ગરીબ બાળકોને શિક્ષણ આપવા માટે આ સૈનિક શિક્ષક એ એવો સંઘર્ષ કર્યો કે તેમનું ટ્રાન્સફર થતાં દરેક બાળક ભાવુક બની રડી પડ્યા….જુવો વીડિયો…

શું તમે કયારેય કોઈ સૈનિક ના ટ્રાન્સફર સમયે આખા ગામના લોકોને રડતા જોયા છે.જો નહિ તો તમારે ઉનનવ ના સિપાહી રોહીત કુમાર ની સાથે મુલાકાત અવશ્ય લેવી જોઈએ. જેમણે એક નાના ગામમાં” દરેક હાથમા કલમ પાઠશાળા”ની સ્થાપના કરી હતી. અને ગરીબ બાળકોના શિક્ષણ માટે તેમને મળતી સેલરી પણ ખર્ચ કરી નાખી હતી.એવામાં જ્યારે આ શિક્ષક સિપાહી નું ટ્રાન્સફર થયું તો ગુરુજીને આમ જતા જોઈને અનેક બાળકીઓ રડવા લાગી હતી.અને એક ભાવુક દ્ર્શ્ય સર્જાયું હતું.ગામના લોકોએ આ સિપાહીને વાજતે ગાજતે વિદાઈ આપી હતી.

ઉનનાવ ના સિકાંદરપુર કર્ણ બ્લૉક નં ગામ કોરારી કલા માં દરેક હાથમાં કલમ પાઠશાળા ની સ્થાપના કરનાર જીઆરપી સિપાહી રોહિત કુમાર આશરે ૪ વર્ષથી આ ગામના લોકોના બાળકોને શિક્ષણ આપી રહ્યા હતા.અહી તે બાળકો જોવા મળે જે એક સમયે સ્ટેશન પર ભીખ માંગતા હતા અથવા તો બહુ જ ગરીબ છે.રોહિત કુમાર એ આ બાળકોને શિક્ષણ આપવાની સાથે સાથે પ્રાથમિક વિદ્યાલય માં પણ એડમિશન કરવી આપ્યું હતું.આટલું જ નહિ જ્યારે આવા બાળકોની સંખ્યા વધવા લાગી ત્યારે તેઓએ પોતાની સેલરી માંથી બે અન્ય શિક્ષકો ને પણ રાખ્યા .અને હવે જ્યારે સિપાહી રોહિત કુમાર નું ટ્રાન્સફર થયું તો બાળકો બહુ જ જોર જોરથી રડવા લાગ્યા.

ઇતાવા ના ભરથના થાના વિસ્તારના મુદૈના ગામના નિવાસી રોહિત કુમાર યાદવની પહેલી પોસ્ટીંગ ઝાસી ના સિવિલ પોલીસમાં થઈ હતી.૨૦૧૮ ની સાલમાં તેમને ઉનનાવ જીઆરપી પોલિસ સ્ટેશન માં બદલી થઈ હતી.તેમની ડ્યુટી ઉંનનાવ – રાઈબરેલી પેસેન્જર માં કરવામાં આવી હતી.ડ્યૂટીના સમયે જ્યારે પણ ટ્રેન કોરારિ સ્ટેશન પર ઊભી રહેતી તો ગરીબ પરિવારના બાળકો ભીખ માગવા આવી જતા તો ઘણા બાળકો વસ્તુ વેચતા જોવા મળતા હતા.રોહિત કુમાર એ જ્યારે તેમાંથી એક બાળકને તેમના અભ્યાસ અંગે પૂછ્યું તો તેણે જણાવ્યું કે તેમના ઘરના હાલત સારા નથી.એટલા માટે તે અભ્યાસ કરવા જતાં નથી.જીવન જીવવા માટે ક્યાતો ભીખ માગે છે અથવા તો નાના મોટા સામાન વેચે છે.જેનાથી તે પોતાનું ઘર ચલાવવા માટે થોડો સહયોગ આપી સકે.


આ જોઈને રોહિત કુમાર એ તેવા બાળકોને શિક્ષણ આપવા નું નક્કી કર્યું. તેઓએ મનમાં દ્રઢ નિશ્ચય કર્યો કે ભલે ગમે તે થઈ જાય તે આ બાળકોને શિક્ષણ આપી ને જ રહેશે.ત્યાર પછી ટ્રેન આગળ વધી ગઈ અને રોહિત કુમાર તેની ડ્યુટી કરવા લાગ્યા.પરંતુ સાંજે જ્યારે તેમની ડ્યુટી પૂરી થઈ તો તે તરત જ કોરારી ગામ પહોચ્યા.જે બાળકો ભીખ માંગી રહ્યા હતા તેમના ઘરના સરનામા મેળવ્યા.અને તેમના પરિવારની પાસે પહોંચી ગયા. રોહીત કુમાર એ પરિવારને શિક્ષણ અંગેનું મહત્વ સમજાવ્યું અને તેમના બાળકોને શિક્ષણ આપવા અંગે રજૂઆત કરી.રોહિત કુમાર ની વાત સાંભળી ને પહેલા તો પરિવારના લોકો સહમત થયા નહિ અને મનાઈ કરી દીધી.સિપાહી રોહિત કુમાર તો બાળકોને શિક્ષણ આપવા માંગતા હતા પરંતુ તેમના પરિવારના લોકો તે ઈચ્છતા નહોતા.

અંતે જ્યારે બે ત્રણ વખત જઈ પરિવારને આ અંગે સમજાવ્યું તો તેઓ માની ગયા.તેમની આ મહેનત રંગ લાવી અને વર્ષ ૨૦૧૮ માં ગામની બહાર આવેલા એક ઝાડ નીચે પાઠશાળાની શરૂઆત કરી. શરુઆત ના સમયમાં ઘણીવાર બાળકો આવતા પણ અને ના પણ આવતા.પરંતુ રોહિત કુમાર એ હાર માની નહિ.બાળકોને શિક્ષણ આપવાનું હતું આથી તેમને રાતની ડ્યુટી શરૂ કરી દીધી.અને તેઓ એક મહિના પછી પાચ બાળકોના ઘરે ડ્યુટી પછી ભણાવવા જવાનું શરૂ કર્યું.અને એક મહિના પછી તેમની પાઠશાળા માં ૧૫ બાળકો આવતા થઈ ગયા.આ રોહિત કુમાર માટે કોઈ એવોર્ડ થી ઓછું નહોતું. જ્યારે બાળકોને ભણાવવાનું કામ શરૂ કર્યું ત્યારે વારસદારો પરેશાન કરવા લાગ્યા. આથી રોહિતે રૂમ ભાડે લીધો અને બાળકોને ભણાવવાનું શરૂ કર્યું.

આ અંગેની માહિતી જ્યારે DPRO સાહેબ ને થઈ તો તેઓએ પંચાયત ભવન ની ચાવી તેમને સોંપી દીધી.અને હવે રોહિત કુમાર ની પાઠશાળા પંચાયત ભવન માં શરૂ કરવામાં આવી.સમયની સાથે સાથે વિધાર્થીઓ ની સંખ્યા ૮૦ થઈ ગઈ.એક સાથે આટલા બધા બાળકોને ભણાવવાનું કામ સંભવ નહોતું આથી તેઓએ કોમ્પિતેશન ની તૈયારી કરતા પૂજા અને વસંત ને બે હજાર રૂપિયાની સેલેરી થી નોકરી માટે રાખી લીધા.આની સાથે જ આસપાસના અન્ય શિક્ષકો પણ ફ્રી માં અભ્યાસ કરાવવા માટે આવવા લાગ્યા.સમયની સાથે સાથે રોહિતે જે સફર શરૂ કર્યું હતું તે આગળ વધતું જોવા મળ્યુ હતું.પરંતુ આજે જ્યારે શિક્ષક સિપાહી રોહિત કુમાર નું ટ્રાન્સફર થઈ તો બધા બાળકો ભાવુક બની રડવા લાગ્યા હતા.

રીપોર્ટ મીડિયા અનુસાર સિપાહી રોહિત યાદવ નું ટ્રાન્સફર ઝાંસી ના પોલિસ સ્ટેશન ના થયું હતું.જ્યારે ૧૬ ઓગષ્ટ ના રોજ ટ્રાન્સફર ઓર્ડર આવ્યો ત્યારે જાણકારી મળતાં લોકો વિદાઈ ની તૈયારી કરવા લાગ્યા.ત્યાં બેન્ડ વાજા મંગાવવામાં આવ્યા.વિદાયના સમયે જ્યારે બાળકો રડવા લાગ્યા તો રોહિતની આંખો માંથી પણ છુટ્ટા પાડવાનું ગામ છલકાઇ આવ્યું હતું.આ બાબત અંગે રોહિત કુમાર એ જણાવ્યું કે હું આ બાળકોને કોઈ દિવસ ભૂલી નહી સકુ.તેમના થી મને જીવનનો ઉદ્દેશ મળ્યો છે.જ્યાં સુધી આ બાળકો ભણી ગણીને કઈક બની નથી જતા ત્યાં સુધી હું જ્યાં પણ રહું આમનું હું ધ્યાન રાખીશ.બાળકોને ભાવુક જોઈને તેમણે ખંતથી ભણવાનું અને કંઈક કરીને બતાવવાનું વચન લીધું.સાથે જ વચચે જ્યારે મને રજા મળશે તેમ હું આવતો રહીશ.એમ જણાવ્યું હતુ.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *