આ ગુજરાત ના દીકરા ને પુણે મા મળ્યુ દર્દનાક મોત ! બની એવી ઘટના કે 150 ફુટ નીચે….
હાલમાં એવી ઘટના નજરે આવતી જોવા મળતી હોય છે કે જેનો આપણે કોઈ દીવસ વિચાર પણ નહિ કર્યો હોય લોકો પોતાના સપનાને જીવતા હોય છે અને તેને સાકાર કરવા બહુ મહેનત કરતા હોય છે લોકોના સપના આજે એટલા જરૂરી બન્યા છે કે લોકો પોતાની મહેનત થી તેને હાસિલ કરવા તત્પર રહે છે. આવો એક કિસ્સો હાલમાં બનવા પામ્યો છે જેમાં એક યુવાન એ ટ્રેકિંગ ના શોખ ના કારણે મોત ને ભેટી ગયો હતો.ચાલો જાણ્યે વધુ વિગતે.
પુણેના સિંહગઢ ખાતે શનિવારે એક મેરેથોન દોડ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી યુવક હેમાંગ ગાલા નું મોત થયું હતું. પહાડ ચડતા સમયે ભેખડ નીચે આવતા હેમાંગ નીચે પડકાયો હતો અને ભારે શોધખોળ પછી તેનો મૃતદેહ ૧૫૦ ફૂટ નીચેથી મળી આવ્યો હતો.મળેલી માહિતીના આધારે મૂળ કચ્છ ના હેમાંગ ગાલા એ પુણેથી બી.ઈ. ઇન્ડસ્ટ્રીયલ એન્જીનીયરીંગ કર્યું હતું. તે વર્ષોથી ટ્રેકિંગ એક્ટીવીટી સાથે જોડાયેલો હતો.
હેમાંગ તેના પિતાની સાથે જ આર્ટીફીશીયલ ફલાવરના વ્યવસાયમાં જોડાયેલો હતો. તેણે પર્યાવરણ પ્રત્યે ખુબ લગાવ હતો. આથી તે પર્યાવરણ ને નુકશાન કરતા પ્લાસ્ટિક મુક્ત પેકેજીંગ વિષય પર સંશોધન કરી રહ્યો હતો. જેમાં તેણે અનેક કાર્યો પણ કરેલા હતા.શનિવારે પુણેના ફેમસ સિંહગઢ ખાતે વિવિધ કિલોમીટરની મેરેથોન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી હેમાંગ ગાલા પણ ૩૦૦ લોકો સાથે આ મેરેથોન માં જોડાયો હતો. હેમાંગ એ ૨૧ કિલોમીટર ની દોડમાં ભાગ લીધો હતો.
સવારે શરુ થયેલી મેરેથોન સાંજે ૫ વાગે પૂરી થઇ હતી. ત્યારે પરત ફરનારા લોકોનું કાઉન્ટીગ કરવામાં આવતું હતું પરંતુ ત્યારે હેમાંગ હાજર ન હતો. આ બાબતની જાણ થયા બાદ હેમાંગ ની પુછપરછ શરુ થઇ હતી. જેમાં હેમાંગ ની જાણકારી કોઈ પાસે નહતી. તે તેના ઘરે કે અન્ય કોઈ સ્થળે ન હતો આથી હેમાંગને પહાડી પર શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. વન અધિકારી અને સ્થાનિક રહેવાસીઓ તાનાજી ભોસલે અને રમેશભાઈ ખામકરે ટોર્ચ નો ઉપયોગ કરીને અંધારામાં હેમાંગ ને શોધવા નીકળી પડ્યા હતા.
ત્યારે શનિવારે રાત્રે ૧૧:૩૦ કલાકે ભેખડના પથ્થરોની નીચેથી હેમાંગ નો મૃતદેહ મળી આવ્યો હતો. હેમાંગ દોડમાં અધવચ્ચે હતો ત્યારે આ ઘટની જવા પામી હતી,આ ઘટનાની જાણ જયારે તેના પિતા ધીરજભાઈ ખીમજીભાઈ ગાલા ને કરવામાં આવી તો તેઓ બેહદ અંદરથી તૂટી ગયા હતા તેમજ પરિવારના લોકો શોકમાં જોવા મળ્યા હતા. માઉન્ટ એવરેસ્ટ ચઢવાના સપના જોનાર હેમાંગ નું નાનકડી પહાડી પરથી પડીને મોત થયું હતું.