પાટણની આ મહિલા કોઈ નોકરી વ્યવસાય નહિ બલકે મધ વેચીને કરે છે આટલા રૂપિયાનો વકરો…જાણો વિગતે
મિત્રો આ દુનિયામાં જે પણ કામ કરવું હોઈ તેની પાછળ આપણો પૂરો સંઘર્ષ તેમજ જેમ તમે જાણોજ છો કે જીવનમાં કંઈક નવું કરવા માટે ખુબજ મહેનત અને પરિશ્રમ આપવો પડતો હોઈ છે તયારે વ્યક્તિને સફળતાનો સ્વાદ ચાખવા મળતો હોઈ છે. તેમજ ઘણી વખત વ્યક્તિતેની સફળતા પાછળની કહાની ખુબજ રસપ્રદ હોઈ છે તેવીજ રીતે આજે તમને એક સફળ વુમન વિષે વાત કરીશું. તમને આ મહિલાની સફળતાની કહાની સાંભળી ૧૦૦% ગમશે આવો તમને વિગતે જણાવીએ.
વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી એ ભારતનું ભવિષ્ય બનવા જઈ રહી છે. આજે ઘણા નવ યુવાનો અને યુવતીઓ સારો એવો પગાર આપતી નોકરીઓ છોડીને જૈવિક ખેતી તરફ પણ પ્રયાણ કરી રહ્યા છે. પાટણના તન્વીબેનએ પણ મધમાખી ઉછેર દ્વારા મધના ઉત્પાદનનું વેચાણ કરી આ દિશા તરફ પ્રયાણ કર્યું છે આમ તેવીજ રીતે પાટણના તન્વીબેન અને તેમના પતિ પણ આ બધા યુવાનોમાંના એક છે. તન્વીબેન અને તેમના પતિ પોતાની 70 વીઘા જમીનમાંથી 5 વીઘા જમીનમાં છેલ્લા ચાર વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અને તેઓ આ કાર્યને હજી પણ આગળ વધારવા માટે પ્રયત્નશીલ છે.
તેમજ ધ બેટર ઇન્ડિયા સાથે વાત કરતા તન્વી બેન જણાવે છે કે,”મેં B.Ed. ની ડિગ્રી મેળવેલી છે અને મારા પતિ મિકેનિકલ એન્જીનીયર છે. થોડો સમય પ્રાઇવેટ નોકરી કર્યા પછી અમને અચાનક જ વિચાર આવ્યો કે અમારી જે જમીન છે તેમાં પ્રાકૃતિક ખેતી અને ડેરી ફાર્મિંગ શરુ કરીને તેને એક બિઝનેસ મોડલમાં પ્રસ્થાપિત કરીશું તો તે આ નોકરી કરતા પણ સારી એવી કમાણી કરી આપશે. અને સાથે સાથે એ વિચાર પણ હતો કે આજના આ જમાનામાં જ્યાં રાસાયણિક દવાઓનો વ્યાપ વધી
ગયો છે ત્યાં પોતાના જૈવિક ઉત્પાદનો દ્વારા જે ખેત પેદાશો અને ડેરી પ્રોડક્ટ્સ અમને મળશે તેનાથી સ્વાસ્થ્ય પણ સારું એવું રહી શકશે.”આ સાથે આ વિચાર આવતાજ આ દંપતીએ પ્રાઇવેટ નોકરીને છોડીને આજથી ચાર વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. આ સાથે તન્વીબેન આગળ જણાવે છે કે,”એક સમય પછી અમને એવું લાગ્યું કે આ પ્રાકૃતિક ખેતીને હજી પણ વધારે વ્યાપ પર લઇ જવાની જરૂર છે અને તે જ કારણે અમે મધમાખી ઉછેરની શરૂઆત કરી અને તેના દ્વારા ઉત્પાદિત થતા મધમાંથી સારી એવી અવાક રળવાની સાથે સાથે મધમાખી દ્વારા પ્રાકૃતિક ખેતીમાં લાભ મેળવવાનું લક્ષ્ય પણ રાખ્યું.”
આમ શરૂઆતમાં તન્વીબેને મધમાખી ઉછેરની પ્રક્રિયા કંઈ રીતે હોય તે માટેની વ્યવસ્થિત ટ્રેનિંગ લીધી અને ત્યારબાદ ખેતરમાં મધમાખી ઉછેર માટેની બે પેટી મૂકી શરૂઆત કરી. ત્યારબાદ તેમણે એકસાથે 100 પેટીને પોતાના અડધા વીઘા જેટલા ખેતરના વિસ્તારમાં મૂકી અને તે માટે તેમને 4 લાખ આસપાસનો ખર્ચ થયો જે ખર્ચ તેમણે ટૂંક જ સમયમાં ઉત્પાદિત મધના વેચાણ દ્વારા પરત મેળવ્યો. આમ આ સાથે ધમાખી ઉછેર કેન્દ્ર જ્યાં હોય ત્યાં તેની ત્રણ કિલોમીટર આસપાસના ડાયામીટરમાં તેઓ પરાગનયન ખુબ સારા એવા પ્રમાણમાં કરે છે જેથી પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદનની સંભાવના વધી જાય છે. અને એવું જ કંઈક તન્વીબેનને પણ અનુભવાયું. આજથી એક વર્ષ પહેલા શરૂ કરેલ મધમાખી ઉછેરની શરૂઆતના કારણે તેમના ખેતરના ઉત્પાદનમાં દોઢ ગણો વધારો થયો તો સાથે સાથે તેમણે ‘સ્વાદય’ ના નામે માર્કેટમાં પોતાની બ્રાન્ડ ઉભી કરી મધ વેચીને પણ કમાણી શરુ કરી.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.