વલસાડ ની આ શિક્ષિકા 5 લોકોને નવુંજીવન આપશે! અંતિમ ઈચ્છા પણ હતી કે…
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે તબીબી સારવારમાં કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે. જેમાં મૃત પામનાર જે યુવતી છે તેનું અંગ દાન પણ કરવામાં આવ્યું છે. વાત કરીએ તો બ્રેનડેડ શિક્ષિકાનાં અંગોનું દાન હવે 5ને નવું જીવન મળશે.
વાત કરીએ તો આ ઘટના વલસાડ માંથી સામે આવી રહી છે જ્યાં બ્રેઈનહેમરેજ બાદ બ્રેનડેડ થયેલી યુવા શિક્ષિકાના અંગોનું પરિવારે દાન કરી 5ને નવું જીવન આપ્યું છે. શિક્ષિકાની બન્ને કિડનીનું સુરતના બે યુવકોમાં અને લિવરનું વડોદરાના વૃદ્ધમાં સુરતની કિરણ હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. બન્ને ચક્ષુઓનું દાન પણ કિરણ હોસ્પિટલે સ્વિકાર્યું છે. વલસાડ-નાનકાવાડા નંદનવન પાર્કની સામે રહેતા પલક તેજસભાઈ ચાંપાનેરી (27) ધરમપુરની મોર્ડન સરકારી સ્કુલમાં પ્રવાસી શિક્ષિકા હતા. 11મીએ રાત્રે તેમને માથામાં દુઃખાવો અને ઉલટીઓ થતાં વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આમ જ્યાં બ્રેઈન હેમરેજ નિદાન થયું હતું. જેથી 12મીએ તેમને સુરત કિરણ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં નાના મગજની નસ ફાટી જતાં લોહીનો ગઠ્ઠો હોવાનું નિદાન થયું હતું. બાદમાં 20મીએ બ્રેનડેડ જાહેર કરાયા હતા. ડોનેટલાઈફની ટીમે પરિવારની સંમતિ બાદ સોટોનો સંપર્ક કરી કિડની અને લિવરના દાન ઉપલબ્ધ કરાવ્યું હતું.
આમ જે દાનમાં મેળવવામાં આવેલી એક કિડનીનું સુરતના 43 વર્ષીય વ્યક્તિમાં બીજી કિડનીનું સુરતના 35 વર્ષીય વ્યક્તિમાં, લિવરનું વડોદરાના 65 વર્ષીય વ્યક્તિમાં સુરતની કિરણ હોસ્પિટલમાં તબીબો દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. તેમજ દાનમાં મેળવવામાં આવેલી ચક્ષુઓનું ટ્રાન્સપ્લાન્ટ બે જરૂરીયાતમંદ દર્દીઓમાં કિરણ હોસ્પિટલમાં કરવામાં આવશે. આમ અંગ દાન નું સરાહનીય કાર્ય ખુબજ સેવાકીય કાર્ય તરીકે જોઈ શકીએ છીએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.