તારક મહેતા સિરીયલ ના આ દિગ્ગજ એક્ટરે અચાનક જ શો ને અલવિદા કહી દીધું ! જાણો કોણ છે આ એક્ટર અને શા માટે…

હાલમાં ઘણી એવી સિરિયલો છે જેમાં લોકો પોતાના અભિનયથી દરેક દર્શકોના દિલો પર રાજ કરે છે.જેમાં કોમેડી, ડ્રામા, ઈમોશનલ વગેરે જેવી સિરિયલો જોવા મળે છે.જો આપણે આવી સિરિયલોની વાત કરી રહ્યા છે તો તારક મહેતા કા ઉલટા ચશ્માંને કેમ ભૂલી જવાય તારક મહેતા કા ઉલટા ચશ્મા એ આપણા ભારતની નંબર વન સિરિયલો માંથી એક છે.જેમાં ગોકુધામ સોસાયટીમાં આ સિરિયલનું શુટિંગ કરવામાં આવે છે.જેને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે જ્યાં દરેક ધર્મના લોકો સાથે મળીને રહે છે.તેવામાં આ શોના ફેન્સ માટે એક દુઃખદ સમાચાર સમા આવી રહ્યા છે જે સાંભળી બધાજ ને મોટો ફટકો લાગશે.

જેમ તમે જાણોજ છો કે આ વર્ષમાં આ શોના ઘણા મોટા આને લોકપ્રિય કલાકારો આ શો ને અલવિદા કહી ચુક્યા છે તેવામાં વધુ એક લોકપ્રિય કલાકારે આ શો ને અલવિદા કહી દીધું છે. જે આ સીરીયલમાં જેઠાલાલના પુત્ર ટપુ તરીકે પાત્ર નિભાવનાર રાજ અનડકટ છે. આ વખતે ટપ્પુએ ખુદ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને અલવિદા કહેવાના સમાચાર આપ્યા છે. આ જાહેરાત કરતી વખતે રાજે લખ્યું કે હવે સમય આવી ગયો છે કે, તમામ અટકળો અને સવાલોનો અંત લાવીએ. સત્તાવાર રીતે નીલા ફિલ્મ્સ અને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સાથે મારો કરાર પૂર્ણ થઈ ગયો છે.

તેઓએ પોસ્ટમાં લખ્યું કે, ” મારી આ સફરમાંથી મેં ઘણું શીખ્યું છે. ઘણા મિત્રો બન્યા છે. આ મારી કારકિર્દીનો એક મહત્વપૂર્ણ તબક્કો હતો. આ પ્રવાસમાં મને સાથ આપનાર તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરવા માંગુ છું. શોની સમગ્ર ટીમ, મારા મિત્રો, પરિવાર અને તમારા બધાનો હૃદયપૂર્વક આભાર. ટપ્પુના પાત્ર દ્વારા તમે મને જે રીતે પ્રેમ આપ્યો છે તે બદલ આપ સૌનો હૃદયપૂર્વક આભાર. મહેતાની સમગ્ર ટીમ અને શોને ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.”

વધુમાં તમને જણાવુંએ તો મુંબઈમાં જન્મેલા રાજે 2016માં ટીવી સિરિયલ ‘એક રિશ્તા સાંઝેદારી કા’થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. માર્ચ, 2017 સુધી ‘તારક મહેતા..’માં ભવ્ય ગાંધી ટપુનો રોલ પ્લે કર્યો હતો. તેણે સિરિયલ છોડી ત્યાર પછી રાજને ટપુના રોલ માટે લેવામાં આવ્યો હતો. આમ અત્યાર સુધીમાં આ શો ને શૈલેષ લોઢા તથા રાજ અનડકટ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહે.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *