અરવલ્લી આ મંદિરમાં બાબરાભૂત છે બિરાજમાન ! એક સમયે લોકો ખુબ ડરતા પણ પછી એવો ચમત્કાર થયો કે…ખુબ દિલચસ્પ છે ઇતિહાસ

મિત્રો આ દુનિયામાં જ્યારે જયારે પણ કોઈ વ્યક્તિ ખુબજ ગંભીર મુશ્કેલીમાં પડી જતો હોઈ છે ત્યારે તે તેમાંથી નીકળવા માટે ઘણા પ્રયત્નો કરતો હોઈ છે અને ભગવાન પાસે જઈ પોતાના દુઃખ દૂર કરવા પ્રાર્થના કરતા હોઈ છે અને માનતા પુરી થતા ચઢાવો પણ કરતા હોઈ છે. તેવીજ રીતે આજે તમને એક એવા અનોખા મંદિરની મુલાકાત કરાવીશું જ્યાં એક સમયે ધોળા દિવસે લોકો ડરતાં, આજે નમાવે છે શીશ આવો તમને આ અનોખા મંદિર ના રોચક ઇતિહાસ વિષે વિગતે જણાવીએ.

જો વાત કરવામાં આવે તો આ અનોખું મંદિરની તો તમને જાણીને નાવી લાગશે કે એક ભૂત લોકોનો ભગવાન બની ગયો અને અને તેઓની માનતા પૂર્ણ કરવા લાગ્યું. તો વળી જ્યારે પણ કોઈની સામે આપડે ભૂતની વાત કરતા હોઈ છીએ ત્યારે તેઓ થર થર ધ્રુજવા લાગતા હોઈ છે. વ્યક્તિના મનમાં ભૂતને લઈને હંમેશા ડર જોવા મળતો હોઈ છે. તેવીજ રીતે અરવલ્લી જિલ્લાના લીંભોઈ ગામે આવેલા આ મંદિરમાં કોઈ દેવી-દેવતા નહીં પરંતુ એક ભૂત બિરાજમાન છે. અહીં લોકો આજે તેની પૂજા કરે છે.

લોકો આ અનોખા મંદિરે દૂર-દૂરથી પોતાની મન્નતો પુરી કરવા માટે આવે છે. આવા સવાલો તમારા મનમાં ચોક્કસથી થતાં હશે. પરંતુ આ દ્રશ્યો જોયા બાદ તમને પણ વિશ્વાસ નહીં આવે. કારણ કે, એક ભૂતના મંદિરે લોકો પૂજા-અર્ચના કરી રહ્યાં છે. આમ જો તમને આ મંદિરના ઇતિહાસ વિષે જણાવીએ તો લોકોના જણાવ્યા પ્રમાણે વર્ષો પહેલા અહીં ખેતરના શેઢે આવેલા સાગના વૃક્ષ નીચે બાબરા ભૂતનો વાસો હતો. આ વિસ્તારમાંથી નિકળતા ખેડૂતો અને રાહદારીઓ પણ ધોળા દિવસે ડરતા હતા.

આ તરફ જે તે વડીલોએ સાગના વૃક્ષ નીચે બિરાજમાન બાબરા ભૂતની પૂજા-અર્ચના કરી અને બાબરભૂત ની વિધિ-વિધાન પૂર્વકની આરાધના કરી હતી. ત્યારબાદ બાબરા ભૂત નું નાનું મંદિર બનાવી ખેડૂતોએ નિયમ કર્યો કે, આ વિસ્તારમાં જે કોઈ ખેતરમાં પાક થશે તે પાકમાંથી મુઠી ભર પાક બાબરાવીર ને ધરાવ્યા બાદ પાક ઘરે લઈ જવો. ત્યારથી આ પરંપરા ચાલુ રહી છે. અત્યારે પણ ખેડૂતો પાકનો ભોગ મંદિરે ધરાવે છે. બાબરાવીર ને પ્રસાદ અને નૈવેધ સ્વરૂપે સુખડી, શ્રીફળ અને સિગારેટ ધરાવવામાં આવે છે. દિવાળી અને નવરાત્રિના દિવસોમાં આ મંદિરે મોટા મેળાવડા પણ થાય છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે.

આમ આમ બાબરીયા વીર અનેક દુ:ખિયાઓના દુ:ખ દૂર કરે છે તેવું ગ્રામજનોનું માનવું છે. શ્રદ્ધાળુઓ પોતાની મન્નત પૂર્ણ થવા પર બાબરીયા વીર ને નૈવેધ ધરાવવા મટે દૂરદૂરથી અહીં આવે છે. આમ એક ભૂતને આજે મંદિરમાં બિરાજમાન કરી લોકોએ તેને વીર બનાવી દીધો છે અને તે બાબરીયા વીર આજે આસ્થાનું ધામ બની ગયું છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *