયાની પેટ્રોવા અને વિક્રમને સાથે જતાં જોઈ ગામલોકો તેમની પાછળ-પાછળ જતાં હતા અને તેમની સાથે મસ્તી કરતાં હતાં. આ જોઈ પેટ્રોવા પણ ખૂબ જ ખુશ હતી. પેટ્રોવાએ જણાવ્યું હતું કે, ‘‘ તેમના લગ્ન તેમના પિતા સેરગેવ પેટ્રોવા, માતા એકેગૈરિના ભાઈ ઇલિયા અને બહેન વસિટીસા પણ ભારત આવ્યા હતાં. તેમના પિતા ફૂડ પ્રોડક્શનનું કામ કરે છે.’’ આ સાથે પેટ્રોવાએ કહ્યું હતું કે, ‘‘લગ્નના થોડાંક સમય પછી તે તેના પતિ સાથે રશિયામાં રહેવા માગે છે. જેના માટે વિક્રમ પણ તૈયાર છે.’’

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *