KBC 14 ની પેહલી કરોડપતિ બની આ મહિલા! ફક્ત 12 પાસ છે, સપનું હતું કે KBCમાં…જાણો

વાત કરીએ તો આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિની કિસ્મત ક્યારે અને કેવું રીતે ચમકી જતી હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. તેમજ મિત્રો તમે બધાજ જાણો છો KBC એટલે કે કોન બનેગા કરોડ પતિ જેમાં અમિતાભ બચ્ચન દ્વારા આ શૉ ચાલી રહ્યો છે. તમને બધાને ખબરજ છે કે આ શો માઁ ખુબજ અઘરા સવાલના જવાબ આપી પૈસા જીતવામાં આવતા હોઈ છે. પોતાના ખેલ દ્વારા તો કેટલાક પોતાની મજેદાર વાતોથી છવાઈ જતા જોવા મળે છે. તેવીજ રીતે હાલ 12 ધોરણ પાસ કવિતા ચાવલાએ KBC માં એક કરોડ રૂપિયા જીતી તેનું 21 વર્ષે સપનું પૂરું કર્યું છે.

તમને જણાવીએ તો મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં રહેતી કવિતા ચાવલા ‘કૌન બનેગા કરોડપતિ’ની 14મી સિઝનની પહેલી કરોડપતિ સ્પર્ધક બની છે. કવિતા સાડા સાત કરોડ રૂપિયાનો છેલ્લા સવાલનો જવાબ આપે છે કે નહીં, તે હજી સુધી ક્લિયર થયું નથી. કવિતા વર્ષ 2000થી આ શોમાં ભાગ લેવા માગતી હતી, પરંતુ તેનું સપનું 21 વર્ષ બાદ પૂરું થયું. આમ કવિતાએ એક ઇન્ટવ્યૂમાં કહ્યું હતું, ‘અહીં સુધી આવવા બદલ હું ઘણી જ ખુશ છું. મને મારી જાત પર ગર્વ થઈ રહ્યો છે. હું એક કરોડ જીતનારી પહેલી સ્પર્ધક બની છું. મારો દીકરો વિવેક ને પિતા મારી સાથે મુંબઈમાં છે. મારા પરિવારમાં કોઈને ખ્યાલ નથી કે હું એક કરોડ રૂપિયા જીતી ચૂકી છું. હું ઈચ્છું છું કે તેઓ આ શો જુએ અને તેમને સરપ્રાઇઝ મળે.’

વધુમાં કવિતાએ બાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. તેને અભ્યાસમાં ઘણો જ રસ છે. કવિતાએ કહ્યું હતું, ‘આ શોને કારણે હું સતત વાંચતી હતી. વર્ષ 2000માં જ્યારે આ શો શરૂ થયો ત્યારથી હું આ શોમાં ભાગ લેવા માગતી હતી. ગયા વર્ષે હું ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ સુધી પહોંચી ગઈ હતી. આ વર્ષે હોટ સીટ પર બેસવાનું મારું સપનું સાકાર થયું. જ્યારે હું મારા દીકરાને ભણાવતી ત્યારે તેની સાથે હું પણ ઘણું બધું શીખતી હતી.’ આમ કવિતાને જ્યારે પૂછવામાં આવ્યું કે તે જીતેલી રકમનું શું કરશે? તો જવાબ આપ્યો હતો, ‘હું દીકરાને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલીશ. જો હું સાડા સાત કરોડ રૂપિયા જીતી જઈશ તો મારા માટે બંગલો બનાવીશ ને દુનિયા ફરીશ.’

આમ કવિતા સોમવારે પ્રસારિત થનારા એપિસોડમાં ‘કૌન બનેગા કરોડપતિના 16મા પ્રશ્નનો જવાબ આપીને 1 કરોડ રૂપિયા જીતીને સીઝન 14ની પ્રથમ કરોડપતિ બનશે. પરંતુ રમત હજી પૂરી થઇ નથી. રમતનો આગામી લેગ રમવાનો બાકી છે, જે મંગળવારે રમાશે. પ્રશ્ન 17 નો જ્વાબ આપવાનો બાકી છે. જો આ જવાબ સાચો હશે તો તે 7.5 કરોડ રૂપિયાની રકમ જીતશે. કવિતા ચાવલા કહે છે, “જો 7.5 કરોડ જીતી જશે તો મારા ઘણા સપના પૂરા થશે. પુત્ર વધુ અભ્યાસ માટે યુકે જવાનો છે. તેના અભ્યાસ માટે લીધેલી લોન પૂર્ણ થશે. મોટું ઘર હશે અને ભારતભરમાં કરશે. હું મેઘાલયને ખૂબ પ્રેમ કરું છું.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. TODAYGUJARAT.IN વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈ પણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ Todaygujarat.in કરતુ નથી જેની ખાસ નોંધ લેવી. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *