રાજકોટની આ વિધાર્થીનીએ કર્યો અનોખો આવિષ્કાર ! અકસ્માતમાં થશે ઘટાડો,જાણો કેવી રીતે?

જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિ એવી એવી શોધ કર્તા હોઈ છે જે બધાજ લોકો માટે ખુબજ ઉપયોગી બની જતી હોઈ છે હાલ એક તેવાજ વ્યક્તિ વિશે વાત કરીશું. જેણે બનાવ્યા એવા અનોખા ચશ્માં કે ખાસિયત જાણી તમે પણ રહી જશો દંગ. આવો તમને વુગતે જણાવીએ.

તમને જણાવીએ તો હાલ દેશમાં અને રાજ્યમાં છેલ્લા ઘણા સમય થી અકસ્માતની સંખ્યાઓ ખુબજ વધી ગઈ છે તેવાંમાં ઘણા કિસ્સામાં ડ્રાઈવરને ઝોકુ આવી જતા ગમખ્વાર અકસ્માત સર્જી બેસે અને અનેક લોકો મોતના મુખમાં હોમાય છે. ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનોસાયન્સ અને એડવાન્સ મટિરિયલ્સની વિદ્યાર્થિનીઓએ એક એવું ડિવાઈસ તૈયાર કર્યું છે કે, વાહન ચલાવતી વખતે જો ડ્રાઈવરને ઝોકુ આવે તો એલર્ટ સાયરન વગાડતા ચશ્મા બનાવ્યા છે. ડ્રાઈવરને ઝોકુ આવે તો સાયરન વાગે છે અને ડ્રાઈવર જાગી જાય છે અને ગમખ્વાર અકસ્માતમાંથી બચી જાય છે.

આમ વાત કરીએ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનો સાયન્સ ભવનનાં પ્રોફેસર ડો.અશ્વીનીબેન જોશીના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીનીઓ સૃષ્ટીબેન ડોડીયા, રૂષિતાબેન ડોડીયાએ આ ડીવાઈસ તૈયાર કર્યું છે. જી અકસ્માતમાં ઘટાડો કરવા ખુબજ મદદરૂપ બનશે. તેમજ આ ડિવાઈસ એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે, જેમાં વપરાયેલા ઈન્ટરનલ કમ્પોનન્ટસ માણસની આંખની ચામડીને ડીટેક્ટ કરે છે. એટલા માટે બંધ કરતા જ તે ચેતવણી આપે છે. તેમજ ઓછી કિંમતમાં તૈયાર કરવામાં આવેલું ડિવાઈસ માત્ર વાહનચાલકો માટે જ ન નહીં પરંતુ ઉદ્યોગોમાં સતત મશીન ઓપરેટર કરતા કારીગરો માટે પણ ઉપયોગી છે.

આમ ઘણા જોખમ સામે વ્યક્તિ સુરક્ષિત રહી શકે છે. સૌરાષ્ટ્ર યુનિ.ની લેબોરેટરીમાં તૈયાર કરવામાં આવેલા આ ડિવાઈસને આગામી જાન્યુઆરી 2023માં યોજાનાર મેક્સફેસ્ટ-2023ના રાષ્ટ્ર કક્ષાના ઔદ્યોગિક સમારોહમાં રજૂ કરવામાં આવશે. આ સાથે તમને જણાવીએ તો વાહન અકસ્માતોનાં પ્રમાણને નિયંત્રિત કરવા માટે જે સિસ્મેટીક ગ્લાસીસ તૈયાર કરવામાં આવ્યા છે. તે વાહન અકસ્માતમાં હોમાતી માનવ જિંદગીને બચાવી શકે તેમ છે. જ્યારે ડ્રાઈવિંગ કરતા હોઈએ ત્યારે આ એન્ટી સ્લીપ ડિવાઈસ નામનું ઉપકરણ ચશ્માની જેમ પહેરી લેવામાં આવે છે. જ્યારે ઝોકુ કે ઉંઘ આવે ત્યારે ડિવાઈસમાં જોરદાર એલાર્મ વાગવા લાગે છે. આને જ્યારે વાહન ચાલકની આંખો ખુલ્લે ત્યારે ડિવાઇસ નોં અલાર્મ બંદ થઈ જાય છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *