ગુજરાતનું આ ગામ જ્યાં દરેક લોકોના લોહીમાં છે દેશભક્તિ! યુવાનોથી લઈ યુવતીઓ પણ કરે છે સૈનિક બનવાની તૈયારી, તો વધુ ઉંમરના સૈનિકોમાં…
મિત્રો આપણે આજે શાંતિ પૂર્વક પોતાનું જીવન આપણા ઘરમાં આપણા દેશમાં જીવી રહ્યા છે તે દેશના વીર જવાનોને લીધે જી આપણા માટે પોતાનું બધુજ ત્યાગ કરીને ગરમી હોઈ કે ઠંડી, કે પાવહિં વરસાદ, 24 કલાક આ જીવન આપણી રક્ષા કરતાં હોઈ છે. આજની પેઢીમાં પણ યુવાનોમાં આર્મી ની ભરતી પ્રત્યે ખુબજ રસ અને પ્રેમ જોવા મળે છે. અત્યાર સુધી દેશ માટે ઘણાં વીર જવાનો શહીદ પણ થયા છે. જી કોઈ નાની બાબત નથી. તેવાંમાં વાત કરીએ તો ગુજરાતનું એક ગામ એવુ છે કે જ્યાં લોકોના લોહીમાં જ દેશભક્તિ છે. અહીંના લોકો જીવનની આથમતી સંધ્યાએ અત્યારે પણ દુશ્મનોને સબક શીખવાડવા બોર્ડર પર જવા તૈયારી દર્શાવી રહ્યા છે. આવો તમને વિગતે આ ગામ વિષે જણાવીએ.
વાત કરવામાં આવે તો સાબરકાંઠા જીલ્લાનું આ એક એવું ગામ છે કે,જ્યા લોકોના લોહીમાં જ દેશભક્તિ છે. અહીંના લોકો જીવનની આથમતી સંધ્યાએ અત્યારે પણ દુશ્મનોને સબક શીખવાડવા બોર્ડર પર જવા તૈયારી દર્શાવી રહ્યા છે. આ ગામની વાત કરવામાં આવે તો હિંમતનગર તાલુકામાં આવેલું હાપા ગામ, જ્યાં મોટા ભાગના લોકો દેશ સેનાની ભાવના સાથે જોડાયેલા છે. એના પરિપક રૂપે હાલમાં ગામના 30થી વધુ જવાનો બોર્ડર ઉપર ફરજ બજાવી રહ્યા છે. તો આ સાથે અન્ય લોકો 20થી વધુ લોકો પોલીસ સહિતની નોકરીઓ કરી રહ્યા છે.
તો વળી આ ગામના ઘણા યુવાનોમાં પણ આર્મીમાં ભરતી થવા માટે એક અલગ જ દેશભક્તિ જોવા મળી રહી છે. તેમજ આ સાથે વધુમાં જો વાત કરીએ તો 50થી વધુ જવાનો દેશની રક્ષા કરી હાલ નિવૃત જીવન પસાર કરી રહ્યા છે. સરકાર જો આ ઉંમરે પણ તક આપે તો આતંકવાદીઓને તેમની ઓકાત બતાવી દેવાનો જુસ્સો હાલ પણ તેઓ ધરાવી રહ્યા છે. તો વળી આ ગામના યુવાનો સહીત યુવતીમાં પણ દેશભક્તિ જોવા મળે છે. તેમજ આ ગામના યુવાનો સહીત યુવતીઓ પણ આર્મીઆ જવા માટે રોજ પ્રેક્ટિસ કરે છે.
તેમજ જો તમને જણાવી તો આ ગામની વસ્તી 2100ની આસપાસ છે, પરંતુ ઘરદીઠ એક વ્યક્તિ દેશની સેવા માટે ફરજ બજાવે છે. હાપા ગામના લોકો પહેલેથી જ દેશભક્તિ માટે ખુબજ જાણીતા છે. આજે પણ આ ગામના લોકો બીજી બધી નોકરીમાં જવાને બદલે ભારતીય સૈન્યમાં જોડાવવાનુ વધુ પસંદ કરે છે. આમ દેશદાઝને વરેલુ આ એક માત્ર ગામ નથી પણ તેની સાથે સાથે વિજયનગર તાલુકાના પણ અનેકો ગામ છે જ્યા ઘર દીઠ એકથી વધુ લોકો કાશ્મીરથી કન્યાકુમારી સુધીની સરહદો પર તૈનાત છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ટુડે ગુજરાત કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.