પાકિસ્તાન મા આવેલા આ મંદિર જ્યા આજે પણ લાખો લોકો માથુ નમાવે છે જેમા એક શક્તિપીઠ…

આપણા પાડોશી રાજ્ય પાકિસ્તાન માં આજે પણ એક હિંદુ મંદિર માં તોડ ફોડ ની ઘટના સામે આવી છે . આ મંદિર પાકિસ્તાનના કરાચી માં આવેલું છે .મળેલી માહિતીના અનુસાર ,કરાચીના કોરંગી એરિયામાં આવેલું શ્રી મારી માતા મંદિર માં તોડફોડ કરવામાં આવી .આ મંદિર કોરંગી પોલીસ સ્ટેસન ની પાસે આવેલું છે આવું પહેલી વાર નથી બન્યું જયારે પાકિસ્તાનમાં આવારા તત્વો એ મંદિરમાં તોડફોડ કરી હોય .

આવું ઘણી વાર જોવા મળ્યું છે.ભાગલાના સમયે પાકિસ્તાનમાં સેકડો પ્રાચીન મંદિરો હતા .પરંતુ અત્યારે આમાંથી થોડા જ જોવા મળે છે.તો ચાલો આજે પાકિસ્તાન માં આવેલા આ પ્રાચીન અને એતિહાસિક મંદિરો વિષે જાણીએ જે આજે પણ હજારો લોકો તેના દર્શન અને પૂજા કરવા જાય છે આ મંદિરોમાં ભક્તોની આસ્થા હજુ જોવા મળે છે.

હિંગળાજ માતાનું મંદિર

આ મંદિર પાકિસ્તાનના બલુચિસ્તાન માં હિંગોલ નદી અને હિંગોલ નેશનલ પાર્ક ની વચ્ચે આવેલું છે .આ મંદિર દેવી સતી નું મુખ્ય શક્તિપીઠ માનું એક છે .માન્યતા છે કે હિંગળાજ શક્તિપીઠ માં દેવી સતીનું શીશ પડ્યું હતું.આ મંદિરમાં ભગવાન શિવ ભીમલોચન ભૈરવ ના રૂપમાં બિરાજમાન છે .દેવીની કોઈ માનવ દ્વારા તૈયાર થયેલી છવી નથી .પરંતુ એક નાના આકારમાં પથ્થર માં માતા હિંગળાજ પ્રતિરૂપ ના રૂપે પોજવામાં આવે છે.આહી હિંદુ જ ની પરંતુ મુસ્લિમ સમાજ પણ માથું નમાવવા આવે છે તેઓ આ મંદિરને નાનીનું મંદિર કહે છે .એક પ્રાચીન પરંપરાનું પાલન કરતા તેઓ સ્થાનિક મુસ્લિમ જનજાતિ,તીર્થયાત્રા માં પણ સામીલ થાય છે અને તીર્થયાત્રા ને નાની નો હજ કહે છે.

ક્ટાસરાજ શિવ મંદિર

પાકિસ્તાનના પંજાબમાં આવેલું ભગવાન શિવ નું આ મંદિર ખુબ જ પ્રસિદ્ધ છે.આ મંદિરનું નિર્માણ છઠી શતાબ્દી થી નવમી શતાબ્દી વચ્ચે બનાવવામાં આવ્યું હતું.કટાસરાજ મંદિર પાકિસ્તાનના ચકવાલ ગામમાં લગભગ ૪૦ કી.મી. દુર કતસ માં એક પહાડ પર આવેલું છે.કહેવામાં આવે છે કે આ મંદિર મહાભારત ના કાળમાં પણ હતું .આ મંદિરથી જોડાયેલી પાંડવોની ઘણી કથા પ્રસિદ્ધિ છે.કહેવામાં આવે છે કે વનવાસ ના દરમિયાન થોડોક સમય પાંડવો આહી રહ્યા હતા .આહી સ્થિતિ કુંડ વિષે પણ કહેવામાં આવ્યું છે કે આ કુંડ મહાદેવ ના આંસુથી બનેલો છે.

વરુણ દેવ મંદિર

પાકિસ્તાન માં આવેલું જળદેવતા વરુણદેવ નું મંદિર ખુબ પ્રસિદ્ધ છે .૧૯૪૭ ના ભાગલા ના સમયે આ મંદિર પર ઘણા લોકોએ કબજો કરી લીધો હતો અને અહી પૂજા પાઠ પણ બંધ કરી નાખ્યો હતો .પરંતુ હિંદુ કાઉન્સિલ ના કારણે વર્ષ ૨૦૦૭ માં આ મંદિર ને ફરી ખોલવામાં આવ્યું .આ મંદિર ૧૦૦૦ વર્ષ જુનું કહેવાય છે.

રામ મંદિર

પાકિસ્તાનના પ્રમુખ હિંદુ મંદિરોમાં રામ મંદિર ખુબ જ પ્રખ્યાત છે.આ મંદિર સૈયદ પુર નામના સ્થળે છે જે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ની નજીક આવેલું છે.કહેવામ આવે છે કે,આ મંદિર ની સ્થાપના રાજા માનસિંહ દ્વારા વર્ષ ૧૫૮૦ માં થઇ હતી.ભાગલાના પછી આ મંદિર પાકિસ્તાન માં જતું રહ્યું .આજે પણ હજારો ભક્તો આઈ આવે છે અને ભગવાન શ્રી રામ ની પૂજા અને દર્શન કરી ધન્યતા અનુભવે છે.

પંચમુખી હનુમાન મંદિર

કરાચીમાં આવેલુ હનુમાનજી મંદિર ખુબ પ્રચલિત છે આ પંચમુખી હનુમાનજી મંદિરના નામે જાણવામાં આવે છે.આહી રોજ હજારો ની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે આ મંદિર માં હનુમાનજીના પાંચ રૂપવાળી સુંદર મૂર્તિ છે.હમણાં આ મંદિર દેખરેખના અભાવના કારણે જર્જરિત થઇ ગયું છે પરંતુ લોકોની આસ્થા આમાં હજુ જોવા મળે છે .એવું કહેવામ આવે છે કે આ મંદિર લગભગ ૧૫૦૦ વર્ષ જુનું છે .

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *