કલયુગનો શ્રવણ બની ઉભો રહ્યો આ દીકરો! પોતાના માતા-પિતા માટે એવુ કર્યું કે જાણી તમે વાહ વાહ કરશો… રિટાયમેન્ટના પૈસાથી

કહેવામાં આવે છે કે માતા પિતાએ ભગવાનનું રૂપ હોઈ છે. આપણા જીવનમાં માતા-પિતા થી કોઈ પણ મહાન હોતું નથી તેથી આપણે જીવનમાં માતા-પિતાની દરેક વાત માનવી જોઈએ અને તેનું પાલન પણ કરવું જોઈએ. આપણા સારા ભવિષ્ય માટે માતા પિતા ઘણું બધું કરતા હોઈ છે. તો આપણી પણ ફરજ બને છે કે જીવનમાં આપણે તેમની સેવા કરીએ. તેવીજ રીતિ આજના સમયમાં ઘણા છોકરાઓ શ્રવણ બની એક મહાન કામ કરી બતાવતા હોઈ છે તેવીજ રીતિ આજે એક તેવોજ કિસ્સો લઈને તમારી પાસે આવ્યા છીએ જેમાં એક વ્યક્તિએ તેના માતા-પિતાના માનમાં મંદિર બનાવ્યું. આવો તમને આ કિસ્સો વિગતે જણાવીએ.

તમની જણાવીએ તો આ કિસ્સો તમિલનાડુમાં મદુરામાંથી સામે આવી રહ્યો છે જ્યાં રમેશ બાબુ નામના યુવકે પોતાના માતા પિતા માટે એક ખુબજ સરાહનીય કામ કર્યું છે. વાત કરીએ તો તેઓ એક નિવૃત પોલીસ અધિકારી છે. તેઓ પોલીસ વિભાગમાં એસઆઈની પોસ્ટ પર હતા. તે તેના માતા-પિતાને ખૂબ પ્રેમ કરે છે. તે પોતાના માતા-પિતાને ભગવાન માને છે. માતા-પિતા માટે મંદિર બનાવવાની તેમની હૃદયની ઈચ્છા હતી. જોકે, કામમાં વ્યસ્ત હોવાને કારણે તેને સમય મળ્યો ન હતો. આવી સ્થિતિમાં, જ્યારે તેઓ નિવૃત્ત થયા, ત્યારે તેમણે તેમના માતાપિતાના સન્માનમાં એક મંદિર બનાવ્યું.

તેમજ આ સાથે વધુમાં જણાવીએ તો મંદિરના નિર્માણ પછી, રમેશ બાબુ દરરોજ તેમના માતા-પિતાની મૂર્તિઓને ભગવાન માનીને પૂજા કરે છે અને માળા ચઢાવે છે. રમેશ બાબુ જણાવે છે કે આ મંદિરના નિર્માણ બાદ તેમના માતા-પિતાનું અવસાન થયું હતું. જો કે આ મંદિર અને મૂર્તિ દ્વારા તેઓ હંમેશા તેમની સાથે છે. આમ રમેશ બાબુના આ કામ પર લોકો કહેવા લાગ્યા કે આ સાચો દીકરો છે.

તેમજ કહ્યું કે, જો બધા બાળકો પોતાના માતા-પિતા પ્રત્યે આટલી આદરની ભાવના રાખવા લાગે તો તેમને ધરતી પર જ સ્વર્ગનું સુખ મળશે.
આમ આવીજ રીતે યુપીના હરદોઈ જિલ્લાના અતરજી ગામમાં એક સરકારી કર્મચારીએ નિવૃત્તિ બાદ તેના માતા-પિતાના સન્માનમાં એક મંદિર પણ બનાવ્યું હતું. રમેશ બાબુની જેમ, વીરેન્દ્ર દીક્ષિત, જેઓ લેખપાલ હતા, તેઓ દરરોજ તેમના સ્વર્ગસ્થ માતા-પિતાની મૂર્તિઓ સ્થાપિત કરીને તેમની પૂજા કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *