આ ગામને કહેવામાં આવે છે ગુજરાતનું પેરિસ ! એટલું ધનવાના છે કે અહીંના લોકો….દરેક બેંકમાં

જ્યારે પણ ગામડાની વાત આવે ત્યારે આપણા મન પર એક ચોક્કસ તસવીર ઉઠતી હોય છે. જેમાં ધૂળીયા રસ્તા હોય, ઘોડા ઘાડી, કાચા પાકા રસ્તા અને મકાન હોય, ખેતરો હોય. પરંતુ જો તમને કોઈ એવું કહે કે એક ગામ એવું પણ છે જ્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા અને સ્વચ્છ રસ્તાઓ છે, રસ્તાઓ પર મર્સિડિઝ અને બીએમડબલ્યુ જેવી ગાડીઓ દોડે છે. ગામડામાં મેકડોનાલ્ડ જેવી રેસ્ટોરા પણ છે તો તમે શું માનશો. આપણા ભારતમાં આવું જ એક ગામ છે. રસપ્રદ વાત એ છે કે આવું સમૃદ્ધ અને અત્યંત પૈસાવાળુ ગામ આપણા ગુજરાતમાં જ છે. ગુજરાતના આણંદ જિલ્લામાં આવેલું ધર્મજ ગામ આ બાબતે ખુબ પ્રખ્યાત છે. અહીંના લોકોની સમૃદ્ધિ તમને ચારેબાજુ નજરે ચડશે. ગામના લોકો શહેરી અને ગ્રામીણ એમ બંને પ્રકારનું જીવન જીવે છે.

આમ આ સાથે ધર્મજ ગામને એનઆરઆઈ ગામ પણ કહે છે. અહીંના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં કામ ધંધો કરે છે. અહીં લગભગ દરેક પરિવારમાં એક ભાઈ ગામમાં રહીને ખેતી કરે છે. જ્યારે બીજો ભાઈ વિદેશ જઈને પૈસા કમાય છે. એવું કહેવાય છે કે દરેક દેશમાં તમને ધર્મજની વ્યક્તિ જરૂર જોવા મળશે. દેશનું કદાચ આ પહેલું ગામ હશે જેના ઈતિહાસ, વર્તમાન અને ભૂગોળને વ્યક્ત કરતી એક કોફી ટેબલબુક પણ પ્રકાશિત થઈ છે.

તેમજ તમને જાણીને નવાઈ લાગશે કે આ ગામની પોતાની વેબસાઈટ પણ છે. અરે…પોતાનું એક ગીત પણ છે. ગામવાળા કહે છે કે બ્રિટનમાં તેમના ગામના ઓછામાં ઓછા 1500 પરિવાર, કેનેડામાં 200 અને અમેરિકામાં 300થી વધુ પરિવાર રહે છે. હિસાબ કિતાબ રાખવા માટે કાયદેસર એક ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે. જેમાં કોણ ક્યારે અને ક્યાં વિદેશ જઈને વસ્યા તેની સંપૂર્ણ વિગતો છે. એકમ લગભગ 12 હજારની વસ્તીવાળા આ ગામમાં સરકાર દ્વારા ચાલતી શાળા છે તો જાણીતી રેસિડેન્શિયલ શાળા પણ છે. ગામમાં જૂની શૈલીના મકાન પણ છે અને હાઈટેક ટેક્નોલોજીથી બનેલા બિલ્ડિંગ પણ છે. ગામમાં એક શાનદાર સ્વિમિંગ પૂલ પણ છે. ગામમાં મોટાભાગે પાટીદાર લોકો રહે છે. આ ઉપરાંત વાણીયા, બ્રાહ્મણ અને દલિત જાતિના લોકો પણ છે

આમ આ ગામના 1700 લોકો બ્રિટનમાં, 200 લોકો કેનેડા, 800 અમેરિકામાં, 160 ન્યૂઝીલેન્ડ સહિતના દેશોમાં ધર્મજવાસીઓ સ્થાયી થયા છે.ધર્મજ ગામના રાજેશભાઇ પટેલે ધર્મજ ગામ પર એક પુસ્તક પણ લખ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, એક જમાનામાં વિદેશ જવું વિકટ મનાતું હતું, ત્યારે ગામમાંથી 1906માં જોઇતારામ કાશીરામ પટેલ માંઝા અને ચતુરભાઇ પટેલ યુગાન્ડાના મબાલે ખાતે ગયા હતા.1910માં માન્ચેસ્ટર જનારા પ્રભુદાસ પટેલ ગામમાં માન્ચેસ્ટર વાળા તરીકે ઓળખાતા હતા,

આમ જયારે 1911માં એડન ખાતે ગામના ગોવિંદભાઈ પટેલે તમાકુનો વેપાર શરૂ કયો હતો. ધર્મજ ગામના એક બેંક કર્મચારીના જણાવ્યું હતું કે, આ ગામના એન.આર.આઇ સરકારી બેંકોમાં પૈસા મૂકવાનું પસંદ કરતા હોવાથી આ ગામે દેશનું ધનવાન ગામ બન્યું છે. ધર્મજમાં 1959માં સૌપ્રથમ દેના બેંકની શાખા ખૂલી હતી. ગામમાં લોન લેનારાઓ કરતાં ડિપોઝિટ મૂકનારાઓની સંખ્યા વધુ છે. ધર્મજમાં કુલ બેંક ડિપોઝીટ 1300થી 1400 કરોડ રૂપિયાની આસપાસની હોવાનું માનવામાં આવી રહ્યું છે.

આમ આ સાથે દર વર્ષે 12મી જાન્યુઆરીએ ધર્મજ ડે તરીકે ઊજવવામાં આવે છે, જેમાં વિદેશમાં સ્થાયી થયેલા એનઆરઆઇ પરિવારો મોટી સંખ્યામાં આવે છે. આમ 11 હજારની વસતિ વચ્ચે 13 બેંકની બ્રાંચમા દેના બેંક, બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અલાહાબાદ બેંક, કેનેરા બેંક, ICICI બેંક, ઇન્ડસઇન્ડ બેંક, HDFC બેંક, પંજાબ નેશનલ બેંક, કોર્પોરેશન બેંક,ધી ધર્મજ પીપલ્સ કો.-ઓપરેટિવ બેંક લિ. આવેલી છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *