આ મહિલા એ તો બધા ના રેકોર્ડ તોડી નાખ્યા ! એક સાથે આટલા બધા બાળકો ને જન્મ આપ્યો…જાણી ને વિચાર મા પડી જશો

મિત્રો આ દુનિયામ ક્યારે અને અને શું અનોખું થઇ જાય તે કોઈને ખબર હોતી નથી. તેવીજ રીતિ અત્યાર સુધી સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જો ૩ થી વધુ બાળકો એક સાથે જન્મે છે તો તેમના બચવાની શક્યતાઓ ઘટી જતી હોઈ છે. જોકે આ વાતને ખોટી સાબિત કરી નાખવામાં આવી છે તેવોજ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક મહિલાએ એક સાથે ૯ બાળકોને જન્મ આપી એક રેકોર્ડ બનાવી દીધો છે. આવો તમને આ સમાચાર વિગતે જણાવીએ.

આ કિસ્સો મોરોક્કોની એક હોસ્પિટલ માંથી સામે આવી રહ્યો છે. જ્યાં માલીમાં હલીમા સિસે નામની મહિલાએ 25 વર્ષની ઉંમરે 9 બાળકોને જન્મ આપ્યો છે. જ્યારે અલ્ટ્રાસાઉન્ડમાં ખબર પડી કે હલીમાના પેટમાં 7 થી વધુ બાળકો છે, જેમને ડિલિવરી કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, ત્યારે તેને મે 2021 માં મોરોક્કો મોકલવામાં આવી હતી. બાળકોને કાસાબ્લાન્કામાં તબીબી સહાય પર મૂકવામાં આવ્યા હતા. હવે તમામ બાળકો સંપૂર્ણ સ્વસ્થ છે અને તેમની માતા સાથે છે.

આ મહિલાનું નામ હલીમા કિસે છે. હમીલા કિસે માલીની રહેવાસી છે અને તે ડિલીવરી માટે માલીથી મોરક્કો ગઇ હતી. બાળકોનો જન્મ મે 2021 માં મોરક્કોમાં થયો હતો. અને હવે તે આ તમામ બાળકો સાથે ફરત માલી પરત ફરી રહી છે. તેનો અર્થ એ છે કે આટલા બાળકોની ડિલીવરી બાદ તે રેકોર્ડ 19 મહિના બાદ ઘરે પરત આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તાજેતરમાં 13 સપ્ટેમ્બરને તમામ 9 બાળકો માતા હલીમા કિસે અને પિતા અબ્દેલકાદર અરબે સાથે માલીની રાજધાની બમાકો પહોંચ્યા છે. નવ બાળકોમાં 5 છોકરીઓના નામ કદિદિયા, ફતૈમા, હવા, એડમા, ઓમૂ છે. તો બીજી તરફ છોકરાઓના નામ મોહમદ 6, ઓમર, એલ્હાદજી અને બાહ છે.

તેમજ તેઓ જ્યારે ઘરે પરત ફર્યા તો બાળકોના પિતા અબ્દેલ કાદર અરબીએ સરકારનો આભાર પણ માન્યો હતો અને કહ્યું કે, સરકાર પરિવારને આર્થિક મદદ કરી રહી છે તેણે તેણે કહ્યું છે કે, અલ્લાહે તેને આશીર્વાદ આપ્યા છે. આ તેમની સંભાળ રાખવામાં મદદ કરશે. માલીના સ્વાસ્થ્ય પ્રધાન ડાયમિનાટોઉ સંગારાએ કહ્યું છે કે, સરકાર પરિવારને સમર્થન આપવાનું ચાલુ રાખશે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

અહી થી તમે શેર કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *