બીપીએલ પરિવારનો આ દીકરો બન્યો IAS ઓફિસર, યુવાઓ માટે ખુબજ પ્રેરણાદાયી સ્ટોરી… વાંચો વિગતે

તમે જાણોજ છો કે આ દુનિયામાં જો કોઈ વ્યક્તિ એક વાર કઠોર સંકલ્પ કરી ખુબજ મહેનત અને પરિશ્રમ કરી જે કામ કરે છે તેમાં તે જરૂર સફળતા મેળવતો હોઈ છે તેવીજ રીતે આજે તમને એક તેવાજ એક યુવક વિશે જણાવીશું. જે એક સફળતાની વાર્તા રાજસ્થાનના અરવિંદ કુમાર મીણાની છે. બીપીએલ પરિવારનો આ દીકરો પહેલા સહાયક કમાન્ડર બન્યો અને હવે આઈએએસ બનીને સફળ થયો છે. અરવિંદની આ સફળતા એટલા માટે પણ ખાસ ગણવામાં આવે છે કે તેનું બાળપણ ખુબ જ ગરીબીમાં વીત્યું છે. નાની ઉંમરમાં જ માથા ઉપરથી પિતાની છાયા ઉઠી ગઇ. ત્યારબાદ માતાએ મજૂરી કરીને દીકરાને ભણાવ્યો અને એ કાબિલ બનાવ્યો કે દીકરો આજે આઈએએસ બની ગયો છે.

અરવિંદ કુમારે યુપીએસસી પરીક્ષાની અંદર 676મી રેન્ક અને એસટી વર્ગમાં 12મી રેન્ક મેળવી છે. તે રાજસ્થાનના દૌસા જિલ્લાના સિકરાય ઉપખંડના નાહરખોહર ગામનો રહેવાસી છે. તે જયારે 12 વર્ષો હતો ત્યારે જ તેના પિતાનું દેહાંત થઇ ગયું હતું. ત્યારબાદ આખા પરિવારની જવાબદારી તેની માતાના ખભે આવી ગઈ હતી. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેનો પરિવાર ગરીબીના કારણે બીપીએલ શ્રેણીમાં સામેલ થયો હતો. ત્યારબાદ અરવિંદની મા સજ્જન દેવીએ મજૂરી કરવાની શરૂ કરી હતી. તેમનો પરિવાર માટીથી બનેલા કાચા ઘરની અંદર રહેતો હતો. તેમાં રહીને જ અરવિંદે પોતાની સ્કૂલ કોલેજનો અભ્યાસ કર્યો હતો. ગરીબીના કારણે જયારે તેને અને અભ્યાસ છોડવાનું મન થયું ત્યારે તેની માતાએ હિંમત આપવી હતી.

આઈએએસ પહેલા અરવિંદની પસંદગી સશસ્ત્ર સીમા બળમાં સહાયક કમાન્ડેટના પદ ઉપર થઇ હતી. પરંતુ અરવિંદ અને તેની માતા સજ્જન દેવીનું સપનું હતું કે તે આઇએએસ બને. જેના કારણે અરવિંદે સરકારી નોકરી મળ્યા બાદ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ કરવાની ચાલી રાખી. 4 ઓગસ્ટ 2020ના રોજ પરીક્ષાનું પરિણામ જાહેર થયું અને અરવિંદનું આઈએએસ બનવાનું સપનું પૂરું થયું.

દૌસા જિલ્લાની અંદરથી જ બે સગી બહેનોનું પણ ભારતીય પ્રશાસનિક સેવામાં પસંદગી થઇ છે. દૌસા જિલ્લાના સિકરાય ઉપખન્ડના ખેડી રામલા ગામની અનામિકા ને 116 અને તેની બહેન અંજલિને 494 રેન્ક મળી છે. ખાસ વાત એ છે કે આ બંને છોકરીઓના પિતા રમેરા ચન્દ્ર મીણા પણ આઈએએસ છે અને તે હાલમાં તામિલનાડુમાં કરજ ઉપર છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.