વડોદરા ની આ મહિલાએ દુનિયાથી અલવિદા લેતા લેતા પણ એવું કાર્ય કર્યું કે જાણી તમે વખાણ કરતા નહીં થાકો! પાંચ લોકોને નવું…..
મિત્રો વાત કરીએ તો આ દુનિયામાં કોઈપણ વ્યક્તિને મોત ક્યારે અને કેવી રીતે આંબી જતો હોઈ છે તે કોઈને ખબર હોતી નથી. ઘણી વખત કોઈ અકસ્માતમાં કે તબીબી સારવારમાં કોઈ ગંભીર બીમારીને કારણે વ્યક્તિનું કમકમાટી ભર્યું મૃત્યુ નીપજતું હોઈ છે. તેવીજ રીતે હાલ એક મોત નો દુઃખદ મામલો સામે આવી રહ્યો છે. જેમાં મૃત પામનાર જે યુવતી છે તેનું અંગ દાન પણ કરવામાં આવ્યું છે. વાત કરીએ તો બ્રેનડેડ થયેલી આ મહિલાના આંખો,કિડનીઓ, લિવરનું દાન કરી ખુબજ સરાહનીય કાર્ય કરતા ગયા છે.
વાત કરીએ તો અમદાવાદના સર્જનો ગ્રીન કોરિડોરમાં અંગો લઇ ગયા. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 49 વર્ષીય મહિલાના પિત્તાશય કાઢવાના ઓપરેશન સમયે અચાનક ખેંચ આવતા થયેલા બ્રેઇનડેડ થયા હતાં. જેને પગલે તેમના પાંચ ઓર્ગન ડોનેટ કરવાનો પરિવાર જનોએ નિર્ણય લીધો હતો. જેને પગલે ગુરુવારે અમદાવાદથી આવેલી સર્જનોની ટીમે પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આમ ઘટના અંગે મહિલાના જેઠ મહેન્દ્ર પંચાલે જણાવ્યું હતું કે, 49 વર્ષીય હંસાબેન સુરેશભાઈ પંચાલ ડીસા તાલુકાના વેળાવાપુરા ગામના વતની છે.
તેઓ માંજલપુરના મારુતિ ધામ સોસાયટી ખાતે રહેતા હતા. દરમિયાન તેમના પિત્તાશયમાં પથરી થતાં તે અંગે શહેરના કલાલી વિસ્તારમાં આવેલી રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ ખાતે સારવાર કરાવવામાં આવી હતી. દરમિયાન પથરી વારંવાર રી-જનરેટ થતી હોવાથી તેમનું પિતાશય કાઢવાનો નિર્ણય કરાયો હતો. જે અંગેનું ઓપરેશન ગઈકાલે હાથ ધરતા તેમને અચાનક એટેક આવ્યો હતો અને જેમાં તેઓનું બ્રેઇનડેડ થયું હતું.
રામકૃષ્ણ પરમહંસ હોસ્પિટલ શ્રોફ ફાઉન્ડેશન દ્વારા કાર્યરત છે. કલાલી ખાતે આવેલી હોસ્પિટલના પ્રથમ ઓર્ગન ડોનેશનનું ઓપરેશન હતું. જેના લીધે નાટો અને સાટોમાં રજીસ્ટ્રેશન કરાવી તુરંત પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના સર્જનોની ટીમ દ્વારા બે આંખ, બે કિડની અને લીવરને ટ્રાન્સપ્લાન્ટ માટે લઈ જવામાં આવ્યા છે. ડોક્ટર ગૌરાંગ રાણાપુરવાલા, મેડિકલ એડમીન. આમ બ્રેઇન ડેડ દર્દીના નિકટના સંબંધી તેના મૃત્યુ સ્વીકારવા તૈયાર થતા નથી તે સ્વાભાવિક છે. પરંતુ નક્કર વાસ્તવિકતા એ છે કે ૯૯ ટકા બ્રેઇન ડેડ દર્દી જીવિત થઇ શકતા નથી. દર્દીના સંબંધીઓએ ઉદારતાથી વિચારીને બ્રેઇન ડેડ દર્દીના અંગદાનમાં આપવા જોઇએ.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ટુડે ગુજરાત વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. આ ઉપરાંત કોઈપણ વાયરલ વિડીઓ ની પુષ્ટિ ગુજરાતી અખબાર કરતુ નથી જેની ખાસ નોંધ લેવી અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.