આ ખાસ જગ્યા ને કહેવા મા આવે છે નર્ક નો દરવાજો ?? જાણો ક્યા આવેલી છે આ જગ્યા

રશિયાના સાઇબીરિયામાં માટી ધસી પડવાને કારણે માઉથ ટુ હેલ અર્થાત નરકનું પ્રવેશદ્વાર નામક એક વિશાળ ખાડો તૈયાર થયો છે. બટાગાઇકા નામથી ઓળખાતો આ ખાડો સૌથી પહેલાં ૧૯૮૦માં માપવામાં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધી એની લંબાઈમાં એક કિલોમીટરનો વધારો થયો છે તેમ જ એનું ઊંડાણ વધીને ૮૬ મીટર એટલે કે ૨૮૨.૧ ફુટ થયું છે. સ્થાનિક લોકોએ એને નરકનું પ્રવેશદ્વાર એવું નામ આપ્યું છે.

દર વર્ષે આ ખાડો ૨૦થી ૩૦ મીટર વધતો જાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ધ્રુવ પ્રદેશમાં જમીનની નીચે થીજી ગયેલી માટી પીગળવાને કારણે આ પ્રક્રિયા થઈ રહી છે. આ પોલાણ પોતાની આસપાસની દરેક વસ્તુને ખેંચી રહ્યું છે. આ પ્રક્રિયાને કારણે પૃથ્વીના ૧,૨૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ વર્ષ જૂના માટીના સ્તરને જોઈ શકાય છે જે ૬,૫૦,૦૦૦ વર્ષ સુધીના હોવાનો અંદાજ છે.

૨૫,૮૦,૦૦૦ વર્ષ પહેલાંના ચોથા હિમયુગ દરમ્યાન માટી થીજી થઈ હતી. ૧૯૬૦માં જ્યારે જંગલનો નાશ કરવામાં આવ્યો ત્યારે સૂર્યપ્રકાશની ગરમીને કારણે માટી પીગળવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જોકે આ પરિસ્થિતિને સારી ન કહી શકાય. ગરમી વધતાં આ ખાડાની લંબાઈ પણ વધશે. એક ભૂસ્તરશાસ્ત્રીએ ત્યાં જઈ તપાસ કરતાં કોઈ નરકનો દરવાજો મળ્યો નહોતો.

લોકો તેને 1980 થી સાઇબિરીયામાં જોતા આવ્યા છે અને તેના સતત વધતા આકારને જોઈને તેઓ તેને નર્કનો દરવાજો કહેવા લાગ્યા. જે ઝડપે તે વધી રહ્યું છે, તે આસપાસના વિસ્તારને પોતાના નિયંત્રણમાં લઈ રહ્યું છે. હાલમાં, તેની વૃદ્ધિની ઝડપ દર વર્ષે 20 થી 30 મીટર છે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published.