સુરતના આ પરિવાર પાસે છેલ્લા 194 વર્ષ થી છે ભગવાન સ્વામિનારાયણે પહેરેલી પાઘડી, વર્ષો પહેલા સ્વામિનારાયણ….જાણો

મિત્રો જેમ તને જાણોજ છો કે આપણા વંશ, પેઢી, વારસાની અમુલ્ય અને ખાસ પ્રકારની વસ્તુ કે જે તે ભેટ આપણા માટે ખુબજ કિંમતી હોઈ છે અને આપણે તેને સાચવીને પેઢીની હયાતી અને તેનું માન સન્માન જાળવવાનું હોઈ છે તેવીજ રીતે હાલ ભાઈ બીજના દિવસે સ્વામિનારાયણ ભગવાનની પાઘડી લોકોના દર્શન માટે મૂકવામાં આવતી આવે છે. સવંત 1881માં સુરત આવેલા સ્વામિનારાયણ ભગવાને તે વખતે પારસી કોટવાળ અરદેશરને પોતાની પાઘડી અને શ્રીફળ આપ્યાં હતાં. જે આજે 194 વર્ષે પણ પારસી પરિવાર પાસે છે. પારસી પરિવાર આ પાઘડીનું જીવની જેમ જતન કરે છે.

તમને જણાવીએ તો ભગવાનનું માથું પોતાની પાસે હોવાનું માનતો આ પારસી પરિવાર દર ભાઈ બીજાના દિવસે પ્રેમથી તમામ લોકોને પાઘડીના દર્શન કરાવે છે. આમ તસવીરમાં જોવા મળથી આ પાઘડી આજથી 194 વર્ષ જૂની છે. જેની પાછળ પણ એક ધાર્મિક આસ્થા છુપાયેલી છે. આ પાઘડી કોઈ સામાન્ય નહીં પણ સદીઓ પૂર્વે સ્વામિનારાયણ ભગવાને ધારણ કરી હતી તે છે. 194 વર્ષ પૂર્વે સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યા હતા ત્યારે તે સમયના કોટવાળ તરીકે કાર્ય કરતા અરદેશરને તેમણે આ પાઘડી ભેટમાં આપી હતી. ત્યારથી આ પાઘડીને સુરતમાં આજ દિવસ સુધી સાચવામાં આવી છે.

પાઘની પાછળની ધાર્મિક વાયકા એમ છે કે, સવંત 1881માં સ્વામિનારાયણ ભગવાન સુરત આવ્યાં હતાં. સુરતમાં થોડા દિવસો રોકાયા બાદ અરદેશર કોટવાળની સેવાથી ખુશ થયેલા ભગવાને તેમને 1881ના માગશર સુદ ત્રીજના દિવસે પરત જતી વખતે કોટવાળને શ્રીફળ અને પોતાની પાઘ આપી હતી. તમને વધુમાં જણાવીએ તો સ્વામિનારાયણ ભગવાને 194 વર્ષ પૂર્વે અરદેશર કોટવાળને પાઘ આપી હતી. જે તેમના દીકરા જહાંગીરશાહ પાસે ગઈ પરંતુ તેમનું નાની ઉંમરે અવસાન થતાં તેમના પત્ની ડોશીબાઈ કોટવાળ પાસેથી પાઘ તેમના મોસાળ સોરાબજી એડલજી વાડિયા પાસે ગઈ હતી. ત્યારથી હાલની હયાત ત્રીજી પેઢી તહેમસ્પ અને તેમના દીકરા કેરશાસ્પ તેમના જીવની જેમ આ પાઘડીનું જતન કરી રહ્યા છે.

આમ આ મામલે પારસી કેરશાસ્પજીએ જણાવ્યું હતું કે, ઘણા લોકો આ પાઘડીને લઈ જવાની ઈચ્છા વ્યક્ત કરે અને તેના બદલામાં આર્થીક વળતર પણ ચૂકવાની વાત કરે છે પરંતુ આ અમારા પરિવારને ભગવાન તરફથી આપવામાં આવેલી અમૂલ્ય ભેટ છે. આથી આ ભેટનું આર્થિક મૂલ્ય આંકી શકાય નહીં. ભાઈ બીજના દિવસે આ પાઘના દર્શન કરવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મહંતો અને ભક્તો દર્શન આવે છે.તેમજ પારસી પરિવારના સભ્યો શ્રીજી ભગવાનની પાઘને તેમનું માથું હોય તે રીતે જતન કરે છે. શ્રીજીની કંઠી બાંધવાની સાથે પારસી ધર્મની જનોઈ પણ ધારણ કરે છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *